- ઈઝરાયેલની સેના સંભવિત મિસાઈલ હુમલા સામે એલર્ટ
- રાતા સમુદ્ર વિસ્તારમાં ડ્રોન હુમલાને અટકાવતી સેના
- યુએસ સૈન્ય દ્વારા પણ મિસાઇલો અને ડ્રોનને તોડી પડાયા
યમનમાં ઇરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા વારંવાર મિસાઇલ અને ડ્રોન હુમલા બાદ ઇઝરાયેલે બુધવારે લાલ સમુદ્ર વિસ્તારમાં તેની નૌકાદળની હાજરીને મજબૂત બનાવી છે. આ મામલે ઇઝરાયેલનાં સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે મિસાઇલ બોટને પરિસ્થિતિના મૂલ્યાંકન અનુસાર અને પ્રદેશમાં વધેલા સંરક્ષણ પ્રયાસોના ભાગ રૂપે તૈનાત કરવામાં આવી છે.
આતંકી જૂથ પાસે અત્યાધુનિક મિસાઈલો
ઇઝરાયેલની એરો એર-ડિફેન્સ સિસ્ટમે “રેડ સી વિસ્તારમાં” યહૂદી રાજ્ય પર છોડવામાં આવેલી મિસાઇલને અટકાવી હતી. હુથી ચળવળનાં સત્તાવાર જૂથે પુષ્ટિ કરી હતી કે આતંકવાદી જૂથે ઇઝરાયેલ પર બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલો તેમજ ડ્રોન લોન્ચ કર્યા હતા. ઈઝરાયેલની ડિફેન્સ ફોર્સે ઇઝરાયેલની દક્ષિણે આવેલા શહેર ઇલાત નજીક મિસાઈલ એટેકનાં જોખમને અટકાવ્યું હતું.
ઈઝરાયેલે અટકાવ્યો હવાઈ હુમલો
ઈઝરાયેલની સેના પાસે હુથી હુમલાઓ સામે રક્ષણ કરવા માટે લાલ સમુદ્રના વિસ્તારમાં હવાઈ સંરક્ષણના બહુવિધ સ્તરો ઉપલબ્ધ છે. IDF એ જણાવ્યું હતું કે એક લડાયક જેટે લાલ સમુદ્ર પર “હવાઈ ખતરો” અટકાવ્યો હતો. જે સિનાઈ દ્વીપકલ્પમાં ઇજિપ્તના રિસોર્ટ ટાઉન તાબા પર ડ્રોન હુમલાના ગણતરીનાં કલાકો પછી આવ્યો હતો. આ હવાઈ હુમલામાં છ લોકો ઘાયલ થયા હતા.
યુએસની કાર્યવાહી
યુએસ નૌકાદળના વિનાશક યુએસએસ કાર્ને દ્વારા 19 ઑક્ટોબરના રોજ યમનમાંથી મિસાઇલો અને ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતાં. અમેરિકન સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મિસાઈલો અને ડ્રોન ઇઝરાયલને લક્ષ્યમાં રાખીને હુમલો કરવાની શક્યતા હતી.


