ગોંડલના ખીજડાવાળા મામાદેવ મંદિરે અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી
વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં ભકતો ઉમટી પડયા
અગ્ર ગુજરાત, ગોંડલ
અષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજના પાવન અવસરે ગોંડલના ભોજરાજપરા-31 ખાતે આવેલા ખીજડાવાળા મામાદેવ મંદિર ખાતે 49મા અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધાર્મિક માહોલ વચ્ચે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
વહેલી સવારથી જ મંદિર ખાતે ગણપતિ પૂજન, ખીજડા પૂજન, મહાઆરતી, ધ્વજારોહણ તેમજ મામાદેવને સાફો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. મંદિર પરિસરમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાઈ ગયો હતો. મહોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગ્યાથી રાત્રે 10:30 વાગ્યા સુધી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. સાંજના સમયે લોકગાયક અને કલાકારો દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભક્તિરસનો આનંદ માણ્યો હતો.


