રાજુલામાં મહોરમ પૂર્વે ‘કોમી એકતા સ્નેહમિલન’ કાર્યક્રમ યોજાયો
હિન્દુ-મુસ્લિમ સમાજની ભાઇચારાની અનોખી મિસાલ
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલીના રાજુલા શહેર વર્ષોથી કોમી એકતાનું પ્રતીક રહ્યું છે. ત્યારે મહોરમ પર્વની પૂર્વે રાત્રિએ રાજુલા શહેરના હુસેની ચોક સલાટવાડા વિસ્તારમાં મસોરમની પૂર્વે રાત્રીએ ભવ્ય કોમી એકતા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા રાજુલા શહેરમાં કાયમી ધોરણે કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે બાબતે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજુલા એક એવું શહેર છે જ્યાં બંને સમાજ ખભેખભા મિલાવીને રહે છે. આગામી મહોરમ પર્વની પણ એકદમ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તેવી લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી. સાથે જ બંને સમાજ સાથે મળીને સેવાકીય કાર્યોને વધુ વેગ આપે તે માટે વક્તવ્ય આપ્યું હતું. આ ભવ્ય આયોજનમાં આખરી મંજિલ કમિટી, અલ હુસૈની યંગ કમિટી, અલી ગ્રુપ કમિટી, યાદે હુસૈન તાજીયા કમિટી તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર, પીઆઇ વીજય કોલાદરા, બકુલભાઇ વોરા, રવુભાઇ ખુમાણ, સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઇ જોખિયા, રાજુભાઇ જોખીયા, ઇરાફાનભાઇ ગોરી, મોસીનભાઇ પઠાણ, ઇસાભાઇ જોખીયા, આસીકભાઇ મુની, સીરાજભાઇ લાખાણી, સુલ્તાનભાઇ માસ્તર, માસુમભાઇ કમાણી, નાસીરભાઇ જમાણી, આરીફભાઇ ઝૈન, કાળુબાપુ, જીગ્નેશભાઇ ત્રિવેદી, રાજેશભાઇ જાખરા, પરાગભાઇ જોશી, વીજયભાઇ વાઘ, છત્રજીતભાઇ ધાખડા, સમીરભાઇ કનોજીયા, રામભાઇ(દુધવાળા) તેમજ હિન્દુ- મુસ્લિમ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. રાજુલાની આ અનોખી પરંપરાની આસપાસના વિસ્તારોમાં પણ ભારે પ્રશંસા થઈ રહી છે. કારણ કે અહીં હિન્દુ સમાજના તહેવારોમાં મુસ્લિમ સમાજ દ્વારા પાણી અને નાસ્તાના વિનામૂલ્યે સ્ટોલ લગાવવામાં આવે છે તો મુસ્લિમ સમાજના પર્વમાં હિન્દુ સમાજ દ્વારા સહયોગ આપે છે. આ સ્નેહમિલન કાર્યક્રમે રાજુલાની આ ભાઈચારાની નીતિને વધુ મજબૂત કરી છે.


