મોરબીની યુવતી સાથે સ્નેપચેટમાં મિત્રતા કેળવી રાજકોટના યુવાનનું દુષ્કર્મ
ન્યુઝ ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ
અગ્ર ગુજરાત, મોરબી
મોરબીની એક યુવતીએ સોશિયલ મીડિયા મારફતે પરિચયમાં આવેલા યુવક સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્નેપચેટ પર મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપી રાજકોટ લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો અને ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ ગુજાર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતી યુવતીએ આરોપી સોહીલ ફિરોઝખાન પઠાણ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદી સાથે સ્નેપચેટ એપ્લીકેશનમાં કોન્ટેક્ટ કરી ફરીયાદીને મોરબીમાં અવાર નવાર મળવા આવી સારી સારી વાતો કરી ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી આયુષ હોસ્પિટલ પાસેથી આરોપીએ અપહરણ કરી આરોપીએ તેના રહેણાંક મકાને લઇ જઈ બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધી ન્યુડ ફોટા પાડી, અને તુ હવે મારા ઘરેથી કયાંય જઈશ તો હું તારા ફોટા વાઈ રલ કરી દઇશ તેમજ આ બાબતની કોઈને જાણ કરીશ તો તને જીવતી નહી છોડુ તારુ ગળુ દબાવીને મારી નાખીશ તેમ ધ મકી તેમજ ફરીયાદિને જાતી પ્રત્યે હડધુત કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો ભારતીય ન્યાય સહીંતની કલમ ૧૯, ૬૪(૨)(એમ), ૧૩૭(૨), ૩૫૧(૧), ૩૫૧(૩) તથા એટ્રોસીટી એકટ કલ૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૨)(૫-એ), ૩(૨)(૫) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


