By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    54 minutes ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 day ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    2 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    2 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading:  નવેમ્બરમાં નરમ રહેલી ઠંડી જાન્યુઆરીમાં ભૂક્કા કાઢશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 નવેમ્બરમાં નરમ રહેલી ઠંડી જાન્યુઆરીમાં ભૂક્કા કાઢશે

Editor
Last updated: 2026/11/20 at 3:37 PM
3 minutes ago
Share
 નવેમ્બરમાં નરમ રહેલી ઠંડી જાન્યુઆરીમાં ભૂક્કા કાઢશે
SHARE

 નવેમ્બરમાં નરમ રહેલી ઠંડી જાન્યુઆરીમાં ભૂક્કા કાઢશે

આવતીકાલથી ધીમે-ધીમે ઠંડીના પગરવની આગાહી : તા.૨૭મી સુધી વાદળછાયા વાતાવરણનું પણ અનુમાન, વાવાઝોડાની અસર થવાની શકયતા ઓછી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં મોટો ફેરફાર જોવા મળવાનો છે. હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ, રાજ્યમાં આગામી 21 નવેમ્બરથી ધીમે-ધીમે ઠંડીનો ચમકારો વધવાની શરૂઆત થશે, જ્યારે જાન્યુઆરી મહિનામાં સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની પૂરી શક્યતા છે. બીજી તરફ, દરિયાકાંઠે સર્જાઈ રહેલી હવામાનની સિસ્ટમ અને રવિ પાકની સ્થિતિ અંગે પણ મહત્વપૂર્ણ પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય ન હોવાથી ગુજરાત પર વાવાઝોડાની સીધી કે ગંભીર અસર થવાની શક્યતા ઘણી ઓછી છે. જોકે, આગામી 20 નવેમ્બરની આસપાસ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં એક મજબૂત વાવાઝોડું ટકરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ વાવાઝોડાની આડકતરી અસરના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ  જોવા મળી શકે છે, પરંતુ રાજ્યમાં કોઈ મોટી અસર કે નુકસાન થવાની ભીતિ નથી. તદુપરાંત, 27 નવેમ્બરની આસપાસ મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા હોવાથી 27 નવેમ્બર સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ત્યારબાદ, 4 થી 13 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક હવામાન સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે.

ખેડૂતો માટે રાહત અને સારા સમાચાર એ છે કે આગામી હવામાન ઘઉં અને જીરું સહિતના રવિ પાક માટે અત્યંત અનુકૂળ રહેવાની શક્યતા છે, જેના કારણે આ વર્ષે રવિ પાકની સિઝન સારી રહેવાની આશા બંધાઈ છે.

જોકે, હવામાન નિષ્ણાતે ખેડૂતોને સાવચેત કરતા જણાવ્યું છે કે વાદળછાયા અને બદલાતા હવામાનના કારણે ખાસ કરીને જીરાના પાકમાં રોગ આવવાની શક્યતા રહેલી છે. આથી, નુકસાનથી બચવા માટે ખેડૂતોએ સમયસર પાક સંરક્ષણના જરૂરી પગલાં લેવા અત્યંત આવશ્યક છે.

નલિયા ૧૭  ડિગ્રી સાથે સૌથી ઠુંડુ

રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ ચૂકી છે. હાલ રાજ્યના કુલ 4 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે. કચ્છનું નલિયા 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સમગ્ર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો હાલ શહેરમાં 21.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જોકે, આગામી 3 દિવસમાં અમદાવાદ શહેરના તાપમાનમાં ઘટાડો થશે અને પારો ગગડીને 17 થી 19 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જેના કારણે અમદાવાદીઓને પણ હવે સવાર-સાંજ ઠંડીનો અનુભવ થશે.

 

You Might Also Like

 મનપાના જનરલ બોર્ડ પૂર્વે અને અંદર ‘જંગલેશ્વર’ મુદ્દે મહાસંગ્રામ

નવી સિઝનનો પ્રારંભ! રાજકોટ માર્કેટ યાર્ડમાં દોઢ લાખ મણ મગફળી ઠલવાઇ

 ફૂડ વિભાગની લાલ આંખ : ૬૨ પેઢીઓમાં તપાસ, ૩૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ  

વાહનોમાં લખાતા જાતિગત લખાણો પર સરકારની બ્રેક

વિજળીના ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવાના પ્રોજેકટનો દક્ષિણ તરફથી પ્રારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુર-જૂનાગઢ હાઈવે પર ૩૯૫ લિટર દેશી દારૂ અને કાર સાથે ૩ ઝડપાયા
ગુજરાતરાજકોટ

 જેતપુર-જૂનાગઢ હાઈવે પર ૩૯૫ લિટર દેશી દારૂ અને કાર સાથે ૩ ઝડપાયા

Editor By Editor 1 day ago
છ મહિનામાં ઝડપાયેલો દારૂ રોડ રોલર નીચે કચડાયો: 8,923 બોટલોનો નાશ
 DLC અભિયાન 5.0: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 422 ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જારી
 લાઠીના અડતાળામાં ગ્રામજનોને ઉપસરપંચે રિવોલ્વર બતાવી ધોકાથી માર માર્યો
પત્ની સાથે ઝઘડા બાદ લાગી આવતા યુવકે ઝેરી પ્રવાહી પી જીવન ટૂંકાવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?