By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: હેલેન્ડા પાસે પદયાત્રા સંઘ પર ટ્રક ફળી વળતા બે મહિલાના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

હેલેન્ડા પાસે પદયાત્રા સંઘ પર ટ્રક ફળી વળતા બે મહિલાના મોત

Editor
Last updated: 2026/06/08 at 3:57 PM
1 day ago
Share
હેલેન્ડા પાસે પદયાત્રા સંઘ પર ટ્રક ફળી વળતા બે મહિલાના મોત
SHARE

હેલેન્ડા પાસે પદયાત્રા સંઘ પર ટ્રક ફળી વળતા બે મહિલાના મોત

માનતા પૂરી કરવા બળધોઈના સુરાપુરા દાદાના મંદિરે પગપાળા જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત ; બે ઘાયલ સારવાર હેઠળ, ટ્રક ચાલક ઝડપાયો

અગ્ર ગુજરાત, રાજકોટ

ધાર્મિક માનતા પૂર્ણ કરવા માટે પરિવાર સાથે પદયાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓ માટે રવિવારની વહેલી સવાર કરૂણ સાબિત થઈ હતી. રાજકોટ નજીક હલેન્ડા ગામ પાસે પૂરપાટ ઝડપે દોડી આવેલા ટ્રકે રોડની બાજુમાં ઉભેલા પદયાત્રીઓને હડફેટે લેતા બે મહિલાના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માતના પગલે મૃતકોના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટના બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો, પરંતુ પોલીસની કાર્યવાહી દરમિયાન તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
મળતી વિગતો મુજબ, લોઠડા ગામના એક પરિવારની ધાર્મિક માનતા હોવાથી તેઓ બળધોઈ ગામ ખાતે આવેલા સુરાપુરા દાદાના મંદિરે પગપાળા દર્શન કરવા માટે નીકળ્યા હતા. પરિવારના કુલ આઠ સભ્યો મોડી રાત્રે યાત્રા શરૂ કરીને મંદિર તરફ આગળ વધી રહ્યા હતા. તેમની સાથે કેટલાક સગા-સંબંધીઓ બાઈક પર પણ સહયોગ માટે ચાલી રહ્યા હતા જેથી પદયાત્રા દરમિયાન જરૂરી મદદ મળી રહે.
યાત્રા દરમિયાન ગોંડલ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય કિરણબેન શૈલેષભાઈ ધોરિયા તથા રાજકોટ તાલુકાના મકનસર ગામના 35 વર્ષીય ભાનુબેન લક્ષ્મણભાઈ ચીરોડીયા પણ પરિવાર સાથે જોડાયા હતા. લાંબી પદયાત્રાના કારણે વહેલી સવારે કેટલાક સભ્યોને થાક અને તરસ લાગતા હલેન્ડા ગામ નજીક આવેલી માટેલ હોટલ પાસે તેઓ થોડો વિરામ લેવા માટે ઉભા રહ્યા હતા.
પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ કિરણબેન, ભાનુબેન તેમજ ભાનુબેનના પતિ લક્ષ્મણભાઈ સહિત કેટલાક લોકો રોડની સાઈડમાં ઉભા રહીને આરામ કરી રહ્યા હતા. લગભગ દસથી પંદર મિનિટના વિરામ બાદ તેઓ ફરીથી યાત્રા શરૂ કરવાની તૈયારીમાં હતા. તે દરમિયાન અચાનક એક ટ્રક અત્યંત ઝડપે ત્યાં આવી પહોંચ્યો અને રોડની બાજુમાં ઉભેલા લોકોને સીધી ટક્કર મારી દીધી.
અકસ્માત એટલો ગંભીર હતો કે કિરણબેન અને ભાનુબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર અન્ય પરિવારજનો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ બંને મહિલાઓને મૃત જાહેર કરી હતી. અકસ્માતમાં કિરણબેનના પતિ શૈલેષભાઈ સહિત બે લોકોને ઈજાઓ પહોંચી હતી, જેઓની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક કિરણબેન ધોરિયાના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના અચાનક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બીજી તરફ ભાનુબેન ચીરોડીયાના પરિવારમાં બે પુત્રીઓ અને એક પુત્ર છે. એક જ અકસ્માતમાં બે મહિલાના મોત થતાં બંને પરિવારોમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું છે. સગા-સંબંધીઓ અને ગામલોકો હોસ્પિટલ તથા મૃતકોના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા.
અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને પુરાવા એકત્ર કર્યા હતા અને ટ્રક ચાલકને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપી તપાસના પગલે ફરાર થયેલા ચાલકને બાદમાં શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ ટ્રકની વધુ ઝડપ અને બેદરકારીપૂર્વકનું ડ્રાઇવિંગ અકસ્માતનું કારણ બની શકે છે. જોકે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે. અકસ્માતને લઈને પરિવારજનોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. ધાર્મિક શ્રદ્ધા અને વિશ્વાસ સાથે નીકળેલી પદયાત્રા વચ્ચે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માનતા પૂર્ણ કરવા માટે નીકળેલા પરિવારના સભ્યોને ખબર પણ ન હતી કે થોડા જ પળોમાં ખુશીભરી યાત્રા દુઃખદ ઘટનામાં ફેરવાઈ જશે. બે મહિલાના અકાળ અવસાનથી તેમના પરિવારો ઉપરાંત સંબંધીઓ અને ઓળખીતાઓમાં પણ ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

You Might Also Like

ચોમાસામાં જ ૭૯૨ કવાર્ટર ધારકોને ખાલી કરવા નોટીસ

અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ

સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી

ભેળસેળીયા બેફામ : ક્રિષ્ના ભંડારના અશુધ્ધ ઘીનો વેપલો

હિરાસર હવાઇ મથક પર મોટુ હોનારત ટળ્યુ, બર્ડ હિટ થતાં ફલાઇટનું લેન્ડિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાદગી અને નમ્રતાનું ઉન્નત શિખર શિખર : ‘પદ્મશ્રી’ પુરસ્કૃત વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર
લેખક

સાદગી અને નમ્રતાનું ઉન્નત શિખર શિખર : ‘પદ્મશ્રી’ પુરસ્કૃત વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર

Editor By Editor 3 days ago
પે એન્ડ પાર્કીંગમાંથી મુક્તિ મળવાના સંકેત
મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ બે દિવસ દિલ્હીમાં, વિવિધ મુદ્દે ચર્ચા
જસદણમાં ટ્રાવેલ્સ સંચાલકને રેન્જ આઈજીની ટીમે ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપ્યો
વર્લ્ડ ક્લાસ સ્ટેશનો, સેમી હાઈસ્પીડ ટ્રેન અને મુસાફર સુવિધાઓના નવા યુગની શરૂઆત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?