By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    8 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  કોડીનારના દેવલપુરમાં પ્રેમલગ્ન કરનાર યુવાને જ પત્નીની 3 માસમાં હત્યા કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

 કોડીનારના દેવલપુરમાં પ્રેમલગ્ન કરનાર યુવાને જ પત્નીની 3 માસમાં હત્યા કરી

Editor
Last updated: 2026/05/27 at 3:54 PM
3 days ago
Share
 કોડીનારના દેવલપુરમાં પ્રેમલગ્ન કરનાર યુવાને જ પત્નીની 3 માસમાં હત્યા કરી
SHARE

 કોડીનારના દેવલપુરમાં પ્રેમલગ્ન કરનાર યુવાને જ પત્નીની 3 માસમાં હત્યા કરી

 જમવા બાબતે ઝગડો થતાં દોરી વડે ટૂંપો આપી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યાની કબૂલાત

 

અગ્ર ગુજરાત, કોડીનાર

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવલપુર ગામમાં બે દિવસ પહેલાં બનેલી એક મહિલાના મોતના મામલામાં એક ચોંકાવનારો અને કંપારી છૂટી જાય તેવો ખુલાસો સામે આવ્યો છે. શરૂઆતમાં જે ઘટનાને આત્મહત્યા ગણાવવામાં આવી રહી હતી, તે હકીકતમાં એક ક્રૂર હત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પત્નીએ ગળાફાંસો ખાધો હોવાનો દાવો કરનાર પતિ જ તેનો અસલી હત્યારો નીકળ્યો છે.

મળતી માહિતી મુજબ, મૃતક મહિલા રાધિકાના લગ્ન આજથી ત્રણેક મહિના પહેલાં ગામના જ રવિ બાલુભાઈ સોલંકી સાથે થયા હતા. સ્થાનિક સ્તરે થતી ચર્ચાઓ મુજબ, આ બંને એકબીજાને પસંદ કરતા હતા અને ત્યાર બાદ જ તેમણે પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા. જોકે, કોઈને અંદાજ નહોતો કે પ્રેમલગ્નનો આ અંજામ આટલો ભયાનક અને ટૂંકો હશે.

લગ્નના હજી માંડ ત્રણ મહિના પૂરા થયા હતા ત્યાં 25 મે, 2026ના રોજ સવારે રવિ સોલંકીએ પરિવારજનોને જણાવ્યું કે રાધિકાએ ગળાફાંસો ખાઈ લીધો છે અને પોતે જ તેના મૃતદેહને નીચે ઉતાર્યો છે. પ્રથમ દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો લાગતો હતો, પરંતુ સત્ય કંઈક અલગ જ હતું.

રાધિકાના શંકાસ્પદ મોત બાદ મૃતદેહને તાત્કાલિક કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટર અને પોલીસે ગળા પરના નિશાન જોતા જ શંકા ઊભી થઈ હતી. આત્મહત્યા અને ટૂંપો આપીને હત્યા કરવાના નિશાનોમાં તફાવત હોવાના કારણે, પોલીસે ઊંડાણપૂર્વકની વૈજ્ઞાનિક તપાસ માટે મૃતદેહને જામનગર FSL ખાતે મોકલવાનો નિર્ણય કર્યો હતો.

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોડીનાર પોલીસના હેડ કોન્સ્ટેબલ દિનેશ પરમાર, ASI સહદેવસિંહ તેમજ સર્વેલન્સ ટીમ દ્વારા દેવલપુર ગામમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ગામના અલગ-અલગ લોકોના નિવેદનો લીધા અને શંકાસ્પદ જણાતા મૃતકના પતિ રવિ સોલંકીની ક્રોસ પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસની આકરી અને આગવી ઢબે થયેલી પૂછપરછ સામે આરોપી રવિ લાંબો સમય ટકી શક્યો નહીં અને આખરે તે ભાંગી પડ્યો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેણે જ પોતાની પત્ની રાધિકાની દોરી વડે ફાંસો આપીને હત્યા કરી હતી.

આરોપી રવિએ ગુનાની કબૂલાત કરતા જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી પતિ-પત્ની વચ્ચે જમવા બાબતે નાનો-મોટો વિવાદ ચાલી રહ્યો હતો. 24 મેની રાત્રે જ્યારે બંને પોતાના બેડરૂમમાં હતા, ત્યારે ફરી આ જ બાબતે ઝઘડો ઉગ્ર બન્યો હતો. આવેશમાં આવીને રવિએ રૂમમાં રહેલી દોરી વડે રાધિકાને ફાંસો આપી દીધો હતો, જેના કારણે ગૂંગળામણ થવાથી તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

જોકે જામનગર ખાતેથી પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ આવવાનો હજુ બાકી છે, પરંતુ આરોપી પતિએ પોતે જ ગુનાની કબૂલાત કરી લેતા કોડીનાર પોલીસે રવિ બાલુભાઈ સોલંકીની સત્તાવાર ધરપકડ કરી લીધી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર ત્રણ મહિનાના ટૂંકા લગ્નજીવનનો આ રીતે કરુણ અંત આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

You Might Also Like

ગીર સોમનાથ જિલ્લામાં તા૨૯ અને તા.3૦ આહિરાણી બિઝનેસ એકસ્પો

તાલાલાના યુવાને હથિયાર સાથે પોસ્ટ મુકતા ધરપકડ, સાંસદ પુત્ર સામે આખ મિચામણા

સોમનાથમાંથી પરપ્રાંતીય યુવકને દેશી પિસ્તોલ-કાર્ટુસ સાથે ઝડપી લીધો

સોમનાથના દરિયામાં સોલાપુરના ત્રણ દર્શનાર્થી યુવાન ડૂબ્યા, બેનો બચાવ

વેરાવળના ગોવિંદપરામાં મનરેગમાં પાકિસ્તાનમાં વસવાટ કરતા લોકોના નામે જોબકાર્ડ બનાવી કૌભાંડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ
રાજકોટ

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

Editor By Editor 7 hours ago
મોબાઈલ જોઈએ તો 1000 આપો…કહી માલિકોને જ ધમકાવતો ખાનદાની ચોર ઝડપાયો
વલ્લભીપુરના પાટણા (ભાલ) હાઈવે પર બસ સ્ટેન્ડના અભાવે મુસાફરો બેહાલ
મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા બાકોર ખાતે ૧૭૮ વિદ્યાર્થિઓ માટે સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) સમર કેમ્પનું સફળ આયોજન કરાયું
ટીલાળા ચોકમાં પાઈપલાઈનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો થયો બગાડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?