By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ

Editor
Last updated: 2026/07/01 at 1:44 PM
2 hours ago
Share
કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
SHARE

કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ

રામ, કૃષ્ણ, શિવ સહજ આનંદ રૂપ છે

જયાં જવાતું હોય ત્યાં જ જવાય, જયાં ત્યાં ન જવાય!

કેટલીક વાતો જીવવાની હોય છે, સમજવાની નથી હોતી!

 

પરમ પાવની મા ગંગાના તટ પર, હરિદ્વારની તીર્થભૂમિ પર ગઇકાલથી પ્રિય મોરારિબાપુની રામકથા ‘માનસ અમૃતમગમય’નો શુભ-મંગલ પ્રારંભ થયો હતો. કથાના કેન્દ્રીય વિષય માટે માનસના બાલકાંડ અને અયોધ્યાકાંડની આ ચોપાઇઓ કેન્દ્રમાં છે…

માગુ માગુ બર, ભૈ નભ બાની,

પરમ ગંભીર કૃપામૃત સાની,

પાવા પરમતત્વ જનુ જોગી,

અમૃત લહેઉ જનુ અંતત રોગી,

સેવહિ અરહુ કલપતરૂ ત્યાગી,

પરિહરિ અમૃત લેહિ બિષુ ભાગી,

પ્રથમ દિવસની કથાના પ્રેમસંવાદમાં બાપુએ જણાવ્યું હતું કે પરમ પાવની મા ગંગાના તટ પર ફરી આપણે સૌ પરમાત્માની પરમ અહેતુકૃપાથી રામકથાનું અનુષ્ઠાન ગન કરવા જઇ રહ્યા છીએ. ત્યારે આ સાત દિકરીઓ (ધોળકીયા પરિવાર)નો મનોરથ છે, ગયા વર્ષે ઋષિકેશની કથા પણ આ બહેનો થકી જ યોજાઇ હતી. ત્યારે કૈલાસ આશ્રમના પીઠાધીશ વિષ્ણુદેવાનંદગિરીજી મહારાજ અને સદગુરૂ ત્રિભુવનદાદાનું સ્મરણ હતું. આ વખતે ‘માનસ અમૃતમગમય’ વિષયને કેન્દ્રમાં રાખીને રામકથા ગાન કરીશું. મારી ખૂબ જ પ્રસન્નતા છે. બાપ, સમુદ્રમંથન વખતે ચૈદ રત્નો મળેલા એમ મને રામચરિત માનસમાંથી ચૌદ અમૃત મળ્યાં છે. એ ચૌદ અમૃત કયાં-કયાં? આપણે આ નવ દિવસએનો સંવાદ કરીશું.

આપણા શાસ્ત્રોમાં વકતા અને શ્રોતાના લક્ષ્ણો બતાવ્યાં છે. શ્રોતા કેવો હોવો જોઇએ અને વકતા પણ કેવો હોવો જોઇએ એની ચર્ચા ભાગવદ, માનસ વગેરે ગ્રંથોમાં થઇ છે. શ્રોતાના લક્ષ્ણો (૧) ઉચ્ચેશ્રવા-સમુદ્ર મંથન સમયે એક ઘોડો નીકળેલો, એ ઘોડાનું નામ હતું ઉચ્ચેશ્રવા એટલે કે ઊંચા કાન વાળો ઘોડો. શ્રોતાના કાન ઊંચા રહેવા જોઇએ (૨) વૃધ્ધશ્રવા એટલે જે પરિપકવ થઇને કથા સાંભળે તે વૃધ્ધાશ્રવા શ્રોતા (3) ઉગ્ર શ્રવા એટલે કે અહીં ઉગ્ર એટલે તીવ્રતામય થઇને કથા સાંભળવી (૪) ચક્ષુશ્રવા આંખથી કથા સાંભળવી, આપણી આંખો કાન બની જાય, હું ઘણી વખત કહેતો રહું છું કે આપણે ત્યાં એમ કહેવાય છે કે દિવાલને પણ કાન હોય છે, પણ હવે કાનમાં જ દિવાલ થઇ જાય એવું કહીએ કેમ કે કાનમાં દિવાલ થઇ જાય તો કોઇની નીંદા, ઇર્ષા, દ્વવેષ આપણને સંભળાય નહી! (૫) ભદ્રશ્રવા-આપણી ભદ્રતા ખંડિત ન થાય, ભદ્ર બનીને કથા સાંભળવી, હવે વકતાના પાંચ લક્ષ્ણો, (૧) ઉચ્ચવેદના-હંમેશા સારા ઉચ્ચ વચનો વકતાના મુખમાંથી નીકળવા જોઇએ (૨) ઉગ્રવચના એટલે દરેક શબ્દ અનુભૂતિ સાથે બોલાય (૪) ચક્ષુવચના એટલે વકતાની આંખો બોલે. વાણી તો પછીના ક્રમે આવે પણ વકતાની આંખ પણ બોલતી હોય છે. અધ્યાત્મ જગતમાં આંખોનો મહિમા છે. (૫) ભદ્રવચના એટલે વકતાના મુખથી કયારેય પણ અભદ્ર વચન ન નીકળવા જોઇએ. મહાવીર, બુધ્ધ આદિ જગદગુરૂ શંકરાચાર્ય વગેરે જેવા મહાપુરૂષો, લોકમંગલ માટે હંમેશા ભદ્રવચનો જ બોલ્યા છે.

સાધુ કોણ? જે બધું છોડી, મા-બાપ, ભાઇઓ સંતાનો પરિવાર બધું જ છોડી દે તે સાધુ, અહીં બધુ છોડવાની વાત એટલે કોઇપણ વસ્તુનું મમત્વ છોડી દે પણ મહત્વ ન છોડે એ સાધુ છે. બધું છોડવું એ અર્થમાં છે. સાધુ કોઇપણ વસ્તુમાં મમત્વ ન રાખ, હા, મહત્વ જરૂર રાખે, હવે કથા કરવી તો પૈસાની જરૂર પડે જ પણ પૈસાનું મમત્વ ન હોય, મહત્વ જરૂર હોય, પૈસા હોય તો જ આવી કથા થાય પણ પૈસા માટે કથા ન થવી જોઇએ. સાચો સાધુ એ છે જે કોઇ વસ્તુ પર મમત્વ ન રાખે, પણ એનું મહત્વ હોવું જોઇએ.

વકતા અને શ્રોતા માટે મુખ્ય આ ત્રણ બાબતો હોવી જોઇએ. (૧) પ્રભાવ પાવરફૂલ હોવો જોઇએ, એટલે કે નીજી પ્રભાવ, નીજતાનો પ્રભાવ (૨) એનો સ્વભાવ ‘પુઅર’ (ગરીબ) હોવો જોઇએ અને (3) એનો સદભાવ ‘પ્યોર’ હોવો જોઇએ. આ ત્રણ મુખ્યત્વે વકતા-શ્રોતા બંનેમાં હોવું જોઇએ. પાવરફૂલ, પુઅર અને પ્યોર.

આપણા જગદીશભાઇ ત્રિવેદીએ એક સરસ વાત કરી હતી કે બાપુ, મરવા માટે તો એક જ વખત ઝેર પીવાનું હોય છે, પણ જીવવા માટે તો રોજે રોજ થોડું-થોડું ઝેર પીવાનું હોય છે. જય વસાવડાએ મને હમણા એક સરસ નિરીક્ષણ કીધું કે બાપુ, રાજમહેલમાં જોકર ઘૂસી જાય તો, કોઇપણ ક્ષેત્રમાં જોકરનો પ્રવેશ થાય તો એ ક્ષેત્રને સર્કસ બનાવી દે છે!!!

 

કથારત્નો

(૧) અધ્યાત્મ જગતમાં આંખોનો મોટો મહિમા છે

(૨) કોઇપણ વસ્તુ, બધું છોડી દે, મમત્વ છોડી દે પણ જે તે વસ્તુનું મહત્વ ન છોડે તે સાધુ

(3) દંભ કયારેય પાર્ટ ટાઇમ નથી હોતો, એ કાયમ રહે છે!

You Might Also Like

 મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ

 સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ

હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ

વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ

સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શ્રીનાથજી મંદિર, નાથદ્વારા – આસ્થા, ચમત્કાર અને ઇતિહાસની અદભુત ગાથા.
લેખક

શ્રીનાથજી મંદિર, નાથદ્વારા – આસ્થા, ચમત્કાર અને ઇતિહાસની અદભુત ગાથા.

Editor By Editor 1 day ago
મેંગોપીપલ પરિવારનો શિક્ષણને પ્રોત્સાહન આપતો સેવાયજ્ઞ, જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ
ડ્રગ્સ સામે રાજકોટ પોલીસનો કડક સંકલ્પ, અવેરનેસ મેરેથોનથી યુવાધનને અપાયો જાગૃતિનો સંદેશ
શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા નંબર ૯૯/૧૦૦ માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
મહારાણા પ્રતાપ પ્રા. શાળા ક્ર. ૨૭૨માં ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો : ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?