By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    1 day ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    5 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રકાશનું પાવન પર્વ દીપાવલી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પ્રકાશનું પાવન પર્વ દીપાવલી

Editor
Last updated: 2026/11/07 at 2:11 PM
36 minutes ago
Share
પ્રકાશનું પાવન પર્વ દીપાવલી
SHARE

પ્રકાશનું પાવન પર્વ દીપાવલી

 

સબ ટાઇટલ

          સમજવા અને વિચારવાની વાત એ છે કે, શું ખરેખર વર્ષના પ્રથમ દિવસ જેવું આખા વર્ષ દરમિયાન ક્યારેય થાય છે ખરું? પ્રથમ દિવસ જેવો આનંદ આખા વર્ષમાં ક્યારેય અનુભવાય છે?

આપણા મનમાં વિચાર આવવો જોઈએ કે જે વસ્તુનું મહત્ત્વ શુભ કાર્યમાં હોય, તેને અશુભ કાર્યમાં સ્થાન ન હોય; છતાં ‘દીપક’ને જીવનના તમામ પ્રસંગોમાં સ્થાન આપવામાં આવ્યું છે!

આપણા મનમાં એ પ્રશ્ન પણ ઉદ્ભવવો જોઈએ કે: “દીપકને સૌથી વધારે મહત્ત્વ કેમ આપવામાં આવતું હશે?”

………………………………..

 

તમામ તહેવારોની ઉજવણી આપણને આનંદની અનુભૂતિ કરાવે છે, છતાં દરેક તહેવારનું અનોખું મહાત્મ્ય અને આગવી વિશેષતા હોય છે. કેટલાક તહેવારોની અસર એક દિવસ અનુભવાય તો કોઈકની એક કરતાં વધારે દિવસ. આસો વદ અમાસની અંધારી રાત્રે ટમટમતા દીવડાઓ અને ઝળહળતા પ્રકાશ સાથે ઉજવાતા પર્વને આપણે દિવાળી કે દીપાવલી કહીએ છીએ. આ પર્વની વાત જ સૌથી નિરાળી છે! દિવાળી આવતાં સૌનાં હૈયે અનેરો ઉલ્લાસ છવાઈ જાય છે.

દિવાળીની તૈયારીઓ ઘણા દિવસો પહેલાંથી શરૂ થઈ જાય છે. લોકો ઘરની સફાઈ કરે છે, નવાં કપડાં તથા અન્ય ખરીદી કરે છે. દિવાળી ખુશીઓ વહેંચવાનો તહેવાર છે, આથી લોકો સગાંસંબંધીઓ અને સ્નેહીજનોને પ્રેમપૂર્વક ભેટ-સોગાદો આપે છે.

દિવાળી એ વર્ષનો અંતિમ દિવસ છે અને ત્યાર પછીનો દિવસ એટલે બેસતું વરસ — નૂતન વર્ષ. નૂતન વર્ષ વિશે નાનપણમાં સાંભળેલી એક ખૂબ મજાની વાત યાદ આવે છે: “વર્ષનો પહેલો દિવસ (કારતક સુદ એકમ) — બેસતું વર્ષ જેવું જાય, તેવું આખું વર્ષ જાય.” આ દિવસે લોકો વહેલા જાગીને મંદિરે દેવદર્શન કરવા જાય છે. કુટુંબીજનોના ઘરે જઈને વડીલોને પ્રણામ કરી આશીર્વાદ મેળવે છે અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવે છે. માતાપિતા અને વડીલો બાળકોને આશીર્વાદ સાથે શુકન સ્વરૂપે ધન આપે છે. બાળકોના ચહેરા પર નવાં કપડાં પહેરવાનો અને ભેટ મેળવવાનો આનંદ સ્પષ્ટ જોવા મળે છે. આ દિવસ સૌ ખૂબ આનંદપૂર્વક વિતાવે છે. કોઈથી નાની સરખી ભૂલ થઈ જાય તોપણ હસતાં મુખે સ્વીકારીને ચલાવી લે છે. આમ, સૌ ખૂબ આનંદ અને ઉલ્લાસથી નવા વર્ષની ઉજવણી કરે છે.

હવે સમજવા અને વિચારવાની વાત એ છે કે, શું ખરેખર વર્ષના પ્રથમ દિવસ જેવું આખા વર્ષ દરમિયાન ક્યારેય થાય છે ખરું? પ્રથમ દિવસ જેવો આનંદ આખા વર્ષમાં ક્યારેય અનુભવાય છે?

સ્થૂળ દૃષ્ટિએ જોઈએ તો પ્રથમ દિવસ જેવો આનંદ અને ખુશીનો દિવસ આવતા વર્ષ સુધી ફરીથી ક્યારેય આવશે જ નહીં! પણ સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈએ તો બેસતા વર્ષ જેવું આખું વર્ષ જરૂર વીતી શકે! તેના માટે એક નાનકડી શરત છે: આવનારા પ્રત્યેક દિવસને નૂતન દિવસ રૂપે સ્વીકારવાની આપણી માનસિકતા હોવી જોઈએ. વીતેલા વર્ષમાં સગાંસંબંધીઓ, પડોશીઓ કે સ્નેહીજનો સાથે થયેલાં મનદુઃખ અને ખટરાગને જો આપણે ભૂલી શકીએ, તો જ આપણને નૂતન વર્ષનો સાચો આનંદ માણી શકીએ. જો પ્રત્યેક દિવસને નવું જીવન માનીને જીવીએ, તો પ્રત્યેક દિવસે બેસતા વર્ષ જેવી જ પાવન અનુભૂતિ થાય.

નૂતન વર્ષ અંગે થોડું ગહન વિચારવાની જરૂર છે. રવિવારે દિવાળી હોય તો સોમવારે આપણે નૂતન વર્ષ ઉજવીએ છીએ. (આ વર્ષે પડતર દિવસ-ધોકો હોવાથી મંગળવારે નૂતન વર્ષ છે.) નૂતન વર્ષ અને અન્ય દિવસો વચ્ચે મૂળ તફાવત શું છે? મૂળ તફાવત આપણી માનસિકતા અને વિચારધારાનો છે. નૂતન વર્ષમાં આપણે જૂની નકારાત્મક બાબતો (અણબનાવ, અપમાન, ખટરાગ) ભૂલવાની અને નવી સકારાત્મક બાબતો (સ્નેહ, સંપ, સહાનુભૂતિ) સ્વીકારવાની તૈયારી રાખીશું, તો જરૂર નૂતન વર્ષ જેવો સદાય આનંદ રહેશે.

દિવાળીનું પર્વ એ દીપકનું — પ્રકાશનું પર્વ છે. ભારતીય સંસ્કૃતિમાં દીપકને સૌથી મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિ પ્રમાણે જન્મદિવસની ઉજવણી દીવડાઓ બુઝાવીને નહીં, પરંતુ પ્રજ્વલિત કરીને કરવામાં આવે છે. કોઈ પણ શુભ પ્રસંગે સૌપ્રથમ દીપપ્રાગટ્ય કરવામાં આવે છે. વાર-તહેવારની ઉજવણી, જાગરણ, નવરાત્રી વગેરેમાં પણ દીપકનું ખાસ મહત્ત્વ રહેલું છે. મનુષ્યના જીવનના અંત સમયે પણ દીપક પ્રગટાવવામાં આવે છે. આપણા મનમાં વિચાર આવવો જોઈએ કે જે વસ્તુનું મહત્ત્વ શુભ કાર્યમાં હોય, તેને અશુભ કાર્યમાં સ્થાન ન હોય; છતાં ‘દીપક’ને જીવનના તમામ પ્રસંગોમાં સ્થાન આપવામાં આવ્યું છે! આ વાત આપણે સૌ જાણીએ તો છીએ જ, પણ સાથે આપણા મનમાં એ પ્રશ્ન પણ ઉદ્ભવવો જોઈએ કે: “દીપકને સૌથી વધારે મહત્ત્વ કેમ આપવામાં આવતું હશે?”

દીપક સ્વયં બળીને અન્યોને પ્રકાશ આપે છે, આથી જ તેનું સર્વત્ર મહત્ત્વ છે. કોઈ સ્થળે સદીઓથી અંધકાર વ્યાપેલો હોય, ત્યાં એક નાનકડો દીપક પ્રગટાવીએ એટલે ક્ષણવારમાં અંધકાર ગાયબ થઈ જાય છે. દીપક એ જ્ઞાનનું પ્રતીક છે. આપણા ચિત્તમાં પણ જન્મોથી કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ વગેરે અનેક પ્રકારનો અંધકાર છવાયેલો છે; જો જ્ઞાનરૂપી દીપક પ્રજ્વલિત થાય, તો આપણે એ અજ્ઞાનતાના અંધકારમાંથી ઊગરી શકીએ.

પ્રાણીમાત્રમાં રહેલું ચેતન — જીવ પણ દિવ્ય પ્રકાશમય છે, જેને આત્મસાક્ષાત્કાર કરનાર મહાનુભાવો જોઈ શકે છે. દીપાવલીના પાવન પર્વે આંગણામાં તો દીપક પ્રગટાવીએ જ છીએ, પણ અંતરાત્મામાં જ્ઞાનરૂપી દીપક પ્રગટાવવાની વિશેષ જરૂર છે. આ વાત કવિ મિત્ર અનિલ ચાવડા ખૂબ સુંદર રીતે રજૂ કરે છે:

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,

આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ ઝટપટ ફોડી દઈને,

ચહેરા ઉપર ફૂલઝડી સમ ઝરતું સ્મિત લઈને,

કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ,

આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો,

ચલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ-લકીરો,

ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?

આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

દીપકની જેમ સ્વયં પ્રગટીએ તો બારે માસ દિવાળી અને નૂતન વર્ષનો આનંદ અનુભવાય. આવો આનંદ હરહમેશ અનુભવનાર સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી કહે છે:

રાજ મારે દિન દિન દિવાળી, વહાલા મળતાં તમને વનમાળી;

જી હો ગિરધારી,

મોહન આવ્યા તમે મંદિરીએ, કાજુ દીપતણા ઉત્સવ કરીએ. જી૦ ૧

અજવાળ્યા તમ સારું ઓરડિયા, મેં તો જાળીડે નંગ જડિયા. જી૦ ૨

બ્રહ્માનંદના પ્રીતમ તમ સંગે, અતિ આનંદ વાધ્યો છે અંગે. જી૦ ૩

સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીની જેમ આપણને સૌને રોજેરોજ દિવાળી જેવી ખુશી અનુભવાય અને આવનારું નૂતન વર્ષ તંદુરસ્તીભર્યું, સમૃદ્ધિભર્યું, પ્રગતિમય અને આનંદમય નીવડે એવી હાર્દિક શુભકામનાઓ!

શબ્દસિંધુ:

આપણી વાણી અને વર્તનમાં દિનપ્રતિદિન સકારાત્મક પરિવર્તન આવે તો ‘દિન દિન દિવાળી’ની અનુભૂતિ થાય.

rajesh9825492499@gmail.com

You Might Also Like

 BAPS સ્વામિનારાયણ મંદિરે ચોપડા પૂજન અને નૂતનવર્ષે ૧૫૦૦થી વધુ વાનગીઓનો અન્નકૂટ યોજાશે  

હોસ્પિટલના કેશ કાઉન્ટર પર જ હાથફેરો ; રિસેપ્શનિસ્ટે રૂ.5.20 લાખની ઉચાપત કરી

બીલીયાળા નજીક કંપનીમાં ટ્રક પરથી પટકાતાં 38 વર્ષીય યુવાનનું મોત

પાંચ કાર એકસાથે આગની લપેટમાં, બિલ્ડિંગના 10 માળ સુધી ધુમાડો ફેલાયો

ધનતેરસે ધન લાભ લેવા જુગારનો પાટલો માંડનાર 8 જુગારીઓને LCB એ દબોચ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જસદણના ફ્લોર મિલના વેપારીને જેતપુરની બે પેઢીએ રૂ.4.30 લાખનો ચૂનો લગાવ્યો
ગુજરાતરાજકોટ

જસદણના ફ્લોર મિલના વેપારીને જેતપુરની બે પેઢીએ રૂ.4.30 લાખનો ચૂનો લગાવ્યો

Editor By Editor 22 hours ago
 રાજકોટ ડિવિઝન દ્વારા 148 ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તૈયાર
તપાસના તાણાવાણા હવે હોટલ માલિક સુધી પહોંચશે?
તહેવારમાં રોગચાળાનો ઉપાડો, ડેંગ્યુના ૬ કેસ નોંધાયા
રિલાયન્સના શેરમાં ૬.૭૦ ટકાનો ઉછાળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?