- શ્રેયસ અય્યર દબાણમાં ખૂબ સારું રમે છે: દ્રવિડ
- વિરાટ કોહલી અને રોહિત શર્માનું પણ જોરદાર પ્રદર્શન
- શ્રેયસ અય્યરે વર્લ્ડકપ 2023માં 293 રન બનાવ્યા
વર્લ્ડકપ 2023માં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમને અત્યાર સુધી કોઈ પણ ટીમ વિજયરથને રોકવામાં નિષ્ફળ રહી છે અને આ જ કારણ છે કે ટીમ 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 1 સ્થાન પર છે. મેન ઇન બ્લુ લીગ મેચની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે 12મી નવેમ્બરે રમશે.આ પછી ટીમ 15 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલ મેચ રમશે.આ મેચ ભારતીય ટીમ માટે કરો યા મરો જેવી છે. જો કે, ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સેમિફાઇનલ મેચ માટે રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં પરંતુ અન્ય કોઈ ખેલાડીને મોટી મેચમાં સૌથી મોટો ખેલાડી ગણાવ્યો છે.
વર્લ્ડકપ 2023માં રાહુલ દ્રવિડે રોહિત શર્મા અને વિરાટ કોહલીને નહીં પરંતુ ટીમ માટે નંબર 4ની ભૂમિકા ભજવતા બેટ્સમેન શ્રેયસ અય્યરને પ્રેશર મેચમાં સૌથી મોટો ખેલાડી ગણાવ્યો છે. કોચના મતે શ્રેયસ અય્યર દબાણમાં ખૂબ સારું રમે છે. બેટ્સમેન તમે તેના રન દ્વારા નક્કી કરી શકતા નથી. તેણે વર્લ્ડકપમાં પણ કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી છે.
શ્રેયસ અય્યરનું પ્રદર્શન કેવું રહ્યું?
શ્રેયસ અય્યરે વર્લ્ડ કપ 2023માં ભારતીય મિડલ ઓર્ડર બેટિંગ વિભાગ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે પાકિસ્તાન સામે 53 રન, શ્રીલંકા સામે 82 રન અને સાઉથ આફ્રિકા સામે 77 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. અય્યરે વર્લ્ડ કપ 2023માં રમાયેલી 8 મેચોમાં 48.83ની એવરેજથી 293 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 ફિફ્ટી પોતાના નામે કરી છે.
વિરાટ કોહલી અને રોહિત શર્માનું પણ જોરદાર પ્રદર્શન
વિરાટ કોહલી વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે 8 મેચમાં 108.6ની એવરેજથી 543 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન કિંગ કોહલીએ 2 સદી અને 4 ફિફ્ટી ફટકારી છે. રોહિત શર્માએ પણ 8 મેચમાં 55.25ની એવરેજથી 442 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન હિટમેને નામે 1 સદી અને 2 ફિફ્ટી સામેલ છે.


