ગોંડલના મોટા દડવા ગામમાં ચાર માસની પુત્રી સાથે માતાનો આપઘાત
કુવામાં ઝંપલાજી જીવન ટૂંકાવ્યું : પરિવારનો માળો વિખેરાયો : બનાવ શંકાશીલ હોવાની ચર્ચા
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.પરણિતા એ અગમ્ય કારણોસર પોતાની માશુમ પુત્રી સાથે કુવા માં જંપલાવી આપઘાત કર્યો હતો.બનાવ ને પગલે મોટા દડવા માં શોક ની લાગણી ફેલાઇ છે. બનાવ અંગે આટકોટ પોલીસે તપાસ હાથ ધરીછે.
પ્રાપ્ત વિગત મુજબ મોટાદડવા રહેતા અને કડીયાકામ કરી જીવન નિર્વાહ કરી રહેલા અરવિંદભાઈ કાળુભાઇ છાપરા નાં પત્નિ નેહલબેન ઉ.30 તેની પુત્રી દેવાંગી ગત સવારે ઘરે થી ચાલ્યા ગયા હતાં.
તેનાં પતિ અરવિંદભાઈ તથા અન્ય સબંધિઓ એ માતા પુત્રી ની મોડી રાત સુધી શોધખોળ કરી હતી.પરંતુ ક્યાંય મળી આવ્યાં ના હતાં.
દરમિયાન મોટા દડવા નાં રામજી મંદિર નજીક આવેલા કુવા માં માતા પુત્રી નાં મૃતદેહ નજરે પડતા તેમનાં પતિ અરવિંદભાઈ ને જાણ કરાતા દોડી આવેલા અરવિંદભાઈ એ કુવા માં પત્નિ અને માશુમ પુત્રીનાં મૃતદેહ જોતા હતપ્રત બન્યાં હતાં.બનાવ અંગે ગોંડલ ફાયર બ્રિગેડ ને જાણ કરાતા દોડી આવેલી ફાયર ટીમે કુવા નાં પાણી માંથી માતા તથા પુત્રીનાં મૃતદેહ બહાર કાઢ્યા હતા.બનાવ ને પગલે જશદણ નાં એએસપી તથા આટકોટ પોલીસ મોટા દડવા દોડી આવી તપાસ હાથ ધરી હતી.
અરવિંદભાઈ નાં માતાપિતા નું અવસાન થતા તે પત્નિ નેહલબેન તથા પુત્રીનાં પરીવાર સાથે રહેતા હતા.સંતાન માં ચાર વર્ષ ની પુત્રી દેવાંગી એક માત્ર હતી.નેહલબેન નું માવતર ગોંડલ નું ખાંડાધાર છે. પત્નિ અને પુત્રીની અકળ વિદાય થી અરવિંદભાઈ એકલા પડી ગયા છે. કયા કારણોસર માતા એ પુત્રી સાથે આત્મઘાતી પગલું ભર્યુ તે વિગતો જાણવાં પોલીસે તપાસ નાં ચક્રોગતિમાન કર્યા છે.
વ્યસને ગામને બરબાદ કર્યુ : સરપંચ
આ તકે ભુપતભાઇ વાળા એ જણાવ્યું હતું કે મોટાદડવા ગામે આવી ભયકર ઘટના થી હતપ્રત છીએ પરંતુ આ ઘટના પાછળ યુવાધન પાયમાલ થઈ રહ્યું છે વ્યસન માટે યુવાધન કેટલાય ની ઝીંદગી બગાડી મૂકે છે તેમજ બ્લેકમેલ કરી પૈસા કમાવાનો કીમિયો રચી અન્ય લોકોની જિંદગીને પાયમાલ કરી નાખતા હોય છે આ ઘટનામાં આવું જ કઈક જોવા મળી રહ્યું છે જાણવા મળતી વિગતો અનુસાર અરવિંદભાઈ ના ઘરે શંકાસ્પદ યુવાન જો કે પારિવારિક યુવાન પણ હતો પરંતુ પાણી પીવા માટે ગયો પરંતુ ઘરે કોઈ ન હોવાથી શકાશીલ પલંગ ઉપર પાણી પીતો હતો તેવામાં અન્ય યુવાન અંદર આવી પાણી પીતા યુવાન નો વીડિયો લઈ લીધો ત્યારબાદ પૈસાની માંગણી કરી જે કામ પોલીસ તંત્ર નું હતું એ કામ આ યુવાનને પૈસા માટે પારિવારિક શંકાશીલ યુવાન મેં બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરી જો પૈસા નહિ આપે તો આ વીડિયો વાઇરલ કરી મુકીશ અથવા મારા વ્યસન ના પૈસા આપ જો કે આ બાબત યુવાને ના ફરમાવતા અરવિંદભાઈ ને વીડિયો બતાવ્યો અને નેહલબેન ને લાગી આવતા 3 વર્ષની દીકરીનો વિચાર કર્યા વગર વહેલી સવારના ચાર વાગે ગામના કૂવામાં જંપલાવ્યું હતું જો કે એક માત્ર વ્યસન ઘણા કુટુંબ ને વેરવિખેર કરી મૂકે છે ત્યારે મોટાદડવા ગામે વ્યસનના મોટા દુષણ થી અનેક યુવાનો દુરમાર્ગે ચડી ઘરે તો પોતાનો ભાવ ભજવે છે સાથે અનેક શાંતિ સાથે રહેતા લોકોને અશાંતી ઉભી કરી ન કરવા ના કૃત્યો કરી મૂકે છે આ બાબત તટસ્થ તપાસ થાય અન્ય બગડેલા યુવાદ્યનને પોલીસ પાઠ આપે તેવી ગામના સરપંચ તરીકે વિનંતિ કરૂ છું આ સમગ્ર ઘટનાની ઝીણવટથી તપાસ કરવા પોલીસતંત્ર ને મારી અરજ મને વિશ્વાસ છે જો સત્યતાથી તપાસ થશે તો અનેક સમસ્યા ભોગ ગામને નહિ બનવું પડે.


