By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    7 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    1 week ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

Editor
Last updated: 2026/08/03 at 3:51 PM
11 minutes ago
Share
હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા
SHARE

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

2024 માં ભાભી સાથેની ફોન પરની વાતચીતથી શરૂ થયેલો વિવાદ અંતે જીવલેણ બન્યો, આરોપીને ગણતરીની કલાકોમાં લીંબડી નજીકથી ઝડપી લેવાયો

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં જલારામ ચોક નજીક છેલ્લા બે વર્ષથી ચાલતી અદાવતનું સમાધાન કરવા મુદ્દેના વિવાદમાં ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલાની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી.આ હત્યામાં સંડોવાયેલા આરોપી ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાને ભક્તિનગર પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં લીંબડી નજીકથી ઝડપી લીધો છે.
પોલીસ તપાસ મુજબ, મૃતક ઘનશ્યામસિંહ અને આરોપીના પરિવાર વચ્ચે વર્ષ 2024થી વિવાદ ચાલતો હતો. તે સમયે આરોપી ધર્મેન્દ્રસિંહના મોટા ભાઈ ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ પાટણવાવના ભાડેર ગામે ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલા પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપ હતો કે મૃતક આરોપીના ભાભી સાથે ફોન પર વાતચીત કરતો હોવાથી આ હુમલો કરવામાં આવ્યો હતો. તે કેસમાં ઘનશ્યામસિંહ અને તેના પિતા અનુપસિંહ બંનેને ઈજા પહોંચી હતી અને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. આ કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ધર્મેન્દ્રસિંહ વારંવાર આ કેસમાં સમાધાન કરવા માટે મૃતક પર દબાણ કરતો હતો. જોકે, મૃતક સમાધાન કરવા તૈયાર ન હોવાથી બંને પરિવારો વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બનતો ગયો હતો. પોલીસનું માનવું છે કે આ જ મનદુઃખ અંતે હત્યાનું કારણ બન્યું.
શનિવારે સાંજે જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ તરફ જતા માર્ગ પર આવેલા ધર્મજીવન એપાર્ટમેન્ટ પાસે ઘનશ્યામસિંહ પોતાની કારમાં બેઠા હતા. તે દરમિયાન ધર્મેન્દ્રસિંહ પોતાના એક સાગરીત સાથે એક્ટિવા પર ત્યાં પહોંચ્યો હતો. અગાઉથી રેકી કર્યા બાદ બંનેએ ઘનશ્યામસિંહ પર તીક્ષ્ણ હથિયાર વડે તાબડતોબ હુમલો કર્યો હતો. છાતી, ખભા, પીઠ અને હાથ સહિતના ભાગે છથી સાત ઘા ઝીંકાતા ઘનશ્યામસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ રવિવારે સારવાર દરમિયાન તેમનું મોત થતાં હત્યાના પ્રયાસનો ગુનો હત્યામાં ફેરવાયો હતો.
ભક્તિનગર પોલીસે અનુપસિંહ કેશુભા વાઘેલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. શહેરમાં નાકાબંધી, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. આખરે પોલીસ ટીમે લીંબડી નજીકથી ધર્મેન્દ્રસિંહને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. હુમલામાં વપરાયેલી છરી પણ ઘટનાસ્થળેથી જ કબજે લેવામાં આવી હતી, જ્યારે હુમલામાં સામેલ બીજા શખ્સની શોધખોળ ચાલુ છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે બનાવના પાંચેક દિવસ પહેલાં મૃતકે તેના ઘર પાસે આવીને તેને સતત 50થી 60 જેટલા ફોન કર્યા હતા. તેણે ફોન ઉપાડ્યા ન હોવાથી તેને એવું લાગ્યું કે મૃતક તેના પર હુમલો કરવાની તૈયારીમાં છે. આ શંકાના આધારે તેણે પોતે જ ઘનશ્યામસિંહને શોધી કાઢી હુમલો કર્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. જોકે, આરોપીના આ દાવાની પણ પોલીસ દ્વારા અલગથી તપાસ કરવામાં આવી રહી છે.
આ સમગ્ર તપાસ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, સંયુક્ત પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી હેતલ પટેલ અને એસીપી બી.વી. જાધવના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. પરમાર તથા તેમની ટીમે ટેક્નિકલ અને મેદાની તપાસના આધારે ટૂંકા સમયમાં આરોપીને ઝડપી પાડીને કેસનો ભેદ ઉકેલી દીધો હતો.
પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી રહી છે જેથી હત્યાના કાવતરામાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં, તેમજ હુમલા અગાઉ થયેલી તમામ હિલચાલ અંગે વધુ માહિતી મેળવી શકાય. બીજી તરફ, બે વર્ષ પહેલાં થયેલા હત્યાના પ્રયાસમાં બચી ગયેલા ઘનશ્યામસિંહ આ વખતે જીવલેણ હુમલામાં જીવ ગુમાવતા જૂની અદાવતનું કરૂણ સમાપન થયું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.

You Might Also Like

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

15.63 ઇંચ વરસાદથી વલસાડ-નવસારી પાણીમાં ગરકાવ

વરસાદ-ભૂસ્ખલનથી વિનાશ, 24 મોત, હજારો યાત્રાળુ અટવાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કલેકટરોને એલર્ટ રહેવા મુખ્યમંત્રીનો આદેશ
ગાંધીનગર

કલેકટરોને એલર્ટ રહેવા મુખ્યમંત્રીનો આદેશ

Editor By Editor 2 days ago
રાજકોટ ST વિભાગની ૮૦૦ ટ્રીપ ભારે વરસાદના કારણે કરાઈ કેન્સલ
આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખવા આદેશ
રાજકોટને ડૂબતુ બચાવવા ગીરગંગા ટ્રસ્ટના સૂચનો
જૈન આચાર્ય લોકેશજીએ છત્રપતિ સંભાજીનગરથી ‘પીસ એજ્યુકેશન સિરીઝ’નો કર્યો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?