માંગરોળના હુસેનાબાદ પાસે ટ્રક ચાલકે ત્રણ બાઈકો નો કચ્ચરઘાણ વાળ્યો, એકનું મોત અનેક
ગંભીર રીતે ઘાયલ લોકોને સારવારમાં ખસેડાયો
અગ્ર ગુજરાત, માંગરોળ
માંગરોળના હુસેનાબાદ નદી નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બેફામ ગતિએ આવી રહેલા ટ્રક ચાલકે નિયંત્રણ ગુમાવતા 2 થી 3 બાઇકોને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી ચાલી રહી છે. વેરાવળના એક માછલાના વેપારીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.


