- પશ્ચિમ નેપાળના જાજરકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા
- ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધાઇ
- શુક્રવારે આવેલા ભૂકંપમાં 157 લોકોના મોત
પશ્ચિમ નેપાળના જાજરકોટ અને આસપાસના વિસ્તારોમાં સોમવારે ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી. જો કે ભૂકંપમાં હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર આવ્યા નથી.
શુક્રવારના ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ
આ પહેલા શુક્રવારે 5.8ની તીવ્રતાના ભૂકંપમાં ભારે તબાહી મચી હતી. આ ભૂકંપમાં 153 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાહત અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે ભૂસ્ખલનથી માર્ગ બંધ થઈ ગયો હતો.
જાજરકોટમાં ભૂકંપનું કેન્દ્ર બિંન્દુ
નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે આજે સાંજે 4:31 વાગ્યે જાજરકોટ અને આસપાસના વિસ્તારોમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જાજરકોટના રામીદાંડા ખાતે હતું. કાઠમંડુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
‘અત્યાર સુધીમાં 14 આંચકા અનુભવાયા છે’
રાષ્ટ્રીય ભૂકંપ માપન કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું કે સાંજે 4.40 કલાકે 4.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના વૈજ્ઞાનિક સંજય કુમાર પ્રજાપતિએ કહ્યું કે નેપાળમાં આવેલો ભૂકંપ 3 નવેમ્બરે આવેલા ભૂકંપનો આફ્ટરશોક છે. અત્યાર સુધીમાં 14 આંચકા આવ્યા છે, આ અત્યાર સુધીનો સૌથી તીવ્ર આંચકો હતો.
દિલ્હીમાં 10 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા
સંજય કુમાર પ્રજાપતિએ જણાવ્યું કે જ્યારે મોટો ભૂકંપ આવે છે ત્યારે આંચકા આવતા રહે છે. દિલ્હીમાં 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.


