By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ‘જમીન અમારી, મનમાની નહીં ચાલે’: હાઈ-પાવર લાઇન સામે મોવિયાના ખેડૂતોનો રામધૂન સાથે રણકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગોંડલ

‘જમીન અમારી, મનમાની નહીં ચાલે’: હાઈ-પાવર લાઇન સામે મોવિયાના ખેડૂતોનો રામધૂન સાથે રણકાર

Editor
Last updated: 2026/06/29 at 4:08 PM
21 minutes ago
Share
‘જમીન અમારી, મનમાની નહીં ચાલે’: હાઈ-પાવર લાઇન સામે મોવિયાના ખેડૂતોનો રામધૂન સાથે રણકાર
SHARE

‘જમીન અમારી, મનમાની નહીં ચાલે’: હાઈ-પાવર લાઇન સામે મોવિયાના ખેડૂતોનો રામધૂન સાથે રણકાર

 એક દિવસના પ્રતીક ઉપવાસમાં ખેડૂતોનો અનોખો વિરોધ; રાજકીય નેતાઓને ‘નો એન્ટ્રી’ જાહેર કરી જમીન બચાવવાના સંઘર્ષને આપ્યો વધુ વેગ.

 

અગ્ર ગુજરાત, ગોંડલ

ગોંડલ પંથકમાં હાઇ-પાવર વીજ ટ્રાન્સમિશન લાઇનનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. તાલુકાના અનેક ગામોમાંથી પસાર થતી 400 KV અને 765 KVની ડબલ સર્કિટ વીજલાઇન સામે ખેડૂતો પોતાની કિંમતી જમીન બચાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.

આ આક્રોશના ભાગરૂપે આજે ગોંડલના મોવિયા ગામે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોવિયા ગામના ગોવિંદ નગરમાં આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના સાનિધ્યમાં સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આ પ્રતીક ઉપવાસ યોજાયો. આ અનોખા આંદોલનની ખાસ વાત એ હતી કે, ઉપવાસ છાવણી પર “રાજકીય પદ ધરાવતા કોઈ પણ પાર્ટીના વ્યક્તિએ અહીં આવવું નહીં” તેવા બોર્ડ મારીને રાજકારણીઓને દૂર રાખવામાં આવ્યા હતા. ઉપવાસ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો સમર્થનમાં જોડાયા હતા અને વાતાવરણ રામધૂનથી ગુંજી ઉઠ્યું હતું. પરિસ્થિતિને જોતા ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ વિશાળ વીજલાઇન ગોંડલ તાલુકાના અંદાજે 24 જેટલા ગામોની જમીન પરથી પસાર થવાની છે, જેમાં આંબરડી, ખડવંથલી, બેટાવડ, હડમડિયા, ગરનાળા, અનીડા, ત્રાકુડા, ડૈયા, વેકરી, પાટીદળ, ચોરડી, જામવાળી, ગોમટા, વોરાકોટડા, બાંદ્રા, દેવચડી, મોવિયા, માંડણકુંડલા, કંતોલિયા, બિલડી, શિવરાજગઢ, બંધિયા, શ્રીનાથગઢ અને કમરકોટડાનો સમાવેશ થાય છે.

ખેડૂત આગેવાન રાજુ સખીયાએ જણાવ્યું હતું કે કાલાવડ ખંઢેરાથી ગીર સોમનાથ જતી આ લાઇનના સંદર્ભમાં ખેડૂતોને યોગ્ય વળતર અંગે કોઈ દિશાનિર્દેશ આપવામાં આવ્યા નથી. જંત્રી મુજબની અમારી માંગણીઓ પર સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. અત્યારે ખરીફ પાકનો વાવણીનો કિંમતી સમય છે, ત્યારે જ કંપની પ્રાઇવેટ અને સરકારી પોલીસને સાથે રાખી, ખેડૂતો પર દાબ-દબાણ લાવીને થાંભલા નાખવાનું કામ કરી રહી છે. અમે કલેક્ટર કચેરીથી સર્વેના કાગળો માંગ્યા છે જે હજુ સુધી અપાયા નથી. જે લાઇન કાલાવડથી ગીર સોમનાથ સીધી જવાની હતી, તેને વાંકાચૂકા લાંબા વળાંકો આપીને ખેડૂતોને બરબાદ કરવા માટે અહીં લાવવામાં આવી છે. અમે આના વૈકલ્પિક રૂટની માંગ કરીએ છીએ. જો કંપની પાવરનું વેપારીકરણ કરતી હોય તો ખેડૂતોને હિસ્સો આપે, તારનું યોગ્ય વળતર આપે અને એડવાન્સ માસિક ભાડું ચૂકવે. સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોનું મિસઇન્ટરપ્રિટેશન કરીને થાંભલા ઊભા કરાઈ રહ્યા છે. અમારી માંગ છે કે પોલ દીઠ રૂ.2 કરોડ અને રૂ. 50,000 માસિક ભાડું ચૂકવવામાં આવે.

ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર અને કંપની તેમની માંગણીઓ પ્રત્યે મૌન સેવાશે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની રણનીતિ આ જ છાવણીમાંથી નક્કી કરીને સરકાર સામે લડત લંબાવવામાં આવશે.

You Might Also Like

યા હુસેનના ગગનભેદી નારા સાથે ગોંડલમાં 45 તાજીયા પડમાં આવ્યા

નોકરીની લાલચ આપી છેતરપિંડીથી કાગળ પર નોંધાયેલા લગ્નને રદબાતલ ઠરાવ્યા

ગોંડલનો આશાપુરા અને સેતુબંધ ડેમ નર્મદાના નીરથી છલોછલ ભરાશે

ગોંડલમાં મોહરમ પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ગોંડલના ખીમોરી તળાવમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા
ભાવનગર

ભાવનગર એરપોર્ટના પરીસરમાં કાચબાની મિઝબાની માણતા ચાર શખ્સો ઝડપાયા

Editor By Editor 4 days ago
માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
રાજુલા નજીક હાઇવે પર બાઇક સવાર પશુ સાથે અથડાતાં મોત
ગુદા માર્ગમાં છુપાવેલા રૂ.1.72 કરોડના 1.16 કિલો વિદેશી સોના સાથે મુસાફર ઝડપાયો
 કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીને પાલનપુર પાસેથી ઝડપી લેતી પીસીબી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?