ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૨3૭ જગ્યા પર ભરતી કરાશે
આવતીકાલથી ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકશે : 3૦ નવે.અંતિમ તારીખ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3 અંતર્ગત ગ્રુપ-A અને ગ્રુપ-Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1,237 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે, જેનાથી લાંબા સમયથી તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે તકોના દ્વાર ખુલશે.
મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ, આ ભરતીને બે મુખ્ય ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ ગ્રુપમાં સબ રજિસ્ટ્રાર, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવા મહત્વના સંવર્ગોની 243 જગ્યાઓનો સમાવેશ થાય છે. તેમજ ગ્રુપ-B હેઠળ મોટા પાયે એટલે કે જુનિયર ક્લાર્કની કુલ 994 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આ ભરતી માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. અરજી પ્રક્રિયાની સમયમર્યાદા અને વિગતો મુજબ તા.5 નવેમ્બર થી બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે અને ઉમેદવારો 30 નવેમ્બર, 2026 રાત્રે 11:59 વાગ્યા સુધી અરજી કરી શકશે.
ભરતી અંગેની તમામ વિગતવાર માહિતી, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને પરીક્ષા પદ્ધતિ અંગેની સત્તાવાર માહિતી GSSSBની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. તૈયારી કરતા ઉમેદવારોને સમયસર ફોર્મ ભરી લેવા ઉમેદવારોને અપીલ કરવામાં આવી છે.


