- વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું
- ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિનનો વીડિયો થયો વાયરલ
- વીડિયો દાદી નજર ઉતારતા જોવા મળી રહ્યા છે
ન્યૂઝીલેન્ડના યુવા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેની દાદી રચિનની નજર ઉતારતા જોવા મળી રહ્યા છે. ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેમના વડીલો દ્વારા આપવામાં આવેલા મૂલ્યોની પ્રશંસા કરી રહ્યા છે. વાસ્તવમાં, રચિન મૂળ ભારતના છે, પરંતુ તેના માતા-પિતા 90ના દાયકામાં ન્યૂઝીલેન્ડ શિફ્ટ થઈ ગયા હતા. રચિન ત્યાં જ મોટો થયો અને હવે ન્યૂઝીલેન્ડ માટે ક્રિકેટ રમી રહ્યો છે. જોકે તેના દાદા દાદી હજુ પણ ભારતમાં રહે છે.
રચીન રવિન્દ્રના દાદા-દાદી બેંગલુરુમાં રહે છે
રચીન રવિન્દ્રના દાદા-દાદી બેંગલુરુમાં રહે છે અને તે વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા સામેની મેચ રમ્યા બાદ તેમને મળવા આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લા કેટલાક દિવસોથી બેંગલુરુમાં છે, તેણે અહીંના કેએમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે બે મેચ રમી હતી. આ દરમિયાન રચિનનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું હતું. તેણે પાકિસ્તાન સામે સદી પણ રમી હતી.
રચિન 2023ના વર્લ્ડ કપમાં પોતાના બેટથી ઘણી ધમાલ મચાવી છે. લીગ તબક્કામાં રમાયેલી 9 મેચોમાં તેણે 70થી વધુની એવરેજથી 565 રન બનાવ્યા હતા. તે હાલમાં આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ક્વિન્ટન ડી કોક અને વિરાટ કોહલીથી ઉપર છે.
સચિનનો પણ તોડ્યો રેકોર્ડ
રચિનનો આ પહેલો વર્લ્ડ કપ છે અને તે પોતાના ડેબ્યૂ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ સાથે તેણે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. આ વર્લ્ડ કપમાં 25 વર્ષથી ઓછી ઉંમરના સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. ન્યુઝીલેન્ડની ટીમની સેમીફાઈનલની ટિકિટ લગભગ કન્ફર્મ થઈ ગઈ છે. તેઓ 15 નવેમ્બરે ભારત સામે ટકરાશે. રચિન આ મેચમાં પણ સારું પ્રદર્શન કરવા માંગશે.


