- રશિયન આર્ટિસ્ટે યુદ્ધને રોકવા પરફોર્મ કરીને નોંધાવ્યો હતો વિરોધ
- મહિલાએ અનોખી રીતે વિરોધ કરતા નોંધાઇ હતી ફરિયાદ
- ફરિયાદીએ રશિયન આર્ટિસ્ટને 8 વર્ષની જેલની સજા ફટકારવા કરી માંગ
રશિયન આર્ટિસ્ટે યુદ્ધને રોકવા માટે ગયા વર્ષે માર્ચમાં અનોખી રીતે પરફોર્મ કર્યું હતું. આ પછી મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહિલા વિરુદ્ધ કોર્ટમાં સુનાવણી થઈ અને ફરિયાદીએ તેને આઠ વર્ષની જેલની સજા કરવાની માંગ કરી. મહિલા પર રશિયન સૈનિકો વિશે ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ છે.
મળતી માહિતી મુજબ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં વિરોધ પ્રદર્શન કરવા બદલ એક મહિલાને આઠ વર્ષની સજા કરવાની માંગ કરવામાં આવી છે. મહિલાએ રશિયા-યુક્રેન યુદ્ધને લઈને રશિયા સામે અનોખા અંદાજમાં વિરોધ દર્શાવ્યો હતો.
મહિલાએ અનોખી રીતે કર્યો વિરોધ
મહિલા આર્ટિસ્ટે એલેક્ઝાન્ડ્રા સ્કોચિલેન્કોએ ગયા વર્ષે 31 માર્ચે સુપરમાર્કેટ પ્રાઇસ ટેગ્સ બદલીને રશિયા સામેના યુદ્ધનો અંત લાવવાની માંગણી કરીને વિરોધ કર્યો હતો, સમાચાર એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો હતો. મહિલા કલાકારે પ્રાઈસ ટેગને બદલીને કાગળના ટુકડા સાથે વિરોધ કર્યો હતો.
મહિલા સામે નોંધાઈ હતી ફરિયાદ
મળતી માહિતી મુજબ એપ્રિલ 2022માં એક દુકાનદારે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. મહિલાએ કહ્યું કે તેના ઇરાદાઓમાં રશિયન ગોળીબારમાં માર્યા ગયેલા નાગરિકો વિશેની માહિતી દર્શાવવાનો સમાવેશ થાય છે.
મહિલાને 10 વર્ષ સુધીની જેલ ?
સુનાવણી દરમિયાન મહિલાએ કોર્ટરૂમમાં હસીને પ્રતિક્રિયા આપી હતી. સૌનિકો વિશે ખોટી માહિતી ફેલાવવા બદલ રશિયન મહિલા પર ટ્રાયલ ચાલી રહી છે. આમાં મહિલાને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. મહિલાએ તેના પરના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો, જ્યારે રાજ્યના વકીલે મહિલાને 8 વર્ષની જેલની સજાની માંગ કરી હતી.


