- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી કરાવ્યા બાદ ખોલાઈ બોર્ડર
- હવે વિદેશી નાગરિકોને અપાઈ એન્ટ્રી
- રફા બોર્ડર પરથી વિવિધ દેશોની સહાય ગાઝામાં મોકલાઈ
ઈઝરાયેલ-હમાસ યુદ્ધના 27મા દિવસે પણ મહાજંગ યથાવત છે. યુદ્ધ વચ્ચે ગાઝામાં ફસાયેલા વિદેશી નાગરિકોને રાહત પાણી છે. અત્યાર સુધી ગાઝામાં માનવીય સહાયતા માટે રફા બોર્ડરખોલવામાં આવી હતી, હવે આ બોર્ડર પરથી ગાઝામાં ફસાયેલ વિદેશી નાગરિકોની પ્રથમ બેંચ ઈજિપ્ત પહોંચી છે. આ બેંચમાં મહિલાઓ, વૃદ્ધો, બાળકો સહિત યુવાઓ પણ સામેલ છે.
યુદ્ધ શરૂ થયા બાદ ઈજિપ્તે પ્રથમવાર લોકો માટે રફા બોર્ડર ખોલી પોતાના દેશમાં પ્રવેશની મંજૂરી આપી છે. જાણવા મળી રહ્યુ છે કે, રફા સરહદ ઈજિપ્ત અને ગાઝા પટ્ટી વચ્ચે એકમાત્ર ક્રોસિંગ પોઈન્ટ છે. આ સરહદ પરથી ગાઝાથી ઈજિપ્ત અને ઈજિપ્તથી ગાઝા સરળતાથી આવન-જાવન કરી શકાય છે. યુદ્ધ શરૂ થયા બાદ ઈજિપ્તે રફા સરહદ પર લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે રફા બોર્ડર પરથી વિવિધ દેશોની સહાય ગાઝામાં મોકલાઈ રહી છે.
યુદ્ધની સ્થિતિને લઇ સમજુતી હેઠળ કતાર અને અમેરિકાએ ઈજિપ્ત, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી કરી છે. સમજુતી હેઠળ ગાઝામાંથી મર્યાદિત લોકોને કાઢવાની મંજૂરી અપાઈ છે. સૂત્રોના દાવા મુજબ સમજુતી મુજબ માત્ર વિદેશી પાસપોર્ટ ધરાવતા લોકો અને ગંભીર ઈજાગ્રસ્તોને જ બોર્ડર ક્રોસ કરવાની મંજૂરી અપાશે. જોકે કેટલા લોકોને ગાઝામાંથી બહાર કાઢવામાં આવશે તેને લઇ કોઇ માહિતી સામે આવી નથી.


