- સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ધાટન
- સાયન્સ સિટી ખાતે નવી સુવિધા
- જનતાને મળશે નવું આકર્ષણ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ કર્યું છે. વર્ષ 2005 માં સાયન્સ સિટી ખાતે 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી સાથે શરૂ કરવામાં આવેલા આ મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણ બાદ દેશની સૌથી અદ્યતન સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ સાથેનો નયનરમ્ય અને આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન મુખ્યમંત્રીશ્રીએ શુક્રવારે સાંજે જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો.
2005માં સાયન્સ સિટી ખાતે 10,000 ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી સાથે શરૂ કરવામાં આવેલા આ મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણ બાદ દેશની સૌથી અદ્યતન સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ સાથેનો નયનરમ્ય અને આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન મુખ્યમંત્રીએ શુક્રવારે સાંજે જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2001માં 107 હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા સાયન્સ સિટીમાં દર વર્ષે એક-એક નવીન ગેલેરી અને નયનરમ્ય આકર્ષણો જોડવાની રાજ્ય સરકારે પરંપરા વિકસાવી છે. તદઅનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે સાયન્સ સિટીના મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરી છે.
એટલું જ નહીં, ૩6×16 મીટરની વૉટર સ્ક્રીન પર મલ્ટીમીડિયા લેઝર સાઉન્ડ શો સાથે 16x૯ મીટરની બે અન્ય સ્ક્રીન અને ૩D પ્રોજેક્શનમાં 70 મીટરની ૩ સ્ક્રીન દ્વારા મ્યુઝીકલ ફાઉન્ટેનનો નજારો લોકો માટે રોમાંચકારી બની રહેશે અને રાત્રીનાં સમયે આ ફાઉન્ટેન સમગ્ર વિસ્તારમાં રંગબેરંગી આકાશ જેવી આભા ઉપસાવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સાયન્સ સિટીમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી હતી.સાયન્સ સિટીમાં વિવિધ ગેલેરીઝ અને પાર્કસ ઉભા કરીને ટેકનોલોજી યુક્તઅભિગમ સાથે લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રૂચિ વધે અને ગમ્મત સાથે જ્ઞાન વર્ધન થાય તેવો અભિગમ રાખવામાં આવ્યો છે. દર વર્ષે એક-એક નવીન ગેલેરી સાયન્સ સિટીમાં નિર્માણ કરવામાં આવે છે. આ સાયન્સ સિટીમાં હાલ મ્યુઝિકલ ફાઉન્ટેન, રોબોટિક્સ ગેલેરી, એક્વાટીક ગેલેરી, પ્લેનેટ અર્થ અને લાઈફ સાયન્સ પાર્ક જેવા આકર્ષણો મુલાકાતીઓને રોમાંચકારી અનુભવ કરાવે છે.


