વેરાવળમાં NEET ની પરીક્ષામાં 500 થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર બે વિદ્યાર્થીઓનું સન્માન
“સાત દરિયે પાર પણ દીકરીને ભણવા મોકલવી જોઈએ કારણ કે આજની દીકરી દીકરા બરાબર છે” : પ્રમુખ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
શિક્ષણ એ પાંખ છે જેના દ્વારા વ્યક્તિ આસમાનમાં ઊડી શકે છે અને એ જ વાત વેરાવળના મુસ્લિમ સમાજના ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કે જેમણે NEET ની પરીક્ષામાં 500થી વધુ માર્કસ મેળવીને સાબિત કરી દીધી છે.
શહેરના સામાન્ય પરિવારના લોકો ના બાળકો નીટ જેવી મુશ્કેલ એક્ઝામમાં 500 થી વધુ માર્કસ મેળવી સફળ થયા છે અને આવનાર સમયમાં ડોક્ટર બનવા માટે પોતાના સપનાઓ સાકાર કરવા આગળ વધી રહ્યા છે ત્યારે મુદ્દસેીર સરફરાજ પટની, ચૌહાણ મમદ અસ્સલામ, જૈનબ શફી દલાલ, નીટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ છે જ્યારે આલિયા અયુબ મલેક એ હાલ રશિયામાં પોતાનું એમબીબીએસની ભણતર પૂર્ણ કરી રહી છે. આ તમામ વિદ્યાર્થીઓને સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા પટણી સમાજ બહારકોટ ખાતે તેમના વાલીઓને હાર ફૂલ કરીને વિદ્યાર્થીઓને સાલ ઓઢાડી સન્માનિત કરેલ હતા.
વર્તમાન સમયમાં મુસ્લિમ સમાજને જો કંઈ સૌથી વધુ પાયાની જરૂર જ હોય તો તે શિક્ષણ છે અને શિક્ષણ દ્વારા જ વ્યક્તિનું સર્વાંગી વિકાસ થાય છે મુસ્લિમ યુવાનો વર્તમાન સમયમાં શિક્ષણ મેળવી અને સમયના તાલ સાથે આગળ વધે એ જ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજા દ્વારા વિદ્યાર્થીઓને સંદેશ છે આ તકે સમસ્ત મુસ્લિમ સેવા સમાજ અને પટણી સમાજના પટેલ અફઝલ પંજા અને ઉપપ્રમુખ હાજી આસિફ ખાન તેમજ કારોબારીના સાથીઓ વેલ્ફેર અને મદદગારના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.


