By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 week ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    1 week ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    1 week ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભજન ધર્મગુરુ સિદ્ધાંત આપે, જ્યારે સદગુરુ સત્યનો માર્ગ બતાવે છેઃ મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ભજન ધર્મગુરુ સિદ્ધાંત આપે, જ્યારે સદગુરુ સત્યનો માર્ગ બતાવે છેઃ મોરારિબાપુ

Editor
Last updated: 2026/11/27 at 4:16 PM
9 minutes ago
Share
ભજન ધર્મગુરુ સિદ્ધાંત આપે, જ્યારે સદગુરુ સત્યનો માર્ગ બતાવે છેઃ મોરારિબાપુ
SHARE

ભજન ધર્મગુરુ સિદ્ધાંત આપે, જ્યારે સદગુરુ સત્યનો માર્ગ બતાવે છેઃ મોરારિબાપુ

તલગાજરડા ચિત્રકૂટધામમાં પ્રભુદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે સમૂહલગ્ન અને સંતવાણી સન્માન સમારોહ યોજાયો

 સંતવાણીના ગાયક, સંગીતકારો અને ભજનિક કલાકારોનું સન્માન કરાયું

 

અગ્ર ગુજરાત, ઈશ્વરિયા

તલગાજરડાના શ્રી ચિત્રકૂટધામ ખાતે પ્રભુદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે સમૂહલગ્ન અને સંતવાણી સન્માનનો પવિત્ર તથા સાત્વિક ઉપક્રમ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે પૂજ્ય મોરારિબાપુની ઉપસ્થિતિમાં સંતવાણીના ગાયકો, સંગીતકારો અને ભજનિક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં મોરારિબાપુએ ભજન, ધર્મગુરુ અને સદગુરુની મહત્તા સમજાવતાં કહ્યું હતું કે, “ભજન કરી ધર્મગુરુ સિદ્ધાંત આપે, સદગુરુ સત્ય આપે.” બાપુના આ વિચારસભર વચનોએ ઉપસ્થિત ભાવિકોને ભક્તિ અને સત્યના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી.

મોરારિબાપુએ સંતવાણી કલાકારોના સન્માનના આ આયોજનને ભજન વંદનાનું પ્રતીક ગણાવી રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે ભજનની મહત્તા સમજાવતાં પ્રશ્ન કર્યો હતો કે ભજન કરવાથી શું મળે છે? ત્યારબાદ ગોસ્વામી તુલસીદાસજીના ઉલ્લેખ સાથે જણાવ્યું હતું કે ભજનની એવી અનુભૂતિ છે કે એકવાર તેમાં મન પરોવાઈ જાય પછી ભજન સિવાય બીજું કશું જ ગમતું નથી. ભજન દ્વારા થતી આધ્યાત્મિક પ્રાપ્તિ અને આંતરિક આનંદનો પણ તેમણે સુંદર રીતે ઉલ્લેખ કર્યો હતો.

આ કાર્યક્રમમાં સૌપ્રથમ સુખરામજીબાપુ મોટાભમોદરાની ‘આદિ સર્જક વંદના’ કરવામાં આવી હતી. ત્યારબાદ સંતવાણી અને સંગીત ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા તથા યોગદાન આપનાર કલાકારોને ‘સંતવાણી સન્માન’ એનાયત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં ભજનિક દેવરાજ ગઢવી (નાનો ડેરો, બાડા કચ્છ), તબલાવાદક પ્રતાપભાઈ બારોટ (જૂનાગઢ), તબલાવાદક હિતેશગીરી ગોસાઈ (બાબરા, રાજકોટ) અને મંજીરાવાદક સંજયભાઈ કાપડી (જામનગર)નું સન્માન કરવામાં આવ્યું હતું.

સન્માન સમારોહનું સંચાલન કરતાં હરિશ્ચંદ્રભાઈ જોષીએ સંતવાણીની સમૃદ્ધ પરંપરા અને તેના સાંસ્કૃતિક વારસાનો પરિચય કરાવ્યો હતો. તેમણે વિવિધ પ્રાંતોમાં પ્રચલિત સંતવાણીની વિશેષતાઓનો રસપ્રદ પરિચય આપવાની સાથે પૂજ્ય મોરારિબાપુની પ્રેરણાથી યોજાતા આ વિશિષ્ટ સન્માન આયોજનની પ્રાસંગિક વિગતો પણ રજૂ કરી હતી.

પ્રભુદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા સમૂહલગ્ન સમારોહમાં ગામની દીકરીઓએ નવા જીવનની શરૂઆત કરી હતી. સાદગી, સેવા, સંસ્કાર અને સામાજિક સમરસતાના ભાવ સાથે યોજાયેલા આ સમૂહલગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. ધાર્મિક ભાવનાની સાથે સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આ ઉપક્રમે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ પ્રસંગે સાવરકુંડલાના ભક્તિરામબાપુ, લોકસાહિત્યકાર ભિખુદાન ગઢવી, ભજનિક નિરંજનભાઈ પંડ્યા, લોકગાયક અને ભજનિક હેમંતભાઈ ચૌહાણ, સાંસદ પુરુષોત્તમ રૂપાલા, ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કલાકાર અને ભજનિકો બિહારીભાઈ ગઢવી, ભારતીબેન વ્યાસ, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, નીતિનભાઈ વડગામા સહિત સાહિત્યકારો, કલાકારો, ધાર્મિક તથા સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

સંતવાણી સન્માન માટેની પસંદગીની સેવા પરષોત્તમપરી ગોસ્વામી તથા ખેતશીભાઈ ગઢવીએ નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તલગાજરડા ચિત્રકૂટધામમાં નામી-અનામી ભજનિક કલાકારોએ પોતાની સંતવાણીની પ્રસ્તુતિ દ્વારા ભક્તિરસનું રસપાન કરાવ્યું હતું.

આમ, પ્રભુદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલો સમૂહલગ્ન અને સંતવાણી સન્માન સમારોહ માત્ર ધાર્મિક આયોજન પૂરતો સીમિત ન રહેતાં લોકસંસ્કૃતિ, સંતપરંપરા, ભજન અને સમાજસેવાનો સુંદર સમન્વય બની રહ્યો હતો. પૂજ્ય મોરારિબાપુના સાનિધ્યમાં યોજાયેલા આ ઉપક્રમે સંતવાણીની પરંપરાને સન્માનિત કરવાની સાથે સમાજમાં ભક્તિ, સંસ્કાર અને સેવાભાવનો સંદેશ પણ પ્રસરાવ્યો હતો.

 

You Might Also Like

 ઉનાના ચર્ચાસ્પદ લાંચ કેસમાં મોટો વળાંક: ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ધીરુભાઈ બાંભણિયાને જુનાગઢ જિલ્લા જેલ હવાલે કરવાનો કોર્ટનો આદેશ

 ઉનાના ભાચા નજીક ટ્રિપલ બાઈક અકસ્માતમાં વધુ એક યુવાનનું મોત

નવ ગોળના ભેદ ભૂલી એક બનશે પ્રજાપતિ સમાજ, 51 વડીલોનું થશે સન્માન

જાણીતા રક્તરોગ નિષ્ણાત ડૉ. મોહન બી. અગ્રવાલ રવિવારે રાજકોટમાં: થેલેસેમીયા પીડિતોને આપશે માર્ગદર્શન

રાજકોટના છ સાહસિક યુવાનોની અનોખી સિદ્ધિ: માઈનસ ડિગ્રી ઠંડીમાં ૧૨,૫૦૦ ફૂટ ઊંચો ‘બ્રહ્મતાલ ટ્રેક’ સર કર્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પ્રેમનું અંતિમ સમર્પણ: દ્રષ્ટિકોણ બદલતી એક હૃદયસ્પર્શી ગાથા.
ગુજરાત

પ્રેમનું અંતિમ સમર્પણ: દ્રષ્ટિકોણ બદલતી એક હૃદયસ્પર્શી ગાથા.

Editor By Editor 3 days ago
23.8 લાખના હાઈબ્રિડ ગાંજા પ્રકરણમાં અભિનેત્રી અંકિતા દવેનો ભાઈ ગૌતમ દવે ઝડપાયો
 ૧૪૦ કિશોરીઓને રી-યુઝેબલ પેડ કીટનું વિતરણ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
AI તેજીનો અંત કે વાસ્તવિકતાનું ભાન? વૈશ્વિક શેરબજારોમાં AI શેર્સના મહાકડાકા પાછળ છુપાયેલા મુખ્ય કારણો
જેતપુરના જેતલસર જંકશન ખાતે ઉપવાસ આંદોલનનો સુખદ અંત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?