- તાઈવાનના ભૂ-વિસ્તારમાં ચીનની લાલ નજર
- ડ્રેગને 43 ફાઈટર પ્લેન અને 7 નૌકા જહાજો મોકલ્યા
- તાઇવાન એક સ્વ-શાસિત ટાપુ છે જેનાથી ચીન નાખૂશ
ચીન ભૂ-વિસ્તાર વધારવા માટે કોઇ પણ દેશ સામે કૂટનીતિ ખેલ રમે છે. તેવામાં હવે ડ્રેગને તાઇવાનમાં ઘૂસણખોરી કરી છે. તાઈવાને બુધવારે કહ્યું કે ચીને તેની સરહદ નજીક 43 ફાઈટર પ્લેન અને સાત નૌકા જહાજો સાથે ઘૂસણખોરી કરી છે.
ચીને તાઈવાન પર દબાણ લાવવાની પોતાની રણનીતિમાં કોઈ કમી લીધી નથી. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ચીને બુધવારે સવારે 6 વાગ્યે સમાપ્ત થયેલા 24 કલાકના સમયગાળા દરમિયાન આ ફાઇટર પ્લેન અને નૌકા જહાજોને તેની સરહદ તરફ મોકલ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે તેમાંથી 37 વિમાનોએ તાઇવાન સ્ટ્રેટમાં મધ્ય રેખાને પાર કરી હતી, જેને ચીન બિનસત્તાવાર સરહદ માનતું નથી.
ચીનના ફાયટર વિમાનની આ ઘૂસણખોરી સાથે તાઈવાને તેના ફાઈટર પ્લેન અને નૌકાદળના જહાજો મોકલ્યા અને મિસાઈલ સિસ્ટમને એક્ટિવેટ કરી દીધી હતી. ઓગસ્ટ 2022માં US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના તત્કાલીન સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાત બાદથી ચીન આક્રમક વલણ અપનાવી રહ્યું છે. ચીને તાઈવાનની મુલાકાત પર નારાજગી દર્શાવવા માટે અમેરિકા સાથે સૈન્ય વાતચીત સ્થગિત કરી દીધી હતી. તાઇવાન એક સ્વ-શાસિત ટાપુ છે જેનો ચીન ભાગ માને છે. ચીને કહ્યું છે કે જો જરૂર પડશે તો તે તાઈવાનને બળ વડે પોતાના નિયંત્રણમાં લાવી શકે છે.


