By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    6 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાત બન્યું ટેરર ફંડિંગનું ટ્રાન્ઝિટ હબ ? : મહાઘટસ્ફોટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

ગુજરાત બન્યું ટેરર ફંડિંગનું ટ્રાન્ઝિટ હબ ? : મહાઘટસ્ફોટ

Editor
Last updated: 2026/05/19 at 4:19 PM
2 months ago
Share
ગુજરાત બન્યું ટેરર ફંડિંગનું ટ્રાન્ઝિટ હબ ? : મહાઘટસ્ફોટ
SHARE

ગુજરાત બન્યું ટેરર ફંડિંગનું ટ્રાન્ઝિટ હબ ? : મહાઘટસ્ફોટ

‘જેહાદી ડ્રગ’ બાદ હવે હમાસ સુધી પહોંચતી ક્રિપ્ટો કડી બહાર આવી

રૂ.226 કરોડના શંકાસ્પદ ક્રિપ્ટો વ્યવહારો ઝડપાયા : ડાર્ક વેબ, નાર્કોટિક્સ અને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનો સાથે જોડાણની આશંકા

અગ્ર ગુજરાત, અમદાવાદ

ગુજરાતમાં થોડા દિવસો અગાઉ જ દેશમાં પ્રથમ વખત 196 કિલો જેટલું ‘જેહાદી ડ્રગ’ ઝડપાવાની ઘટનાએ દેશભરની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી હતી. તે કેસની તપાસ હજુ ચાલુ છે ત્યાં હવે રાજ્ય સીઆઈડી ક્રાઈમે વધુ એક અત્યંત ગંભીર અને રાષ્ટ્રીય સુરક્ષાને પડકારરૂપ એવો ઘટસ્ફોટ બહાર લાવ્યો છે. રાજ્યમાં રૂ.226 કરોડથી વધુના શંકાસ્પદ ક્રિપ્ટોકરન્સી વ્યવહારો ઝડપાયા છે અને તેની કડીઓ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધિત આતંકી સંગઠન હમાસ સુધી પહોંચતી હોવાની દિશામાં તપાસ આગળ વધી રહી છે.
સીઆઈડી ક્રાઈમના પ્રાથમિક તારણો અનુસાર આ સમગ્ર નેટવર્ક માત્ર ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ ડાર્ક વેબ મારફત નાર્કોટિક્સ, ટેરર ફંડિંગ, ગેરકાયદેસર હથિયારોના વેપાર અને આંતરરાષ્ટ્રીય ક્રાઈમ સિન્ડિકેટ સાથે પણ તેની સીધી કડી હોવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. તપાસ દરમિયાન એક જ ક્રિપ્ટો વોલેટ મારફત રૂ.225.64 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું બહાર આવ્યું છે. આ વ્યવહારોમાં મોનેરો સહિતની એવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થયો હતો જે ટ્રેસ કરવી ખૂબ મુશ્કેલ ગણાય છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ નાણાં ડાર્ક વેબ મારફત વિવિધ દેશોમાં સક્રિય આતંકી સંગઠનો તથા ક્રિમિનલ નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતા હતા.
સીઆઈડી ક્રાઈમના ફોરેન્સિક અને સાયબર વિશ્લેષણમાં કેટલાક એવા ડિજિટલ વોલેટ, એક્સચેન્જ અને ઓનલાઈન નેટવર્ક સામે આવ્યા છે જેના છેડા પેલેસ્ટાઈનના હમાસ સંગઠન, ઈરાન સમર્થિત હુથી સંગઠનના સાથી જૂથ અંસાર અલ્લાહ તથા અન્ય આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર નેટવર્ક સાથે જોડાય છે. તપાસમાં એવા ડાર્ક માર્કેટપ્લેસ પણ સામે આવ્યા છે જ્યાં માદક પદાર્થો, હથિયારો અને અન્ય ગેરકાયદેસર સામગ્રીનું ઓનલાઈન લેવડદેવડ થતું હોવાની આશંકા છે. આ કેસમાં અમદાવાદ અને મુંબઈમાંથી 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી છ મુખ્ય આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન વધુ ક્રિપ્ટો વોલેટ, ડિજિટલ એકાઉન્ટ અને આંતરરાષ્ટ્રીય નાણાંકીય વ્યવહારો અંગે મહત્વપૂર્ણ માહિતી મળી હોવાનું જાણવા મળે છે. તપાસ એજન્સીઓએ હાલ અનેક ડિજિટલ ડિવાઈસ, મોબાઈલ, લેપટોપ અને ક્રિપ્ટો એક્સેસ કીઓ કબ્જે લીધી છે.
મુખ્ય આરોપી તરીકે મોહસીન સાજીદનું નામ સામે આવ્યું છે. ઉપરાંત અમદાવાદના દાણીલીમડાના ઈજાજ અસલમખાન પઠાણ, જમાલપુરના મોહમ્મદ ઝઈદ સિદ્દીકી, નાવેદ પઠાણ તેમજ મુંબઈમાંથી પૂર્વ કોર્પોરેટરના પુત્ર ચીસ્તી અને ઝિશાનને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતી વખતે સીઆઈડી ક્રાઈમે જણાવ્યું હતું કે ગેરકાયદેસર નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરીને ડાર્ક વેબ મારફત આંતરરાષ્ટ્રીય નેટવર્ક સુધી મોકલવામાં આવતા હતા.
તપાસ એજન્સીઓ માટે સૌથી વધુ ચિંતાજનક મુદ્દો એ છે કે આ નેટવર્ક માત્ર નાણાંકીય વ્યવહાર સુધી મર્યાદિત નહોતું. એજન્સીઓને શંકા છે કે આ માધ્યમ દ્વારા સંવેદનશીલ માહિતી પણ આંતરરાષ્ટ્રીય નેટવર્ક સુધી પહોંચાડવામાં આવી હોઈ શકે છે. જેના કારણે હવે કેન્દ્રીય એજન્સીઓ, ખાસ કરીને એન.આઈ.એ. અને અન્ય ઈન્ટેલિજન્સ એજન્સીઓ પણ તપાસમાં જોડાય તેવી શકયતા છે. સાયબર અને ટેરર ફંડિંગ ક્ષેત્રના નિષ્ણાતોના મતે આતંકી સંગઠનો હવે પરંપરાગત બેંકિંગ વ્યવસ્થાની જગ્યાએ ક્રિપ્ટોકરન્સી અને ડાર્ક વેબનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. કારણ કે તેમાં ટ્રાન્ઝેક્શનનો મૂળ સ્ત્રોત શોધવો મુશ્કેલ બને છે. ખાસ કરીને મોનેરો જેવી પ્રાઈવસી આધારિત કરન્સી આતંકી નેટવર્ક માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અનેક બોગસ ડિજિટલ આઈડેન્ટિટી, ફેક ઈ-મેલ, વર્ચ્યુઅલ સર્વર અને આંતરરાષ્ટ્રીય ઓનલાઈન એક્સચેન્જનો ઉપયોગ કર્યો હતો. કેટલાક વ્યવહારો માટે મુંબઈ સ્થિત એક કંપનીનો પણ ઉપયોગ થતો હોવાની માહિતી બહાર આવી છે.
આ સમગ્ર કેસમાં એક વધુ ચોંકાવનારી બાબત એ છે કે આરોપીઓમાંના કેટલાક લોકોનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે નેટવર્ક સાથે સંકળાયેલા એક મોલાનીની 2017માં બોગસ કોલ સેન્ટર કૌભાંડમાં ધરપકડ થઈ હતી. ઉપરાંત આ ગેંગ સાથે જોડાયેલા કેટલાક લોકો હાલમાં લંડનની જેલમાં માદક પદાર્થોના કેસમાં સજા ભોગવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
સુરક્ષા એજન્સીઓ માને છે કે ગુજરાતનું આ નેટવર્ક માત્ર એક રાજ્ય સુધી મર્યાદિત નથી, પરંતુ તેનો વ્યાપ દેશના અનેક શહેરો અને વિદેશ સુધી ફેલાયેલો હોઈ શકે છે. છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતના દરિયાકાંઠા મારફત ડ્રગ્સ ઘુસાડવાના અનેક કેસ સામે આવ્યા છે. હવે ક્રિપ્ટો કરન્સી અને ડાર્ક વેબ આધારિત ફંડિંગ મોડ્યૂલ બહાર આવતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.
આ કેસે ફરી એકવાર સાબિત કર્યું છે કે આતંકવાદ હવે માત્ર બંદૂક કે બોમ્બ પૂરતો મર્યાદિત રહ્યો નથી. ટેકનોલોજી, ડિજિટલ કરન્સી અને સાયબર નેટવર્કના માધ્યમથી આતંકી સંગઠનો હવે પોતાની ગતિવિધિઓને વધુ ગુપ્ત અને વૈશ્વિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં બહાર આવેલો આ ઘટસ્ફોટ દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે.

શું છે ‘ડાર્ક વેબ’ અને કેમ છે ખતરનાક?

* ડાર્ક વેબ ઈન્ટરનેટનો એવો ગુપ્ત ભાગ છે જે સામાન્ય સર્ચ એન્જિનથી એક્સેસ થઈ શકતો નથી
* અહીં ગેરકાયદેસર હથિયારો, ડ્રગ્સ, નકલી દસ્તાવેજો અને ડેટાની ખરીદી-વેચાણ થતી હોવાની આશંકા રહે છે
* આતંકી સંગઠનો ટ્રેસિંગથી બચવા માટે ડાર્ક વેબ અને ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરે છે
* મોનેરો જેવી પ્રાઈવસી આધારિત કરન્સીથી ટ્રાન્ઝેક્શન ટ્રેક કરવું મુશ્કેલ બને છે

કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપીઓ

* મોહસીન સાજીદ
* ઈજાજ અસલમખાન પઠાણ (દાણીલીમડા, અમદાવાદ)
* મોહમ્મદ ઝઈદ સિદ્દીકી (જમાલપુર, અમદાવાદ)
* નાવેદ પઠાણ
* ચીસ્તી (મુંબઈ)
* ઝિશાન (મુંબઈ)

20થી વધુ લોકોની અટકાયત બાદ વધુ ડિજિટલ એકાઉન્ટ અને ક્રિપ્ટો વોલેટની તપાસ શરૂ કરવામાં આવી છે.

તપાસ એજન્સીઓને શું શંકા?

* હમાસ સહિતના આતંકી સંગઠનો સુધી ફંડિંગ પહોંચાડાયું
* ડાર્ક વેબ મારફત ડ્રગ્સ અને હથિયારોના નેટવર્ક સાથે જોડાણ
* સંવેદનશીલ માહિતી પણ વિદેશ સુધી પહોંચાડાઈ હોવાની આશંકા
* આંતરરાષ્ટ્રીય ક્રાઈમ સિન્ડિકેટ સાથે સંકળાયેલું મોટું મોડ્યુલ સક્રિય હોવાની દિશામાં તપાસ

હવે આગળ શું?

* એન.આઈ.એ. સહિત કેન્દ્રીય એજન્સીઓ તપાસમાં જોડાય તેવી શક્યતા
* આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો એક્સચેન્જ અને ડિજિટલ ટ્રેલનું વિશ્લેષણ શરૂ
* વધુ બેન્ક એકાઉન્ટ, વોલેટ અને વિદેશી કનેક્શન શોધાશે
* આતંકી ફંડિંગ રોકવા સાયબર મોનિટરિંગ વધુ કડક બનશે

 

You Might Also Like

વાહનોની નંબર પ્લેટમાં સ્નેપ લોક ફરજીયાત

આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખવા આદેશ

મેડિકલ કોલેજોમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઇનેબલિંગ યુનિટ સ્થાપવા આદેશ

ભારે વરસાદથી પ્રભાવિત થયેલા જિલ્લાની શાળાઓમાં નિ:શુલ્ક પાઠય પુસ્તકો અપાશે

 પતિના મૃત્યુ બાદ છુટાછેડાનો આદેશ રદ કરી પત્નીને વિધવાનો દરજ્જો અપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો ગાંજો મળી આવ્યો
ગુજરાતરાજકોટ

જેતલસર પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂ.2.65 લાખનો ગાંજો મળી આવ્યો

Editor By Editor 37 minutes ago
વિરપરની સીમમાં ધમધમતી જુગાર કલબ પર SMC નો દરોડો,11 શખ્સો ઝડપાયા
જેતપુર-દેરડી ઓવરબ્રિજ PGVCLની બેદરકારીના લીધે અટવાયો :  જનતામાં ભારે રોષ
વોર્ડ નં.૧૨-૧૫માં કામ મંજૂર થતાં કોર્પોરેટરે નિર્ણયને આવકાર્યો
BAPS સ્વામિનારાયણ મંદિરે ગુરૂ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?