ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને ડામ
બોર્ડની પરીક્ષા ફીમાં ૫ ટકાનો વધારો
પરીક્ષા ફોર્મ ભરવાનો પ્રારંભ, તા.3 ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન્ ભરી શકશે: ફીમાં વધારો આવતા છાત્રો-વાલીઓમાં રોષ ભભૂક્યો
દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ અપાઈ: ફોર્મ ભરવા માટે માર્ગદર્શિકા જાહેર
અગ્ર ગુજરાત, ગાંધીનગર
તોતિંગ ફીનો સામનો કરતા વિદ્યાર્થીઓને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પણ ડામ દેવામાં આવ્યો છે શિક્ષણ બોર્ડ દ્વારા પાંચ ટકાનો ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. આજથી બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે આ ફી વધારો પણ વિદ્યાર્થીઓને ચૂકવવો પડશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી બોર્ડ પરીક્ષાને લઈને પરીક્ષા ફીમાં સરેરાશ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે હવે વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવા માટે અગાઉ કરતાં વધુ ફી ચૂકવવી પડશે. ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના પરીક્ષા ખર્ચમાં વધારો થશે.
નવા ફી માળખા પ્રમાણે ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી પેટે 445 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે ધોરણ 12 સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી 760 રૂપિયા અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 620 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાની ફીમાં પણ પ્રતિ વિષય 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આમ બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓના ખર્ચમાં વધારો થવાનો છે.
વિદ્યાર્થીઓ 3 ડિસેમ્બર સુધી ઓનલાઇન માધ્યમથી પરીક્ષાનાં ફોર્મ ભરી શકશે. જેથી વિદ્યાર્થીઓએ નિયત સમયમર્યાદામાં ઓનલાઇન ફોર્મ ભરી જરૂરી ફી જમા કરાવી દેવાની રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ચૂકી ન જવાય તે માટે શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓએ સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ નિયત સમયમર્યાદા ધ્યાનમાં રાખીને પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. શાળાઓએ પોતાના વિદ્યાર્થીઓના ફોર્મ નિર્ધારિત સમય મર્યાદા (03 ડિસેમ્બર 2026) પહેલાં સફળતાપૂર્વક સબમિટ થઈ જાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જો કોઈ તકનીકી કે પ્રક્રિયાગત મૂંઝવણ હોય, તો બોર્ડ દ્વારા વેબસાઇટ પર મૂકવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.
25 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2027 દરમિયાન બોર્ડ પરીક્ષા યોજાશે
ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની આગામી પરીક્ષાઓ 25 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 17 માર્ચ 2027 સુધી યોજાશે. પરીક્ષાની તારીખો નજીક આવી રહી છે ત્યારે એક તરફ વિદ્યાર્થીઓ અભ્યાસની તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ પરીક્ષા ફીમાં થયેલા વધારાને કારણે વાલીઓના ખિસ્સા પર પણ વધારાનો બોજ પડશે.
ધોરણ 10ની પરીક્ષા માટેની ફી
- નિયમિત વિદ્યાર્થીઃ- 445 રૂ.
- નિયમિત રીપીટર (એક વિષય):- 165 રૂ.
- નિયમિત રીપીટર (બે વિષય):- 235 રૂ.
- નિયમિત રીપીટર (ત્રણ વિષય):- 300 રૂ.
- નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધુ):- 435 રૂ.
- પૃથ્થક ઉમેદવાર (એક વિષય):- 165 રૂ.
- પૃથ્થક ઉમેદવાર (બે વિષય) :- 235 રૂ.
- પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય):- 300 રૂ.
- GSOS ઉમેદવાર(નિયમિત):- 435 રૂ.
- GSOS રીપીટર (એક વિષય) 165 રૂ.
- GSOS રીપીટર (બે વિષય):- 235 રૂ.
- GSOS રીપીટર (ત્રણ વિષય):- 300 રૂ.
- GSOS રીપીટર (ત્રણ કરતા વધ વિષય):- 435 રૂ.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટેની ફી
- નિયમિત વિદ્યાર્થીઃ- 620 રૂ.
- નિયમિત રીપીટર (એક વિષય):- 175 રૂ.
- નિયમિત રીપીટર (બે વિષય):- 280 રૂ.
- નિયમિત રીપીટર (ત્રણ વિષય):- 360 રૂ.
- નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધુ):- 620 રૂ.
- પૃથ્થક ઉમેદવાર (એક વિષય):- 175 રૂ.
- પૃથ્થક ઉમેદવાર (બે વિષય) :- 280 રૂ.
- પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય):- 360 રૂ.
- GSOS ઉમેદવાર(નિયમિત):- 620 રૂ.
- GSOS રીપીટર (એક વિષય) 175 રૂ.
- GSOS રીપીટર (બે વિષય):- 280 રૂ.
- GSOS રીપીટર (ત્રણ વિષય):- 360 રૂ.
- GSOS રીપીટર (ત્રણ કરતા વધ વિષય):- 620 રૂ.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટેની ફી
- નિયમિત વિદ્યાર્થીઃ- 760 રૂ.
- નિયમિત રીપીટર (એક વિષય):- 230 રૂ.
- નિયમિત રીપીટર (બે વિષય):- 380 રૂ.
- નિયમિત રીપીટર (ત્રણ વિષય):- 530 રૂ.
- નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધુ):- 760 રૂ.
- પૃથ્થક ઉમેદવાર (એક વિષય):- 230 રૂ.
- પૃથ્થક ઉમેદવાર (બે વિષય) :- 380 રૂ.
- પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય):- 530 રૂ.


