જૈનમ–મુકેશભાઈ દોશી (મોડર્ન) રાસોત્સવ-2026ની સફળતા બદલ ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો
ટાઈટલ સ્પોન્સર, દાતાઓ, વિજ્ઞાપનકારો, સાથી સંસ્થાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, મહેમાનો તથા વિવિધ એજન્સીઓને બિરદાવતો જૈનમ પરિવાર
અગ્ર ગુજરાત, રાજકોટ
જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવ-2026 અંતર્ગત એક દશકાનાં આયોજન બાદ 11માં વર્ષનાં આ આયોજનને અભુતપૂર્વ સફળતા મળી હતી. તાજેતરમાં શ્રી મહાવીર ભુવન, ગોંડલ રોડ, રાજકોટ ખાતે આયોજીત ઋણ સ્વિકાર કાર્યક્રમમાં રાસોત્સવને સફળતા અપાવનાર તમામ દાતાશ્રીઓ, વિજ્ઞાપનકારો, સાથી સંસ્થાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, જૈનમની વિવિધ જવાબદારીઓ સંભાળતી કમીટીઓ તથા અલગ અલગ સેવા આપનાર એજન્સીઓનો તથા ખાસ કરીને આ વખતનાં ટાઈટલ સ્પોન્સર એવા શ્રી મુકેશભાઈ દોશી (મોડર્ન) પરિવારનું સવિશેષ આભાર વ્યકત કરી સફળતાનાં સારથી એવા આ તમામનું ઋણ સ્વિકાર કરવામાં આવ્યું હતું. ઋણ સ્વિકાર કાર્યક્રમની શરૂઆત જૈનમ પ્રણાલી મુજબ નવકાર મંત્રનાં પઠન દ્વારા કરવામાં આવી હતી. ખુશ્બુબેન સંદીપભાઈ સંઘવી તથા દિપાબેન મનીષભાઈ મહેતાએ નવકાર મંત્રનું પઠન કરાવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોનું શબ્દોથી સ્વાગત વિભાશભાઈ શ્ોઠ દ્વારા કરવામાં આવ્યું હતું. જૈનમ પરિવારમાંથી જે પણ કમીટી મેમ્બરોએ વિવિધ કાર્યમાં પોતાનું સુંદર યોગદાન આપેલ છે તે પૈકી 15 જેટલા કપલને વિશ્વભરમાં પ્રસિઘ્ધ એવા રીયાલીટી શો કોન બનેગા કરોડપતિમાં જવાની તક મળનાર છે જે અંગેની વિસ્તૃત માહીતી જતીનભાઈ શાહ દ્વારા આપવામાં આવી હતી. જેને લઈને તમામ કમીટી મેમ્બરોમાં ઉત્સાહની લાગણી ઉદભવી હતી. સમગ્ર રાસોત્સવ, તેને લગતી કામગીરી, તેમા મળેલ સહયોગ અને વિવિધ કમીટીઓ અને વિવિધ વ્યકિતઓ દ્વારા જૈનમને સમર્પિત થઈને જે કાર્ય કરવામાં આવ્યું તે અંગેની એ ટુ ઝેડ માહીતી જીતુભાઈ કોઠારી દ્વારા આપવામાં આવી હતી. તેમની પ્રેરક જાણકારી થકી ઉપસ્થિત તમામ લોકો અવગત થયા હતા અને રાસોત્સવની ભવ્ય સફળતા માટે તન-મન-ધન થી સેવા આપનાર તમામ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી હતી. ડો.રાજુભાઈ કોઠારીએ આ તકે જૈનમને 11 વર્ષથી સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના થકી કરવામાં આવનાર કાર્યો માટે ખૂબ જ સરાહના કરી હતી. તથા ટીમ જૈનમનાં તમામ લોકોને યશ નાં ભાગીદાર ગણાવ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પહેલા તમામ ટીમ જૈનમનાં કમીટી મેમ્બરોએ સહ પરિવાર ભોજન લીધેલ હતું. અંતમાં આભાર વિધી શ્ૌલેષભાઈ માઉં દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જેએસઓ પરિવારનાં એડવોકેટ સાગરભાઈ હપાણીએ કરેલ હતું. આ તમે આ વખતનાં ટાઈટલ સ્પોન્સર શ્રી મુકેશભાઈ દોશી (મોડર્ન) પરિવારનાં સભ્યોનું વિશેષ સન્માન આ વખતનાં જૈનમ પરિવારનાં ટોપ પરફોર્મર કમીટી મેમ્બરો દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે તમામ સહયોગીઓ તથા ટીમ જૈનમનાં કોર મેમ્બરો તથા અન્ય કમીટીનાં તમામ સભ્યોનો જૈનમ પરિવારનાં જીતુભાઈ કોઠારી, જયેશભાઈ વસા અને સુજીતભાઈ ઉદાણીએ ઋણ સ્વીકાર કર્યો હતો.


