રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે
અનિલ જ્ઞાન મંદિરના છાત્ર-છાત્રાઓ દ્વારા રેલી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળ ઉપક્રમે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહાદેવધામના પટાંગણમાં ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ, શૌર્ય ગીત, વેશભૂષા સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમિતિ છેલ્લા ૪૫ વર્ષથી રાષ્ટ્રીય ત્યૌહારના આયોજનોમાં અગ્રેસર છે. સ્વસ્તિક ગર્લ્સ હાઇસ્કુલ ની છાત્રાઓ રેલી તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાના છે.
જાથાના પ્રમુખ જયંત પંડયાએ જણાવ્યું કે જીવનનગરમાં સામાજિક, રાષ્ટ્રીય, સેવાકીય, સાંસ્કૃતિક ઉત્સવ અંતર્ગત કાર્યક્રમો યોજાય છે. ગુજરાતભરમાં સમિતિની પ્રવૃત્તિ અગ્રેસર છે. તા.૧૫ મી શનિવારે સવારે સાડા આઠ કલાકે જીવનનગર ચોકમાં દેશપ્રેમ-દેશદાઝ, રાષ્ટ્રીય પર્વ અન્વયે કાર્યક્રમો યોજાનાર છે. રાષ્ટ્રીય એકતા રેલી માર્ગો ઉપર નીકળી દેશપ્રેમના સુત્રોચ્ચાર કરશે. રહીશોના સંતાનો વેશભૂષા પરિધાન કરશે. ઉપરાંત છાત્ર-છાત્રાઓનું સન્માન થશે. સમિતિએ જનજાગૃતિ માટે મશાલ સરઘસમાં જ્યોત પ્રગટાવી મહિલાઓ આગેવાની લેવાના છે. ભારતીય તિરંગા સાથે છાત્રાઓ અગ્રેસર રહેશે.
રાષ્ટ્રીય પર્વમાં પૂર્વ મેયર અને પ્રદેશ ભા.જ.૫. ના આગેવાન શ્રીમતી બીનાબેન આચાર્ય, વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, નીતાબેન લાલ, અશ્વિનભાઈ ભોરણીયા, ઘનશ્યાભાઈ આહિર, પૂર્વ નગરસેવક ચેતનભાઈ સુરેજા, નીરૂભા વાઘેલા, ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, પૂર્વ નગરસેવક પરેશભાઈ હુંબલ, નીતાબેન વઘાસીયા, શહેર ભા.જ.૫. ના મેહુલભાઈ નથવાણી, મનીષભાઈ દેડકીયા, વોર્ડ પ્રભારી ધ્યેય દોશી, પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, આગેવાન હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા, વોર્ડના પૂર્વ પ્રભારી રઘુભાઈ ધોળકીયા, પૂર્વ પ્રમુખ રજનીભાઈ ગોલ, અશ્વિનભાઈ કોરાટ, પરેશભાઈ તન્ના, અનિરુદ્ધભાઈ મિયાત્રા, ડો.આશિષભાઈ મકવાણા, મહેન્દ્રસિંહ ચુડાસમા, હેમાંગ માકડીયા, કેતન મકવાણા, વિપુલ પંડયા, ભાવેશ બુંદેલા, વિનોદરાય ભટ્ટ, મહિલા મોરચાના મયુરીબેન ભાલારા મેઘાબેન વૈષ્ણવ પ્રફુલાબેન મહેતા સહિત આગેવાનો હાજરી આપશે.
અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઇસ્કુલ ના છાત્ર-છાત્રાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ વિવિધતાથી રજૂ કરશે. રાષ્ટ્રીય પર્વની તૈયારી સમિતિના પ્રમુખ જયંત પંડયા, અંકલેશ ગોહિલ, વિનોદરાય ભટ્ટ, કેતન મકવાણા, વિપુલ પંડ્યા, પંકજભાઈ મહેતા, ડૉ. તેજસ ચોકસી, મુકેશભાઈ પોપટ, વિનોદરાય ઉપાધ્યાય, પાર્થ ગોહેલ, વિજયભાઈ જોબનપુત્રા મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, કિર્તીબેન કગથરા, ભક્તિબેન ખખ્ખર, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલ તથા અનિલ જ્ઞાનમંદિર ના પ્રિન્સિપાલ છાયાબેન દવે તથા સમગ્ર શિક્ષક ભાઈ બહેનો સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.


