- વર્લ્ડકપ 2023માં ત્રણ ટીમો સેમિફાઇલની રેસમાં યથાવત઼
- પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સેમિફાઇલની રેસમાં
- વર્લ્ડકપ 2023માં ત્રણ ટીમો હેલાથી જ ક્વોલિફાય
પાકિસ્તાન હજુ પણ સેમીફાઈનલ રમવાની રેસમાં છે. એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાન આ વર્લ્ડકપમાંથી બહાર થઈ જશે, પરંતુ તેણે જબરદસ્ત વાપસી કરી છે અને સેમીફાઈનલમાં પહોંચવાનો મજબૂત દાવો રજૂ કરી રહ્યં છે.ICCનો નિયમ પાકિસ્તાનને ખાસ ફાયદો આપી શકે છે. આ સાથે પાકિસ્તાનને સેમીફાઈનલમાં આરામદાયક એન્ટ્રી મળી જશે. જો આમ થશે તો તેને પાકિસ્તાન માટે ICC તરફથી મોટી ભેટ માનવામાં આવશે.
3 ટીમો પહેલાથી જ ક્વોલિફાય થઈ ગઈ
3 ટીમો પહેલાથી જ વર્લ્ડકપ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી ચૂકી છે. હવે ચોથા સ્થાન માટે 3 ટીમો વચ્ચે રેસ છે. પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન આ રેસમાં છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે. બંને ટીમોએ વર્લ્ડ કપની 8માંથી 4 મેચ જીતી છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડના પોઈન્ટ સમાન છે અને નેટ રન રેટ પણ નજીક છે, આવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો પોઈન્ટ સિવાય,કોઈપણ બે ટીમનો નેટ રન રેટ પણ સમાન હોય તો કઇ ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
ICCનો નિયમ પાકિસ્તાનના પક્ષમાં જશે
ICC નિયમો કહે છે કે જો કોઈપણ બે ટીમના પોઈન્ટ અને નેટ રન રેટ સમાન હોય તો સેમીફાઈનલમાં પ્રવેશ એ ટીમને આપવામાં આવશે જે વર્લ્ડકપની લીગ મેચમાં બંને વચ્ચેના મુકાબલામાં વિજેતા ટીમ રહી છે. આવી સ્થિતિમાં વર્લ્ડકપમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં વિજેતા ટીમ પાકિસ્તાન રહી હતી. આનાથી સ્પષ્ટ છે કે જો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનનો પોઈન્ટ સિવાય સમાન નેટ રન રેટ હશે તો પાકિસ્તાનને સેમીફાઈનલમાં પ્રવેશ મળશે. પાકિસ્તાન ટીમ માટે આ કોઈ ભેટથી ઓછું નહીં હોય.


