By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ

Editor
Last updated: 2026/06/17 at 4:52 PM
2 months ago
Share
વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
SHARE

વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ

પ્રત્યેકની ‘મા’ મહાન હોય છે

જ્ઞાનમાં જાણવાનું હોય છે, પ્રેમમાં માનવાનું હોય છે

મનથી રાગ, ચિત્તથી યોગ પણ હૃદયથી અનુરાગ નીકળે છે

 

કેરળના પાટનગર કોચીની ધરતી પર પ્રવાહિત થઇ રહેલી ‘માનસ મૃત્યુલોક’ રામકથાના ચોથા દિવસે, ગઇકાલે કથાનો પ્રેમમય સંવાદ આગળ ધપાવતાં પ્રિય બાપુએ કહ્યું હતું કે એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ તમે મૃત્યુ લોકનો મહિમા ગાવ છો પણ એનો સ્વીકાર નથી થતો તો શું કરવું? જવાબ: મૃત્યુના ઊંડાણને જાણવું એને બાંધવું, મૃત્યુતત્વને ઓળંગી જવું અને એને પી જવું. તમને પુછું કે તમે શ્રીકૃષ્ણને રામને, મહાદેવ-શંકરને પરમાત્મા માનો છો? અને શ્રીકૃષ્ણ તમારે ઘેરે આવે, કોઇપણ સ્વરૂપે કૃષ્ણ તમારે ત્યાં આવે તો એને સ્વીકારો કે નહીં? કૃષ્ણ, રામ, મહાદેવ મૃત્યુ લોકમાં આવ્યા છે. કૃષ્ણ મૃત્યુ છે પણ કૃષ્ણકથા અમૃત્ય (અમૃત) છે, રામજી મૃત્યુ છે, રામકથા અમૃત છે. શંકર મૃત્યુ છે. શિવકથા અમૃત છે. રામ, કૃષ્ણ, મહાદેવને પરમાત્મા માનીએ છીએ આ ત્રણેય પરમાત્મા મૃત્યુ લોક-પૃથ્વીલોકમાં આવ્યા છે.

રૂમી અને કબીર તો કહે છે કે મૃત્યુ એક સુંદર શણગાર સજેલી સ્ત્રી છે, એનું સ્વાગત કરો, એનો સ્વીકાર કરો. એનો સ્વીકાર કરો. મૃત્યુ દુલ્હન છે. અમારે સાધુઓમાં કોઇનું મૃત્યુ થાય તો વાજતે-ગાજતે ગાતાં ગાતાં એને લઇ જવામાં આવે છે. મૃત્યુને મહોત્સવ બનાવો. વિનોબાજી એ કહ્યું છે કે સનાતન વૈદિક ધર્મ માટે આજથી પાંચ હજાર કૃષ્ણએ જે કામ કર્યુ છે. એવું કામ કોઇએ નથી કર્યુ અને એના પછી જગદગુરૂ શંકરાચાર્યજીએ જેટલું જેવું કામ અન્ય કોઇએ નથી કર્યુ. આ કાલડીમાં જન્મેલા આદી શંકરાચાર્યજી ઉત્તરપ્રદેશ જઇ રહ્યાં હતાં. અચાનક એને એની મા યાદ આવી, પાછા ફર્યા, કાલડી આવે છે. માના મૃત્યુની ક્ષણ નજીક છે. શંકરાચાર્યજીનો વિરોધ ખૂબ થયો છે એને નાત બહાર કાઢવામાં આવે છે. કારણ એણે કહેવાતા ધર્મનું પાલન નથી કર્યુ! પંડિતો-કહેવાતા ધર્મગુરૂઓ, વિદ્વવાનોએ શંકરાચાર્યને ખૂબ હેરાન કર્યા છે. કેમ કે શંકરાચાર્યએ બાલ્યાવસ્થાથી સીધી બ્રહ્મચર્યાવસ્થામાં છલાંગ મારી હતી. આઠ વર્ષથી ઉંમરે તો એણે સન્યાસ ગ્રહણ કરી લીધો હતો. માનું મૃત્યુ થયું ત્યારે કોઇપણ વ્યકિત એની પાસે ન્હોતો. વિરોધ કર્યો હતો. લોકોએ શંકરાચાર્યએ એકલા એની માને અગ્નિસંસ્કાર આપ્યો હતો. એમની માતાનું શરીર જાડુ હતું. તો માતાના મૃતદેહના ત્રણ-ત્રણ કટકા કરી પછી એક-એક કટકાના અગ્નિ સંસ્કાર એમણે કર્યા હતાં. આ સ્થિતિ શંકરાચાર્યજીની હતી પણ એણે સર્વનો સ્વીકાર કર્યો, કોઇ ફરિયાદ નથી કરી. જે જે મહાપુરૂષો ઊંચાઇ પર ગયાં છે, સમાજે લોકોએ એનો વિરોધ જ કર્યો છે. નરસિંહ મહેતા, ગાંધીજી, જીસસ આ બધાને લોકોએ ખૂબ જ પજવ્યાં છે પણ એ લોકોએ દુર્ભાવમુકત ચિત્તથી સર્વનો સ્વીકાર જ કર્યો છે. સાધુતાના ચાર લક્ષણો છે. બાપ! સાધુએ જે સર્વનો સ્થિતિ-પરિસ્થિતિનો સ્વીકાર કરે, સાધુ કોઇની સાથે કદી તકરાર ન કરે, અરે! તકદી સાથે પણ એ તકરાર ન કરે, સાધુ સૌને પ્યાર કરે એને ચોથું એ ક્ષણ ક્ષણ ઇશ્વરનો આભાર માને, આ  છે સાધુતા

પ્રેમનું મૂળ કયું? પ્રેમથી પરમાત્મા પ્રગટે છે પણ પ્રેમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધથી, શકિતપાતથી નહીં પણ ભકિતપાત-પ્રેમમાતથી પ્રેમ પ્રગટ થાય છે. મનથી રાગ અને ચિતથી યોગ પ્રગટ થાય છે પણ હૃદયથી અનુરાગ પ્રગટ થાય છે.

કૌશિક મહેતા (પૂર્વ તંત્રી, ફૂલછાબ)એ એક કાવ્ય મોકલ્યું છે..

સુનો, આઓ મૈં તુમ્હે મૃત્યુ સિખાઉં

કોઇ ગુઢ રહસ્ય યા કોઇ શાસ્ત્ર નહીં

બસ ઇસ સફરકા એક અનુભવ સુનાઉ

અરે, મેં કોઇ રજનીશ નહીં હું

ન હી કોઇ જ્ઞાની, ન કોઇ સંન્યાસી હું,

પરહાં જીવન સે મૃત્યુ કી તરફ બઢતે

ઇસ રાહ કા એક અદના પ્રવાસી હું

જો જી લિયા પૂરે હોશ કે સાથ,

ઉસને જીને કા હક્ક પા લિયા

ઔર જિસને અપની હી અર્થી કો

જીતેજી કાંધા દેના સિખ લીયા,

ઉસને મૌત કો ભી અપના મીત બના લીયા

તો આઓ ઇસ સફર કે પડાવ પર બૈઠે

થોડી ધૂપ સમેટે, થોડી છાંહ બાંટ લે

મેં રજનીશ તો નહીં પર એક રાહી હું

આઓ ઇસ વિદાય કી કલાકો સાથ કાટ લે

 

કથારત્નો

(૧) આંધળુ, અપંગ લોભીયું દેવલોકનું વૃક્ષ!

મારા સંત તો દયાળુ ને દેખતા જેનો ઉદારતાનો પક્ષ, કલ્પતર, કી મહિમા યહી, જો માંગે વો હી દેત! સદગુરૂ સંત અનુપ ભલા, બીન માંગે બહુ દેત! – અનુભાઇ હરિયાણી

(૨) છોડના ચાહો તો કમજોરીયાં મુજ મેં બહોત હૈ,

મગર દેખો તો ખુબીયાં ભી મુજ મેં બહોત હૈ!

(3) મૃત્યુલોક પાઠશાળા છે અને એનાં ત્રણ સૂત્રો : સત્ય, પ્રેમ, કરૂણા

(૪) વ્યાસપીઠ વકતાઓની જીવનપીઠ છે, આ ન હોત તો અમે મરી જાત!

(૫) દુર્ભાવમુકત ચિત્તથી સર્વનો સ્વીકાર એ સાધુતા છે

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મનપાને ગળે ઘૂટડો ઉતર્યો, ૨૦૦ML બોટલનો ભાવ રૂ.3.૫૦ નક્કી કરાયો
ગુજરાતરાજકોટ

 મનપાને ગળે ઘૂટડો ઉતર્યો, ૨૦૦ML બોટલનો ભાવ રૂ.3.૫૦ નક્કી કરાયો

Editor By Editor 3 days ago
રાજુલા-જાફરાબાદ પંથકમાં ધીમીધારે વરસાદ: વાતાવરણમાં ઠંડક પ્રસરી
લગ્નના વચનો આપી ત્યક્તા પર વારંવાર દુષ્કર્મ, શાપરમાં યુવક ઝડપાયો
ગોંડલ શાક માર્કેટમાં ટ્રાફિક અને રોમિયોગીરીના ત્રાસ સામે તંત્ર લાલઘૂમ
સ્ટાફની અછત વચ્ચે શિક્ષકોને ફ્લડ કંટ્રોલની ડ્યુટી સોંપતા નારાજગી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?