રફાળેશ્વર ખાતે રવિવારે સુરાપુરા દાદાનો ભવ્ય અન્નકૂટ મહોત્સવ તથા બટુક ભોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
રફાળેશ્વર ખાતે બિરાજમાન આરાધ્ય દેવ શ્રી સુરાપુરા દાદા, શ્રી ગોકળદાસ દાદા તથા શ્રી તુલસીદાસ દાદાની પવિત્ર કારતક સુદ તેરસ નિમિત્તે આગામી તા. ૨૨/૧૧/૨૦૨૬, રવિવારના રોજ શ્રી માળી સોની પાટડીયા પરિવાર (રાજકોટ) દ્વારા ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં દાતાઓના સહયોગથી ભવ્ય અન્નકૂટ મહોત્સવ અને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દાદાને ઘરે બનાવેલી વિવિધ વાનગીઓનો ભોગ ધરાવી મહાપ્રસાદનું વિતરણ કરાશે.
આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત વિવિધ સવારે ૯:3૦ થી ૧૦:3૦ શ્રી સુરાપુરા દાદાની શાસ્ત્રોકત પૂજા-અર્ચના, સવારે ૧૦:3૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી ઘરે બનાવેલી વિવિધ વાનગીઓના ભોગ સાથે ભવ્ય અન્નકૂટ દર્શન તેમજ બપોરે ૧:૦૦ વાગ્યે બટુક ભોજન તથા ભકતો માટે અન્નકૂટ મહાપ્રસાદ યોજાશે.
શ્રી સુરાપુરા દાદાની તેરસ ભરનાર તમામ ભાવિક ભક્તો તથા સમસ્ત સોની સમાજના ભાઈઓ-બહેનોને આ પવિત્ર ધાર્મિક પ્રસંગે સહપરિવાર ઉપસ્થિત રહી દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા આયોજક શ્રી માળી સોની પાટડીયા પરિવાર (રાજકોટ) દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મહોત્સવને સફળ બનાવવા માટે આયોજન કમિટીના સભ્યો પરેશભાઈ પાટડીયા, દિપકભાઈ પાટડીયા, તરુણભાઈ પાટડીયા, હિતેશભાઈ પાટડીયા, નિલેશભાઈ વાગડીયા, નિકેશભાઈ વાગડીયા, સંદિપભાઈ જડીયા, સંદિપભાઈ પાટડીયા, સુમિતભાઈ વાગડીયા તથા મિત પાટડીયા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે જીજ્ઞેશ એન. વાગડીયા (રાજકોટ): ૯૭૨૩૩ ૯૦૯૦૯ કલ્પેશભાઈ પાટડીયા (રાજકોટ): ૯૭૩૭૩ ૯૯૯૩૯નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


