ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
માત્ર બોડાણાનું જ નહીં, આપણું ગાડું પણ હરિ હંકારે છે!
તર્પણ કરવું હોય તો પ્રેમજલથી કરો, સ્નેહનો અર્ધ્ય આપો
બીજાનું શુભ, કલ્યાણ, મંગલ વિચારવું એ પણ ભજન જ છે!
‘ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન-૨) ગઇકાલે રણછોડરાયની પરમ પાવની ભૂમિ ડાકોરમાં પ્રવેશી હતી. ઓમ પાર્ટી પ્લોટ (વિંઝોલ-ડાકોર)ની ભૂમિ પરથી રામકથાના સ્નેહલ સંવાદને આગળ ધપાવતા પરમ પ્રિય પરમ સાધુ બાપુએ કહ્યું હતું કે દ્વારિકાનાથ-રણછોડરાયની આ ભૂમિ પર મારા ઘણા સ્મરણો છે. ‘સ્વસ્તિક’ને કેન્દ્રમાં રાખીને આજે ડાકોરની ભૂમિ પર આવ્યા છીએ ત્યારે આ ડાકોરનો સ્વસ્તિક એ ચાર ચરિત્રોનો સ્વસ્તિક દેખાય છે. પ્રથમ : ભકત બોડાણા ચરિત્ર, ક્ષત્રિયકૂળ હતું અને દ્વારિકાનાથનું સ્મરણ-ભકિત અતૂટ-અનુપમ હતી. એને દ્વારિકાદર્શન કરવાની ઇચ્છા થઇ, યાત્રા પર નીકળે છે, પણ અવસ્થા થઇ છે અને દ્વારિકા પહોંચાશે કે નહી? એ મૂંઝવણ છે. બોડાણો ગાડું લઇને નીકળ્યો છે ત્યારે દ્વારિકાનાથ આવીને એનું ગાડું હંકારે છે.
બીજુ ચરિત્ર: સંતપુનિત મહારાજનું એણે ખૂબ મોટી સેવા કરી છે. અહીં પણ એનો આશ્રમ છે. પુનિત પરંપરાએ ખૂબ મોટુ કાર્ય કર્યુ છે. પુનિત મહારાજ દ્વારા ઘણી પદ રચનાઓ અને આરતીઓનું સર્જન થયું છે. એમાંની એક આરતી વર્ષોથી જનજનના હૈયે છે, વિશ્વ પ્રસિધ્ધ છે. ‘જય કાના કાળા પ્રભુ જય કાના કાળા, મીઠી મોરલીવાળા.. ’ એ જ પરંપરામાં પુનિત મહારાજના બે શિષ્ય રામભગત અને શામ ભગત હતાં. મેં પોતે રામભગતને સાંભળ્યા છે, એ મહુવા આવતા વ્યાખ્યાનો, કિર્તનો અને કથા કહેતા, તમારો મોરારિબાપુ સૌની વચ્ચે ત્રીજી-ચોથી હરોળમાં બેસતો અને રામ ભગતના મુખેથી સાંભળેલું. પ્રિય બાપુએ મનસુખરામ માસ્તરનું ચરિત્ર, એના પ્રસંગો-ઘટનાઓ વગેરે વિસ્તારથી ભીંજાયેલી આંખોએ વર્ણવ્યું હતું ત્યારે કેટલાયની આંખો પણ ભીંજાયેલી મનસુખરામ માસ્તરના ચરિત્રનો સંદેશો એ જ કે એમાં ચમત્કાર નથી પણ સાક્ષાત્કાર છે.
પુનિત મહારાજે પણ માનસને, તુલસીદાસજીને કેન્દ્રમાં રાખીને એક પુનિત રામાયણ આપણને સૌને આપી છે એ પણ પુનિત પરંપરામાં સચવાયી છે. ચોથું ચરિત્ર : શિવજીનું આપણે ત્યાં મુખ્યત્વે દ્વાદશ જયોર્તિલીંગનો મહિમા છે. બાર જયોર્તિલીંગ એ બારે-બાર જયોર્તિમય પ્રકાશ છે.
કથારત્નો
(૧) ઓ, વિશ્વાસુના વિશ્વાસુ, મારા કોણ સ્વીકારે આંસુ? તનના, મનના, દેહભુવનમાં, તારી છબી પધરાવું…રામભગત
(૨) સોયે કહાંથે? આંખને તકીયે ભીગોયે થે!
(3) પુનિત પરંપરામાં ‘રણછોડ બાવની’ (રામભગત-શામભગત) છે એમાં બોડાણા ભકતની વાત પણ આવે છે.
(૪) કૃષ્ણ પ્રાપ્તિની ઝંખના કોને છે? એ રસ્તા પર યાત્રાનો આનંદ જ અનંત છે : મીરાંબાઇ
(૫) સ્વસ્તિક કેટલો સનાતની છે.
(૬) સાધુની આજ્ઞા ન માનો તો કાંઇ નહીં પણ સાધુની અવજ્ઞા ન કરશો – માનસ
(૭) રસ્તો છે, યાત્રી છે, માર્ગી તો પછી મંઝીલની શી જરૂર છે?!?
(૮) કયા હાલ હોગા મેરે ઘર કા, મેરે મરને કે કાદ, ઇસ ખ્યાલને મુઝે મરને નહીં દિયા!
(૯) પ્રભુનો માનવી પર અવતરેલો પ્રેમ છે સાધુ! ન સત્તા કે સિંહાસન, તે છતાં હાકેમ છે સાધુ!
વચનમાં સત્ય, નયણે નેહ, કરૂણા અંતરે લૈને, પ્રસાદી વ્હેંચવા સૌને, કરે જે ખેપ, છે સાધુ!
ભલે એ હોય ના સાથે નિરંતર ગુંજતો ભીતર, કદી કોઇને એ ડંખે નહીં, દ્વિવરેફ છે સાધુ!


