By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    2 hours ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના રાજકારણનું બદલાતુ ચિત્ર! અંતર ધરાવતા નેતાઓ એક ફ્રેમમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રાજકોટના રાજકારણનું બદલાતુ ચિત્ર! અંતર ધરાવતા નેતાઓ એક ફ્રેમમાં

Editor
Last updated: 2026/10/28 at 3:54 PM
15 minutes ago
Share
રાજકોટના રાજકારણનું બદલાતુ ચિત્ર! અંતર ધરાવતા નેતાઓ એક ફ્રેમમાં
SHARE

સૌરાષ્ટ્રમાં ચૂંટણી પહેલા નવા-જૂનીના એંધાણની રાજકીય ગલીયારોમાં ચર્ચા તેજ

રાજકોટના રાજકારણનું બદલાતુ ચિત્ર! અંતર ધરાવતા નેતાઓ એક ફ્રેમમાં

નીતિનભાઇ ભારદ્વાજ, ડો.ભરતભાઇ બોઘરા, પૂર્વ શહેર અધ્યક્ષ મુકેશ દોશી, પૂર્વ સ્ટે.ચેરમેન જયમીન ઠાકરની કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલ સાથે મુલાકાત : તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા રાજકીય સમીકરણો પર સૌની નજર : જૂના જોગીઓ સક્રિય થતા અનેક તર્ક-વિર્તક

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકારણમાં કાયમી મિત્ર કે કાયમી શત્રુ હોતો નથી, તે વાતને ફરી એકવાર ઉજાગર કરતી તસવીર સામે આવી છે. રાજકોટ ભાજપના બે અગ્રણી નેતાઓ નીતિન ભારદ્વાજ અને ભરત બોઘરાએ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતાં સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

સામાન્ય રીતે નેતાઓની મુલાકાતને શુભેચ્છા મુલાકાત તરીકે જોવામાં આવે છે, પરંતુ ભૂતકાળમાં એકબીજાથી રાજકીય અંતર ધરાવતા મનાતા નેતાઓ એક જ તસવીરમાં જોવા મળતાં આ મુલાકાતને વિશેષ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. શું રાજકોટ ભાજપમાં જૂના રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે? શું ચૂંટણી પહેલાં નવી રાજકીય ગોઠવણના સંકેતો મળી રહ્યા છે? આવા સવાલો હાલ ચર્ચાઈ રહ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નિકટના સંબંધો ધરાવતા મનાતા ભાજપના નેતા નીતિન ભારદ્વાજ અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ સી.આર. પાટીલ સાથેની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીર માત્ર એક મુલાકાત પૂરતી મર્યાદિત છે કે તેની પાછળ કોઈ રાજકીય સંદેશ છે, તે અંગે અટકળો શરૂ થઈ છે.

રાજકોટ ભાજપમાં અગાઉ જુદા-જુદા જૂથો વચ્ચે રાજકીય ખેંચતાણની ચર્ચા થતી રહી છે. એક તરફ સી.આર. પાટીલની નજીકના નેતા તરીકે ભરત બોઘરાને જોવામાં આવતા હતા, જ્યારે બીજી તરફ નીતિન ભારદ્વાજને વિજય રૂપાણીના જૂથની નજીકના નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. આ બંને નેતાઓ વચ્ચેનું રાજકીય અંતર લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યું હતું.

સી.આર. પાટીલ જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે નીતિન ભારદ્વાજ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા હતા. જોકે, થોડા સમય બાદ તેમને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સંગઠનમાં કોઈ મોટી જવાબદારી ન સોંપાઈ હોવાની ચર્ચા રહી હતી.

નીતિન ભારદ્વાજને ભાજપના કાર્યક્રમોમાં પૂરતું મહત્ત્વ મળતું ન હોવાની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા થતી હતી. આ પરિસ્થિતિને કારણે તેઓ સંગઠનમાં સાઇડલાઇન થયા હોવાની છાપ ઊભી થઈ હતી.

આ કહેવાતા જૂથવાદની અસર કાર્યકરો સુધી પણ પહોંચી હોવાની ચર્ચા રહી હતી. નીતિન ભારદ્વાજની નજીકના મનાતા નેતાઓને સંગઠનમાં યોગ્ય સ્થાન ન મળતું હોવાની ફરિયાદો પણ સામે આવતી હતી. વિધાનસભાની ચૂંટણીથી લઈને મહાનગરપાલિકાની ચૂંટણી અને સંગઠનની નિમણૂકો સુધી વિવિધ તબક્કે બંને જૂથો વચ્ચે રાજકીય ખેંચતાણની ચર્ચા થતી રહી હતી.

વિજય રૂપાણીના નિધન સમયે પણ રાજકોટ ભાજપના આંતરિક રાજકીય સમીકરણો અંગે ચર્ચાઓ થઈ હતી. અંતિમવિધિના ખર્ચને લઈને ઊભા થયેલા વિવાદે પણ રાજકીય વર્તુળોમાં ધ્યાન ખેંચ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ પાછળ આંતરિક જૂથવાદની ભૂમિકા હોવાની અટકળો વ્યક્ત કરવામાં આવી હતી.

એક સમયે અલગ-અલગ રાજકીય જૂથોની નજીક મનાતા નેતાઓ એક જ તસવીરમાં જોવા મળતાં રાજકોટ ભાજપમાં નવા સમીકરણો રચાઈ રહ્યાં હોવાની અટકળો તેજ બની છે. જોકે, આ મુલાકાતને કોઈ ચોક્કસ રાજકીય ગઠબંધન કે નવી ગોઠવણનો સંકેત ગણવો હાલ ઉતાવળભર્યું રહેશે. આ મુલાકાતની રાજકોટ અને સૌરાષ્ટ્રના રાજકારણ પર કેટલી અસર પડશે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. હાલ તો એક તસવીરે રાજકોટ ભાજપના આંતરિક રાજકારણમાં ચર્ચાનો નવો દોર શરૂ કર્યો છે.

જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ બદલાયાં સમીકરણો?

સમય જતાં ભાજપના સંગઠનમાં પણ પરિવર્તન આવ્યું. સી.આર. પાટીલનો પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયો અને જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી. ત્યારબાદ રાજકોટમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યાં હોવાની ચર્ચા શરૂ થઈ. અગાઉ વિજય રૂપાણીની નજીકના મનાતા નેતાઓને પૂરતું મહત્ત્વ ન મળતું હોવાની ચર્ચા થતી હતી, જ્યારે હવે સી.આર.પાટીલની નજીકના મનાતા કેટલાક નેતાઓની ભૂમિકા અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે, આ બદલાવ પાછળનાં કારણો અને તેની વાસ્તવિક અસર અંગે સ્પષ્ટ ચિત્ર આગામી સમયમાં જ સામે આવશે.

You Might Also Like

 સૌરાષ્ટ્રમાં ગુરૂવાર-શુક્રવારે ત્રાટકશે માવઠું

સેન્ટ્રલ ઝોનના ૬ વોર્ડમાં દિવાળી બાદ ડામર, રિ-કાર્પેટીંગ, ડીઝાઈન રોડ બનશે

ભાજપના શક્તિ પ્રદર્શન સામે ગુલાબ સાથે પ્રતિકાત્મક વિરોધ કરતા કોંગી કાર્યકરો

મગફળીનું ઉત્પાદન ઘટ્યું, સિંગતેલના ભાવમાં સંભવિત મોટો ઉછાળો આવશે

શાળા સંચાલકો  લડી લેવાના મૂડમાં રાજકોટમાં શુક્રવારે મહાસંમેલન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગ્રાહકોને દિવાળી ભેટ : જીયો 21.36 ટકાએ ખુલ્યો
રાષ્ટ્રિય

ગ્રાહકોને દિવાળી ભેટ : જીયો 21.36 ટકાએ ખુલ્યો

Editor By Editor 12 minutes ago
 આટકોટના સ્વામિનારાયણ મંદિરે ખાનગી તથા સાર્વજનિક જમીન પર કરેલ દબાણ અંગે ફરિયાદ
 વાતાવરણમાં આવેલા પલટાથી ૨ થી 3 ડિગ્રીનો ઘટાડો
શ્રી અજરામર સંઘ દ્વારા આયોજિત ‘થોકડાનું માસખમણ’ મહાપરીક્ષા સંપન્ન
 દિવાળીમાં સહેલાણીઓ સફેદ રણનો નજારો જોઇ શકશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?