By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર, 8 ના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર, 8 ના મોત

Editor
Last updated: 2026/08/12 at 4:35 PM
1 month ago
Share
વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર, 8 ના મોત
SHARE

મેઘતાંડવથી દેશના અનેક રાજ્યોમાં આફત

વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર, 8 ના મોત

બિહારમાં બે અલગ-અલગ ઘટનાઓમાં 5 મહિલાના મોત : કર્ણાટકમાં ભૂસ્ખલનથી શ્રમિકનું મોત, હિમાચલમાં 56 રસ્તા બંધ

મધ્ય પ્રદેશમાં શિવના નદી બે કાંઠે, થાણેમાં તળાવો ઓવરફ્લો, તમિલનાડુમાં ગાજવીજ સાથે ભારે વરસાદ

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

દેશભરમાં ચોમાસું હવે અનેક વિસ્તારોમાં કહેર બનીને ત્રાટક્યું છે. ક્યાંક ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાઈ રહ્યા છે, તો ક્યાંક આકાશી વીજળી અને ભૂસ્ખલને તબાહી મચાવી છે. બિહાર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ સહિતના રાજ્યોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. બિહારમાં તો આકાશી વીજળી જીવલેણ બની છે અને બે અલગ-અલગ ઘટનાઓમાં પાંચ મહિલા સહિત આઠ લોકોનાં મોત થયા છે.
બિહારના સીતામઢી જિલ્લામાં ખેતરમાં શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વરસાદ સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. વીજળી પડતાં ત્રણ શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બીજી તરફ બાંકા જિલ્લામાં પણ ખેતરમાં કામ કરી રહેલા મજૂરો પર વીજળી ત્રાટકતાં પાંચ લોકોનાં મોત થયા હતા. આમ, રાજ્યમાં અલગ-અલગ બે બનાવોમાં કુલ આઠ લોકોનાં મોતથી અરેરાટી ફેલાઈ છે. આકાશી વીજળીની ઘટનાઓમાં અન્ય લોકો પણ ઘાયલ થયાની માહિતી સામે આવી છે.
કર્ણાટકમાં પણ વરસાદે મુશ્કેલી વધારી છે. બેંગલુરુમાં અંડરપાસ બ્રિજ નજીક બાંધકામ દરમિયાન અચાનક માટીનો મોટો ઢગલો ધસી પડતાં શ્રમિકો દટાયા હતા. ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે, જ્યારે અન્ય એક શ્રમિક હજુ ફસાયેલો હોવાની માહિતી છે. સ્થળે પાંચ મજૂરો કામ કરી રહ્યા હતા. ગુમ થયેલા 31 વર્ષીય સોનલ પરિમને શોધવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. કુલ્લુ જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે 56 જેટલા મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે. પાંચ પાવર ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. માર્ગ અને વીજ વ્યવસ્થા પૂર્વવત કરવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે.
મધ્ય પ્રદેશના મંદસૌરમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદે નદીઓ-નાળાઓમાં ઘોડાપૂર લાવ્યું છે. શિવના નદીના જળસ્તરમાં ભારે વધારો થતાં અટલ સાગર ડેમના બે દરવાજા ત્રણ-ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. પશુપતિનાથ મહાદેવ મંદિર નજીકના નાના પુલ પરથી પણ પાણી વહેવા લાગ્યું છે. ગુના જિલ્લામાં 90 મિમીથી વધુ વરસાદથી રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા.
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ધોધમાર વરસાદથી તળાવો છલકાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર થઈ છે અને અનેક સ્થળે ટ્રાફિક જામ સર્જાયો છે. બીજી તરફ તમિલનાડુના સાલેમ જિલ્લામાં ગંગાવલ્લી સહિતના વિસ્તારોમાં એક કલાકથી વધુ સમય સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધર્માપુરીમાં પણ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જોકે વરસાદે અસહ્ય ગરમી અને બફારામાં લોકોને મોટી રાહત આપી છે.
ચોમાસાની આ આક્રમક ચાલે એક તરફ ધરતીને ઠંડક આપી છે, તો બીજી તરફ વરસાદ, પૂર, વજ્રઘાત અને ભૂસ્ખલનથી અનેક રાજ્યોમાં કુદરતી આફતનું ચિત્ર સર્જાયું છે.

બિહારમાં વીજળી બની કાળ

સીતામઢી અને બાંકા જિલ્લામાં આકાશી વીજળીના બે બનાવોમાં 5 મહિલા સહિત 8નાં મોત થયા છે. ખેતરમાં કામ કરતા શ્રમિકો પર વીજળી ત્રાટકતાં મોતનો આંકડો વધ્યો.

હિમાચલમાં રસ્તાઓનો સંપર્ક તૂટ્યો

કુલ્લુમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનના જોખમ વચ્ચે 56 મુખ્ય રસ્તા બંધ થઈ ગયા છે. પાંચ ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં વીજ પુરવઠો પણ ખોરવાયો.

ડેમના દરવાજા ખોલવા પડ્યા

મંદસૌરમાં શિવના નદીના જળસ્તરમાં ભારે વધારો થતાં અટલ સાગર ડેમના બે દરવાજા ત્રણ-ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા. નદી-નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ.

બેંગલુરુમાં માટી નીચે શ્રમિક દટાયા

બાંધકામ સ્થળે માટી ધસી પડતાં એક શ્રમિકનું મોત થયું છે. અન્ય એક શ્રમિક ફસાયો હોવાની માહિતી વચ્ચે રેસ્ક્યૂ ટીમે શોધખોળ તેજ કરી છે.

થાણેમાં તળાવો છલકાયા

મહારાષ્ટ્રના થાણેમાં સતત વરસાદથી સ્થાનિક તળાવો ઓવરફ્લો થયા છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો.

તમિલનાડુમાં મેઘગર્જના સાથે ધોધમાર વરસાદ

સાલેમના ગંગાવલ્લી સહિતના વિસ્તારોમાં એક કલાકથી વધુ સમય સુધી ગાજવીજ સાથે વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું, પરંતુ ગરમીથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી.

You Might Also Like

કાલે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવશે મોદી

UPI પેમેન્ટ હવે સંપૂર્ણ ફ્રી નહીં રહે?

ખાનગી હોસ્પિટલની સારવાર સરકારી કરતાં 8 ગણી મોંઘી

10 ઓગસ્ટ સુધીમાં આવક 8.11 લાખ કરોડે પહોંચી

12 વર્ષમાં રૂ.10 લાખ કરોડની લોન માંડવાળ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?