સહકારી બેંકોની અમ્બ્રેલા સંસ્થા NUCFDC દિલ્હીથી મુંબઈ ખસેડાશે: અમિત શાહ
યુસીબીને આધુનિક ક્ષમતાઓ સુધી પહોંચવામાં-સક્ષમ બનાવવામાં એનયુસીએફડીસીની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે : જ્યોતીન્દ્ર મહેતા
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતના શહેરી સહકારી બેંકિંગ એટલે કે અર્બન કોઓપરેટિવ બેન્કિંગ (યુસીબી) ક્ષેત્રમાં ટેક્નોલોજી આધારિત પરિવર્તન, સાયબર રેઝિલિયન્સ અને સંસ્થાકીય ક્ષમતા નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલા તરીકે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે યુસીબી ક્ષેત્રને મજબૂત બનાવવા માટેનો રોડમેપ રજૂ કર્યો.
આ સાથે મુંબઈના બીએસઈ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે શહેરી સહકારી બેંકો માટેની અમ્બ્રેલા સંસ્થા નેશનલ અર્બન કો-ઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NUCFDC)ની ડિજિટલ અને સંસ્થાકીય પહેલોની શ્રેણીનો પ્રારંભ કર્યો.
આ પહેલોમાં બેંક ઇન અ બોક્સનો પણ સમાવેશ થાય છે, જે યુસીબીને એન્ડ-ટુ-એન્ડ બેંકિંગ ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે તૈયાર કરવામાં આવેલું એક સંકલિત મેનેજ્ડ ટેક્નોલોજી પ્લેટફોર્મ છે. સમગ્ર ક્ષેત્રમાં સાયબર સુરક્ષા અને સાયબર રેઝિલિયન્સને મજબૂત બનાવવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (એનએફએસયુ) સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી છે. તેમજ ‘સહકાર CBS’ના પ્રારંભિક સ્વીકારક તરીકે છ યુસીબીનું સન્માન કરવામાં આવ્યું. સહકાર CBSએ શહેરી સહકારી બેંકો માટે એનયુસીએફડીસીનું કોર બેંકિંગ સોલ્યૂશન છે.
આ કાર્યક્રમ દરમિયાન “ઓપરેશનલ રિસ્ક મેનેજમેન્ટ એન્ડ રેઝિલિયન્સ”નું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું. આ યુસીબી માટેની એક વ્યવહારુ હેન્ડબુક છે, જે ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજર અને વિજય કો-ઓપરેટિવ બેંક તથા અમદાવાદ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર જી. પી. મિસ્ત્રી દ્વારા લખવામાં આવી છે.
અમિત શાહે મુંબઈમાં એનયુસીએફડીસીની નવી કચેરીનું પણ ઉદ્ઘાટન કર્યું, જે સંસ્થાની સંસ્થાકીય સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. એનયુસીએફડીસીએ પોતાની રજિસ્ટર્ડ ઓફિસ દિલ્હીથી મુંબઈ ખસેડવાનો નિર્ણય લીધો છે, જે મુંબઈને શહેરી સહકારી બેંકો, સહકારી સંસ્થાઓ, નીતિ નિર્માતાઓ, ટેક્નોલોજી ભાગીદારો અને અન્ય હિતધારકો સાથેના તેના જોડાણ માટેના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. મુંબઈ સ્થિત નવી કચેરી એનયુસીએફડીસીની ક્ષેત્ર સાથે નજીકથી કામ કરવાની, સભ્ય બેંકોને સહાય પૂરી પાડવાની અને સંકલિત રીતે સમગ્ર ક્ષેત્રને આવરી લેતી પહેલોને આગળ ધપાવવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે.
એનયુસીએફડીસીના ચેરમેન શ્રી જ્યોતિન્દ્ર એમ. મહેતાએ શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્રને મજબૂત બનાવવા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, “શહેરી સહકારી બેંકોની પાયાના સ્તરે મજબૂત હાજરી છે અને સમુદાયો, ઉદ્યોગસાહસિકો તથા સ્થાનિક અર્થતંત્રને સહયોગ આપવામાં તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત વધુ ટેક્નોલોજી આધારિત અને સમાવેશી નાણાકીય વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે, યુસીબીને વિકાસ કરવા, નવીનતા લાવવા અને વધુ કાર્યક્ષમતા તથા આત્મવિશ્વાસ સાથે તેમના ગ્રાહકોને સેવા આપવા માટે સજ્જ કરવી મહત્વપૂર્ણ છે.


