પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ-3ની 3૦૦૦ ખાલી જગ્યા પર ભરતી કરાશે
તા.૨૬મીથી ફોર્મ ભરવાનો પ્રારંભ : ઓજસ પર ઓનલાઇન અરજી કરી શકાશે
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાત પોલીસ દળમાં નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે મોટી તક સામે આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ-3ની લોકરક્ષક તથા ટેકનિકલ કેડર (M.T.)માં વિવિધ સંવર્ગની 3,000 ખાલી જગ્યા સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં લોકરક્ષક કેડરની 2,841 જગ્યાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારો 26 નવેમ્બર, 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી વેબસાઈટ ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર, 2026 છે.
લોકરક્ષક કેડરની ભરતી માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. ટેકનિકલ કેડરની જગ્યાઓ માટે સંબંધિત ટેકનિકલ લાયકાતની શરતો લાગુ પડશે. ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને શારીરિક કસોટીના નિયમો તપાસવા જરૂરી રહેશે.
ઉમેદવારો OJASની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. ભરતી અંગેની વિગતવાર માહિતી અને સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ https://gprb.gujarat.gov.in પર ઉપલબ્ધ રહેશે.
લોકરક્ષક કેડરમાં 2,841 જગ્યા ભરાશે
- બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ (UPC): 1,000 જગ્યા
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (APC): 1,000 જગ્યા
- SRPF હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 841 જગ્યા
ટેકનિકલ કેડર (M.T.)માં પણ ભરતી
- હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ-2: 133 જગ્યા
- મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ-2: 25 જગ્યા


