- વર્લ્ડકપ બાદ ન્યૂઝીલેન્ડ બાંગ્લાદેશ વચ્ચે રમાશે ટેસ્ટ સીરિઝ
- ટેસ્ટ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડે ટીમની કરી જાહેરાત
- 2 વર્ષ બાદ મિશેલ સેન્ટરની ટેસ્ટ ટીમમાં થઈ વાપસી
બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટે ટીમની જાહેરાત કરી છે. અંદાજે 2 વર્ષ બાદ ડાબા હાથના સ્પિનર મિશેલ સેન્ટરની ટેસ્ટ જર્સીમાં વાપસી થી છે. આગામી પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં સ્પિનરો ખુબ જોવા મળશે. સેન્ટર ઉપરાંક એઝાઝ પટેલ, ઈશ સોઢી અને જબરદસ્ત લયમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રચિન રવિન્દ્ર અને ગ્લેન ફિલિપ્સને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
2021માં રમી હતી છેલ્લી ટેસ્ટ
સેન્ટનર બાંગ્લાદેશ પ્રવાસ પહેલાં ટીમ માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ જૂન 2021માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડસમાં રમ્યો હતો. સેંટનરે 40 ટેસ્ટ ઈનિંગમાં 45.63ની એવરેજથી 41 વિકેટ લીધી છે. સાથે બોર્ડે રવિન્દ્રને અત્યારના ફોર્મને ધ્યાનમાં રાખીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્લ્ડકપ 2023માં તે પોતાની ટીમમાં ટોપ સ્કોરર છે.
ફિલિપ્સને એક વખત ફરી ટેસ્ટ ક્રિકેટમાં સામેલ કરાયો
ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાનની યાત્રા કરનારા ફિલિપ્સને એક વખત ફરી ટેસ્ટ ક્રિકેટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સાથે પીઠની સર્જરીથી ફિટ થયા બાદ એક વખત ફરી ફાસ્ટ બોલર કાઈમ જૈમીસન ટીમમાં પરત આવ્યો છે. જૈમીસને ન્યૂઝીલેન્ડને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
જૈમીસન 16 ટેસ્ટ મેચ રમ્યો
28 વર્ષીય જૈમીસન પોતાની ટીમમાટે માત્ર 16 ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાં જૈમીસને 72 વિકેટ લીધી છે. તે વર્ષ 2021માં ભારત વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા.
ટેસ્ટ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ
ટિમ સાઉથી(કેપ્ટન), ટોમ બ્લંડેલ(વિકેટકીપર), ડેવોન કોનવે, મેટ હેનરી, કાઈમ જૈમીસન, ટોમ લાથમ, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ્સ, એઝાઝ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેંટનર, ઈશ સોઢી, કેન વિલિયમસન અને વિલ યંગ


