By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત

Editor
Last updated: 2026/07/11 at 4:14 PM
5 minutes ago
Share
વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત
SHARE

વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત

SMCના દરોડામાં ફાયરિંગ અને પોલીસ પર હુમલાના કેસમાં LCB, SOG અને D-સ્ટાફનું સંયુક્ત સર્ચ ઓપરેશન:  ફરાર આરોપીઓને ઝડપી પાડવા જુદી જુદી ટીમો કાર્યરત

અગ્ર ગુજરાત, વેરાવળ

વેરાવળ શહેરના કોળીવાળા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા જુગારધામ પર પાડવામાં આવેલા દરોડા દરમ્યાન સર્જાયેલા હંગામા, પોલીસ પર હુમલા અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના સમગ્ર પ્રકરણમાં ગીર સોમનાથ પોલીસે કાર્યવાહી વધુ તેજ બનાવી છે. આ ઘટનાના અનુસંધાને નોંધાયેલા બે અલગ-અલગ ગુનાઓમાં અત્યાર સુધી કુલ 33 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળના કોળીવાડા વિસ્તારમાં દરોડામાં જુગાર રમતા ઇસમો અને ત્યારબાદ એકત્ર થયેલા ટોળાએ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પરિસ્થિતિ વધુ વણસતા SMC ના પીઆઈએ આત્મરક્ષાના ભાગરૂપે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવું પડયુ હતુ. આ સમગ્ર ઘટનાએ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી હતી. આ ઘટનામાં થયેલ પોલીસ કાર્યવાહી અંગે ડીવાયએસપી ચેતન ખટાણાએ માહિતી આપતા જણાવેલ કે, પોલીસે જુગારધારા હેઠળ એક તથા પોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ, હત્યાના પ્રયાસ, રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ બીજો ગુનો નોંધ્યો હતો. જેમાં જુગારધારાના ગુનામાં કુલ 34 આરોપીઓ સામે ગુનો નોંધેલ જેમાંથી અત્યાર સુધી 13 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે પોલીસ પર હુમલો અને ફરજમાં રૂકાવટના ગુનામાં કુલ 40 આરોપીઓ સામે ગુનો નોંધેલ જેમાંથી 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

વધુમાં ફરાર આરોપીઓને ઝડપવા માટે જિલ્લા પોલીસ દ્વારા એલસીબી, એસઓજી અને ડી-સ્ટાફની વિશેષ ટીમોને કામગીરી સોંપવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે તેમજ ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય સૂત્રોના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર ઘટનાની તપાસ પણ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળ ધપાવવામાં આવી રહી છે.

 

SMC ના દરોડાઓથી જીલ્લા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા

અત્રે નોંધનીય છે કે, છેલ્લા છએક માસ દરમ્યાન સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે વેરાવળ, તાલાલા, ગીરગઢડા અને ઉનામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈ સાતેક જેટલા દરોડા પાડી નોંધપાત્ર કડક કાર્યવાહી કરી છે. ત્યારે જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા દિવસ-રાત ફરજ બજાવતી એલસીબી, એસઓજી સહિતની મહત્વની બ્રાન્ચોની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. જેથી આ બાબતની ઉચ્ચ કક્ષાએથી નોંધ લઈ જીલ્લા પોલીસની કામગીરી સુદઢ બનાવવા કોઈ પગલા ભરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યુ.

You Might Also Like

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

સોમનાથ દર્શને આવતા શ્રદ્ધાળુઓ પર જળુંબતુ જોખમ, મંદિર પાસે આખલાનો ત્રાસ

ગીરમાં આડેધડ ખડકાયેલા ૮૦થી વધુ રિસોર્ટના કારણે શહેરો તરફ વળ્યા સિંહ

ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેરથી વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયુ

 સોમનાથની હોટલો – ગેસ્ટહાઉસોમાં જીએસટીની ટીમોના દરોડા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોપટપરામાં હાઈ વોલ્ટેજ થી AC, ફ્રીજ, પંખા બળીને ખાખ
રાજકોટ

પોપટપરામાં હાઈ વોલ્ટેજ થી AC, ફ્રીજ, પંખા બળીને ખાખ

Editor By Editor 5 days ago
ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, ધરપકડ
20 લાખના લાંચ કેસમાં CGST સુપ્રિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટના ખાસ અદાલતે જામીન ફગાવ્યા
માધવ શરાફી મંડળીના સ્થાપના દિવસ નિમિતે તા.૧૫મીએ ‘કસુંબીનો રંગ’ લોકડાયરો
ભારત પધારેલા આચાર્ય લોકેશજીનું જૈન સંતો, અગ્રણીઓ દ્વારા અભિવાદન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?