અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટસમાં આકાશ પંડયાની કો–ઓપ્ટની પસંદગી
જન્મ દિને પૂર્વ રાજયપાલ, રાજયના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો, વકીલ મિત્રોએ શુભેચ્છા પાઠવી.
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટસ એસોસિએશન (GHCAA) ની તાજેતરમાં યોજાયેલી મેનેજીંગ કમિટીની બેઠકમાં એસોસિએશને કારોબારી સમિતિના વિસ્તરણ અને મજબુતીકરણ માટે મહત્વ ઠરાવ પસાર કરી વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયા અને માતા એડવોકેટ & નોટરી હર્ષાબેનના પુત્ર આકાશ પંડયાની કમિટીમાં કો-ઓપ્ટ તરીકે પસંદગી કરી તા. ૮ મી ઓગસ્ટની જન્મ દિનની ભેટ આપતા ગુજરાતભરમાંથી વકીલ મિત્રો, શુભેચ્છકોએ અભિનંદન વર્ષા પાઠવી હતી. અગાઉની ચૂંટણીમાં મેનેજીંગ કમિટીમાં સૌથી વધુ મત મેળવી વિજેતા થયા હતા.
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને સિનિયર એડવોકેટ યતિનભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સર્વાનુમતે નવા સભ્યોને મેનેજીંગ કમિટીમાં કો–ઓપ્ટ સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મિટીંગમાં ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ એ. જાડેજાએ હાઈકોર્ટના સક્રિય અને જાણીતા એડવોકેટ આકાશ પંડયાનો પ્રસ્તાવ મુકતા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. તેમાં પૂર્વ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ અને હિમાંશી બલોદી ત્રણેયની કો–ઓપ્ટની પસંદગી કરી જવાબદારીમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્રણેય વકીલ મિત્રોને પોતાના વર્તુળમાંથી શુભેચ્છા સંદેશા પાઠવવામાં આવ્યા હતા.
એડવોકેટ & નોટરી આકાશ જયંતકુમાર પંડયાનો જન્મ દિવસ તા. ૮ મી ઓગસ્ટે આવતો હોય બાર એસોસિએશને વિશેષ ગીફટ આપી હતી. તે બદલ એસોસિએશન પ્રમુખ યતિનભાઈ ઓઝા, ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા, સેક્રેટરી ભાવિક પંડયા, જોઈન્ટ સેક્રેટરી દર્શન દવે, ખજાનચી અમી પટેલ, કમિટીના મેમ્બર્સ નીલ દવે, દેવ કેલા, કિંજલ પટેલ, ગાયત્રી વ્યાસ, ચિરાગ પ્રજાપતિ, ચાંદની જોશી, દિપશિખા મિશ્રા, વિજયરાજસિંહ ઝાલા, કૌશલ દવે, પ્રમોદકુમાર ગેહલોત, રજની ભાર્ગવ, આદિત્ય અસ્થાવડી, કેતન આચાર્ય, વિરાજ દેસાઈ, ત્રિશલા શેઠનો આભાર માનવામાં આવ્યો હતો.
આકાશ પંડયાને શુભેચ્છાઓમાં પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, રાજયના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કુંવરજીભાઈ બાવરીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, પૂર્વ મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે સહિત પદાધિકારીઓ, શુભેચ્છકો, વકીલ મિત્રો, જાથાના સમર્થકોએ શુભેચ્છા સાથે અભિનંદનને વરસાદ મો.૯૭૨૪૩ ૦૦૧૩૦ કર્યો હતો.


