- ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ
- બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- શ્રીલંકાની ટીમ સેમીફાઈનલની રેસમાંથી થઈ છે બહાર
આજે વર્લ્ડકપ 2023ની 41મી મેચ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મેચ બેંગાલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.સેમીફાઈનલમાં ચોથી ટીમ કોણ હશે તે સ્થિતિ આજે ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ શકે છે. જો કીવી ટીમ આજની મેચમાં મોટા માર્જિનથી જીત મેળવે છે તો તેનું સેમીફાઈનલ રમવું લગભગ નિશ્ચિત થઈ જશે. સાથે નાના માર્જિનથી જીત અથવા હાર તેને સેમીફાઇનલમાંથી દૂર કરી શકે છે. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડની ટીમ શ્રીલંકા સામે મોટી જીત મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
શ્રીલંકા માટે પણ આજની મેચ મહત્વની
આ મેચ શ્રીલંકા માટે પણ મહત્વની છે. જો કે, શ્રીલંકાની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ જો તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય કરવું હોય તો પોઈન્ટ ટેબલમાં ટોપ-8માં રહેવું જરૂરી રહેશે. જો તે આમ કરવામાં અસમર્થ રહેશે તો તે ચેમ્પિયન્સ ટ્રોફીની ટિકિટ ગુમાવી શકે છે. અત્યારે શ્રીલંકાની ટીમ 8 મેચમાં 2 જીત બાદ 9માં સ્થાને છે. ટોપ-8માં આવવા માટે શ્રીલંકાએ કોઈપણ ભોગે મેચ જીતવી પડશે.
પિચ રિપોર્ટ
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધી 29 વનડે મેચ રમાઈ છે. જેમાંથી 18 વખત 300+ સ્કોર કરવામાં આવ્યો છે. આ વર્લ્ડકપમાં અહીં રમાયેલી ત્રણ મેચમાં 2 વખત ભારે રન જોવા મળ્યા છે. અહીં બે વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમે 350+ રન બનાવ્યા છે. બાકીની મેચમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 156 રનમાં ઓલઆઉટ થઇ હતી.જો કે, તેનું કારણ પિચ નહીં પરંતુ ઈંગ્લેન્ડની બેટિંગ હતી. અહીં મોટાભાગની મેચોમાં રનનો પીછો કરતી ટીમ વિજયી રહી છે. જો કે, જો પ્રથમ બેટિંગ કરતી વખતે જોરદાર સ્કોર બનાવવામાં આવે છે,
લોકી ફર્ગ્યૂસન આજે કરી શકે વાપસી
ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યૂસન આજે ન્યૂઝીલેન્ડની ટીમમાં વાપસી કરી શકે છે. તેની સાથે કાયલ જેમિસન પણ મેદાનમાં જોવા મળી શકે છે. કેન વિલિયમસન છેલ્લી મેચમાં ફરી ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ આ મોટી મેચમાં ટીમ મેનેજમેન્ટ કોઈપણ ભોગે તેને મેદાનમાં જોવા માંગશે. બીજી તરફ શ્રીલંકાની ટીમમાં કોઈ ફેરફારનો અવકાશ જણાતો નથી.
બંને દેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
ન્યૂઝીલેન્ડ: ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિચેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી/લોકી ફર્ગ્યૂસન.
શ્રીલંકા: પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (કેપ્ટન), સદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, એન્જેલો મેથ્યુઝ, ધનંજય ડી સિલ્વા, મહિષ તિક્ષ્ણા, કસુન રજીથા, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા.


