By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 day ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    3 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ

Editor
Last updated: 2026/06/18 at 3:42 PM
1 hour ago
Share
હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
SHARE

હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ

માળા વેંચીને કોઈ માલામાલ ન થઈ શકે!

પ્રેમથી થયેલો સત્સંગ સ્વર્ગથી પણ મહાન છે

સત્ય સાધુ, પ્રેમ સાધુ, કરૂણા સાધુ

કોચી (કેરળ)ના વાયુ મ્ંડળમાં પ્રવાહિત થઈ રહેલી રામકથા ‘માનસ મૃત્યુલોક’ ગઈકાલે-બુધવારે-પાંચમા દિવસના શુભ મંગલ પડાવ પર પહોંચી હતી. કથાનો પ્રેમમય સંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ જણાવ્યું કે ગઈકાલે સાંજે પ્રેમસભામાં ખૂબ આનંદ આવ્યો. સૌ કલાકારો-સર્જકોએ પોતાની કલા પ્રસ્તુત કરી એની પ્રસન્નતા છે. કથાના પ્રારંભે ડો.ભદ્રાયુ વચ્છરાજાની અને ડો.નિતીન વડગામા સંકલિત રામકથાની પુસ્તિકા વ્યાસપીઠને બ્રહ્માર્પણ થઈ હતી. ડો.ભદ્રાયુ વચ્છરાજાનીએ ઓશોના જીવન વિશે જન્મભૂમિ જૂથના અખબારોમાં જે કોલમ લખેલી એ ‘ઓશોની આરપાર’ પુસ્તકરૂપે પ્રગટ થઈ છે અને વ્યાસપીઠ પ્રિય બાપુના શુભહસ્તે બ્રહ્માર્પિત થઈ હતી. બાપુની રામકથાઓનું સંકલન કરતા ડો.નીતિન વડગામાએ પેરિસની ભૂમિ પર અગાઉ યોજાયેલી ‘માનસરૂદ્રાભિષેક’ રામકથાના સાર દોહનની પુસ્તિકા ‘રામકથા’ પણ વ્યાસપીઠને અર્પણ થઈ હતી.
પ્રસન્નતા અને પ્રશાંત ચિત્તથી કથા સંવાદ સાંભળો, પ્રત્યેક પળને સજાવો, મૃત્યુલોક જીવવા જેવો છે. કઠોપનિષદનો એક શ્લોક છે, જે તમે પણ સૌ પ્રેમથી બોલજો:
સ્વર્ગેલોકે ન ભયમ કિંચનાસ્તી ન તત્ર
ત્વમ ન જરયાત્રિભેટી ઉભે તીર્વાસનાયા
કૃપાસે શોકતી લોક મોદતે.
આ શ્લોકમાં સ્વર્ગનું વર્ણન, ઉપનિષદકારે બતાવ્યું છે કહે છે કે સ્વર્ગ લોકમાં ભય નથી, ત્યાં બુઢાપો-ઘડપણ નથી, ત્યાં ભૂખ-તરસ અને શોક નથી. જો સ્વર્ગલોકમાં ભય નથી તો ઈન્દ્ર કેમ કાયમ ભયભીત છે? ચિત્રકૂટમાં ભરતજી રામજીને મળવા જાય છે ત્યારે સ્વર્ગલોકના દેવતાઓ બન્ને ભાઈઓનું મિલન અટકાવવા કૈંક કાવાદાવા-કપટ રચે છે, અરે! ત્યાં સુધી તુલસીદાસજી નોંધે છે કે ચિત્રકૂટમાં તંત્ર પ્રયોગ પણ રચેલા! જ્યારે જ્યારે મૃત્યુલોકમાં કોઈ યજ્ઞ કે શુભકર્મો થતા હોય ત્યારે દેવતાઓ-ઈન્દ્ર વગેરે ભયભીત રહે છે! હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ છે.. આ શ્લોકમાં સ્વર્ગલોકનું વર્ણન છે એના વિશે કૈલાશ પીઠાધીશ પૂ.વિષ્ણુદેવાનંદગિરીજી મહારાજે (મારા દાદા) ખૂબ સુંદર ટિપ્પણી લખી છે એ આપને કહું… સત્સંગથી અધિક કોઈ સ્વર્ગ નથી. સંપર્ક સિમિત છે, સંસર્ગ દિર્ઘજીવી છે પણ સ્વસંસર્ગ અતી મહત્વનો છે. સત્સંગ મૃત્યુલોકમાં જ છે. પ્રેમથી થયેલો સત્સંગ સ્વર્ગથી સ્વર્ગ કરતા પણ મહાન છે. સત્સંગમાં જે સુખ છે તે સ્વર્ગમાં પણ નથી! મૃત્યુલોકમાં સત્સંગ-સ્વસંસર્ગ એ સ્વર્ગ છે.
ટ્રેઈનમાં એક ભાઈ મુસાફીર કરતા હતા તો જ્યાં ઉતરવાનું હતું ત્યાં કોઈ એમને લેવા આવેલા. આ ભાઈ ઉતર્યા તો પરસેવે રેબઝેબ ને, ખૂબ થાકેલા, આંખો સુઝી ગયેલી એવી સ્થીતિમાં હતા તો લેવા આવનાર ભાઈએ પૂછ્યું કે ટ્રેઈનમાં આરામથી આવ્યા તોય કેમ આટલા ત્રસ્ત ને થાકેલા લાગો છો, તબિયત તો સારી છે ને! ત્યારે તૈલા ભાઈએ કીધું કે મને ટ્રેઈનમાં ઉંધી સીટ મળેલી એટલે કે ટ્રેઈન જે દિશામાં જતી હોય એ દિશામાં મારી સીટ ન્હોતી અને મને હંમેશા આવી રીતે ઉંઘી સીટ મળી હોય એમાં ફાવતું નથી એટલે મારી હાલત આવી થઈ છે. તો લેવા આવનાર ભાઈએ કીધું કે-તો સામેની સીટ પર જે મુસાફર બેઠો હોય એને તમારે વિનંતી કરાયને કે ભાઈ, મારી ઉંમર થઈ અને મને આવી તકલીફ છે તો પ્લીઝ, તમારી સીટ પર હું આવી જાવ અને તમે મારી સીટ પર આવી જાઓ. ત્યારે આ બોલ્યો કે-એ સીટ ખાલી હતી! કોને પૂછવું? કોઈ બેઠુંહોય તો પૂંછુને? બાપ, આવી સ્થિતી છે, આપણી, સમાજની, લોકોની!
એક પ્રશ્ન પૂછાયો છે કે, બાપુ સાધુ વિશે ખૂબ લખાય છે, બોલાય છે, તો સાધુની વ્યાખ્યા શું? જવાબ, હું ઘણી વખત કહ્યા જ કરું છું કે આપણે સાચા સાધુના પડછાયાને જ પકડી શકીએ છીએ- બાકી સાધુ એટલે સાધુને હવે કહું કે ‘સત્ય સાધુ, પ્રેમ સાધુ,, કરૂણા સાધુ’

કથા રત્નો
૧) રામનો જન્મ થાય, રામ પ્રગટે છે, રામ દ્રશ્ય થાય અને અદ્રશ્ય પણ થાય
૨) જેનો કોઈ ક્લાસ ન હોય એ કૈલાસની વાતો કરે છે!
3) ‘દોહાવલી રામાયણ’માં તુલસીદાસજી મૃત્યુના પ્રકાર કહે છે: મનોહર મૃત્યુ, ઈચ્છા મૃત્યુ, શ્રેષ્ઠ મૃત્યુ, મહામૃત્યુ વગેરે.
૪) દ્વેષ આવે ત્યારે પૈલો દેશ (હરિનો દેશ) છૂટી જાય છે!
૫) તુમ્હારે હૈ તુમસે દયા માંગતે હૈ, તેરે લાડલો કી દુઆ માંગતે હૈ

ભારત દેશના ભાલે રામકથારૂપી સ્વસ્તિક
પ્રિય બાપુએ આવનારા દિવસોમાં બે રામકથાઓ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, કાલડી (જગદગુરૂ શંકરાચાર્યજીનું જન્મસ્થાન)થી કેદારનાથ રામકથા કરવા જઈ રહ્યા છીએ. આસો નવરાત્રિમાં આ કથાયાત્રાનું ગાન થશે તમે સૌ ટીવીમાં જોજો અને બીજી કથા દ્વારકાથી જગન્નાથની થશે. આપ સૌ આશિર્વાદ આપજો. આ રામકથા દ્વારા ભારત દેશના ભાલે એક સ્વસ્તિક (સાથિઓ) રચવો છે.

You Might Also Like

વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ

સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ

જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ

કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ

મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, સિનિયરોની જૂનીયરો અને તાલિબાની હરકત
ભાવનગર

ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, સિનિયરોની જૂનીયરો અને તાલિબાની હરકત

Editor By Editor 3 hours ago
 મચ્છરોના લારવા મળતા 3૭૧ આસામીઓને નોટીસ, ૨૦૫૬ જેટલા કલોરીન ટેસ્ટ
LRDની પરીક્ષા વિવાદમાં, ઉમેદવાર પાસેથી મોબાઇલ મળ્યો
રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં ૫૦થી વધારે બાળમજૂરોને મુકત કરાવાયા
જેન ઝી, આધ્યાત્મિકતા અને ભવિષ્ય: ટેકનોલોજીના યુગમાં અર્થની શોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?