- વડોદરામાં દિવાળી પહેલા કરૂબાજો સક્રિય
- સાયબર શાતિરો લાઈટબિલ ભરવાના મોકલે છે મેસેજ
- બિલ ભરવા ક્લિક કરશો તો થશે એપ ડાઉનલોડ
દિવાળી પહેલા જ વડોદરામાં સાયબર ભેજાબાજો સક્રિય થયા છે. આ શાતિરોની મોડસ ઓપરેન્ડી એવી છે કે એ તમારા ફોન પર તમારૂં લાઈટબિલ બાકી છે એવો મેસેજ મોકલીને તેના પર સાથે જ લિંક મોકલશે અને તેમાં પૈસા ભરવાનું કહેશે. પરંતુ જો એ લિંક પર તમે ભરોસો કરીને 1 રૂપિયો પણ ટ્રાન્સફર કર્યો તો નક્કી માનજો તમારૂં તમામ બેંક બેલેન્સ સફાચટ થઈ જશે.
સ્ક્રિન મિરર એપ ડાઉનલોડ કરાવાય છે
જી હા, વડોદરામાં હાલના દિવસોમાં આવી અનેક ઘટનાઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આવા મેસેજમાં પહેલા વીજ કનેક્શનધારકોને લાઈટબિલ ભર્યું હોય તેમ છતાં બિલ બાકી હોય તેવા મેસેજ આવે છે અને રાત્રે 9.30 કલાકે કનેક્શનને કાપી નાખવાની ધમકી આપવામાં આવે છે. ડરેલ ગ્રાહક ફોન કરે તો તેની પાસે સ્ક્રીન મિરર એપ ડાઉનલોડ કરાવવામાં આવે છે. બાદ માં ઇલેક્ટ્રિસિટીની એપ ડાઉનલોડ કરાવાય છે અને 1 રૂપિયો ટ્રાન્સફર કરવાનું કહ્યા બાદ થાય તેમાં ગ્રાહકનું તમામ બેંક બેલેન્સ ખાલી કરી નાખવામાં આવે છે.
દિવાળીની સીઝન પહેલા સાયબર શાતિરો સક્રિય
ઉલ્લેખનીય છે કે હવે દિવાળીની સીઝન આવી છે ત્યારે આ તહેવારો પહેલા સાયબર શાતિરો ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને વડોદરામાં સક્રિય થયા છે. ઇલેક્ટ્રિક બિલ બાકી હોવાના નામે મોબાઈલ યુઝર્સ ને ટેક્સ્ટ મેસેજ કે વોટ્સએપ મેસેજ કરે છે.અને સાંજે જ મેસેજ કરે છે અને તેમાં જણાવવામાં આવે છે કે તમારું લાઈટ બિલ બાકી છે અથવા ભરાઈ ગયું છે પરંતુ સિસ્ટમ માં અપડેટ થયું નથી.અને આ બિલ નહિ ભરાય તો સાંજે 9.30 કલાકે વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે.જેથી ડરેલ ગ્રાહક જ્યારે મેસેજ માં આવેલ નમ્બર પર ફોન કરે તો ફોન ઉપાડવામાં આવતો નથી.બાદ માં આ ભેજાબાજો સામેથી ફોન કરે છે.
ભેજાબાજો સામેથી કોન્ટેક્ટ કરે છે
જો કે તેની બાદમાં આ ભેજાબાજો સામેથી ફોન કરે છે અને મોબાઇલમાં સ્ક્રીન મિરર એપ ડાઉનલોડ કરવા કહે છે.અને બાદમાં ઇલેક્ટ્રિસીટીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહે છે અને તેમાં 1 રૂપિયો ટ્રાન્સફર કરવા કહે છે અને ડરેલ ગ્રાહક 1 રૂપિયો ટ્રાન્સફર કરે તો તેનું બેંક બેલેન્સ શૂન્ય થઈ જાય છે અને આ ભેજાબાજો મધ્યમ અને ગરીબ લોકોને જ વધુ ટાર્ગેટ બનાવી રહ્યા છે અને વિશ્વાસ જીતવા વોટ્સએપના ડીપી પર ઇલેક્ટ્રિકગ્રીડના ફોટો મૂકી ગુજરાતીમાં જ મેસેજ મૂકે છે જેથી ગ્રાહકને વિશ્વાસ થાય કે આ મેસેજ ઇલેક્ટ્રિકબોર્ડનો જ છે જેથી લોકોએ ચેતવાની જરૂર છે.
વડોદરામાં વધ્યા કેસ
આવા સાયબર શાતિરોના ઘણાં મેસેજ વડોદરાના અનેક લોકોને આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને હાલમાં લોકોએ ચેતવાની જરૂર છે. જેથી જો તમે બિલ ભર્યું છે અને તમારે આવો મેસેજ આવે અને તાત્કાલિક બિલ પે કરવા કહે તો ચેતી જજો નહીં તો તમારી જીવનભરની કમાણી આ સાયબર શાતિરોના ખિસ્સામાં જઈને સમાણી એ બનવું સંભવ છે.


