લેખક, પત્રકાર અને એઇડસ જનજાગૃતિના પ્રણેતા અરૂણ દવેનો આજે જન્મદિવસ
અગ્ર ગુજરાત, રાજકોટ
૧૯૭૮થી બાળકોના સર્વાંગી વિકાસની સંસ્થા ચિલ્ડ્રન કલબ શરૂ કરીને આજે છેલ્લા ચાર દાયકાથી વિવિધ સેવાકીય ક્ષેત્રે વિશિષ્ટ સેવા કરતા અરૂણ દવેનો આજે જન્મદિવસ છે. તેઓ ૬૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. બાળ પ્રવૃત્તિથી બ્લડ બેંક અને બાદમાં કેન્સર જાગૃતિ અભિયાન ચલાવીને ૧૯૮૭માં લાઇલાજ એઇડસ સામે જનજાગૃતિ અભિયાન શરૂ કરીને દેશમાં પ્રથમવાર તેની સંસ્થા એઇડસ પ્રિવેન્શન કલબની સ્થાપના કરીહ તી. આંતરરાષ્ટ્રીય ફલક પર તેમના એઇડસ જનજાગૃતિના રેકોર્ડ બ્રેક કાર્યક્રમની વિશ્વસ્તરે નોંધ લેવાઇ હતી.
નિવૃતિ બાદ લેખક, પત્રકાર અને કોલમિસ્ટ તરીકે સક્રિય કાર્ય કરી રહ્યા છે. અરૂણ દવેએ એઇડસ જાગૃતિનું મેગેઝીન પણ શરૂ કરેલ હતું. સાથે દુનિયાની સૌથી મોટી રેડ રીબન વિદ્યાર્થી દ્વારા નિર્માણ કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. વિશ્વમાં પ્રથમ વાર એઇડસ હેલ્પ લાઇન શરૂ કરનાર અરૂણ દવે પ્રથમ ગુજરાતી છે. શિક્ષણક્ષેત્રના અનુભવ સાથે બાળકોના સર્વાંગી વિકાસમાં યુવા અને મહિલા વિકાસ સાયકોલોજીસ્ટની સેવા આપી રહ્યા છે. મીલનસાર સ્વભાવને કારણે વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા અરૂણ દવેની તેમના જન્મદિવસે શિક્ષણ, સમાજ, અખબારી જગત, મેડિકલ જગત, સામાજિક સંસ્થાઓ, તથા તેમના મિત્ર વર્તુળ તરફથી તેમના મો.નં.૯૮૨૫૦ ૭૮૦૦૦ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.


