રાજકોટમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ
પ્રશિક્ષણ વર્ગ અભિયાનના સૌરાષ્ટ્રના સંયોજક પ્રદીપભાઈ ખીમાણી અને વર્ગના વાલી ગોપાલભાઈ સોરઠિયા ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સત્રથી પ્રારંભ – પ્રદર્શની ખુલ્લી મુકાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
પ્રશિક્ષણ વર્ગ અંગે માહિતી આપતાં રાજકોટ મહાનગરના યુવા પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઈ વડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,રાજકોટ શહેરની ભાગોળે કુવાડવા રોડ સ્થિત પ્રભુ ફાર્મ ખાતે અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ માટે આયોજિત આ વર્ગમાં રાજકોટ મહાનગરના વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય, વર્તમાન અને પૂર્વ પ્રમુખ, રાજકોટ મહાનગર પાલિકાના વર્તમાન અને પૂર્વ મેયરશ્રી, રાજકોટ શહેર સંગઠનના સૌ હોદ્દેદારો, વોર્ડના પ્રભારી અને પ્રમુખ, મોરચાના પ્રમુખો અને મહામંત્રી તેમજ વિવિધ સેલના સંયોજક અને સહ- સંયોજક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત મહાનુભાવોએ પં. દીનદયાળ ઉપાધ્યાય અને ડો. શ્યામા પ્રસાદ મુખરજીના ચિત્રોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં પ્રદીપભાઈ ખીમાણીએ આપણી કાર્યરીતી અંગેનું સત્ર લીધું હતું. જેમાં તેઓએ ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલી અને કામગીરી વિષય ઉપર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.. જ્યારે સોશિયલ મીડિયા, નમો એપ, સરલ એપ અને AI વિષય ઉપર પ્રાંજલભાઈ દેસાઈએ વિસ્તૃત સમજણ પૂરી પાડી હતી. આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષની રચનાત્મક કામગીરી, ચૂંટણી વ્યવસ્થાપન, સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને સોશિયલ મીડિયા દ્વારા પક્ષની વાતને વધુ અસરકારક રીતે રજૂ કરવાનો છે.
પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણ વર્ગના સૌરાષ્ટ્ર ઝોન સંયોજક પ્રદીપભાઈ ખીમાણી, આ વર્ગના વાલી જામનગર શહેરનાં પૂર્વ મહામંત્રી ગોપાલભાઈ સોરઠિયા, રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઈ વડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્યો ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટ મહાનગરના પૂર્વ પ્રમુખો, પ્રતાપભાઈ કોટક, નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી તેમજ રાજકોટ મહાનગર પાલિકાના પુર્વ મેયર નયનાબેન પેઢડિયા, ડૉ. પ્રદીપભાઈ ડવ, પૂર્વ મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતનાં મહાનગરના અગ્રણીઓ તેમજ વોર્ડ પ્રભારી-પ્રમુખ, શહેર મોરચાના પ્રમુખ મહામંત્રી, સેલ સંયોજક-સહસંયોજક, પૂર્વ પ્રમુખો, મેયર, પૂર્વ મેયર સહિત ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ઉપાધ્યક્ષ રાજદીપસિંહ જાડેજા, પૂજાબેન પટેલ , કાથડભાઈ ડાંગર, મનસુખભાઈ વેકરીયા સહિત આ પ્રશિક્ષણ વર્ગ સ્થાન વ્યવસ્થા લલીતભાઈ વાડોલીયા, વર્ગ ખંડ વ્યવસ્થા પૂજાબેન પટેલ, મંચ વ્યવસ્થા અશ્વિનભાઈ પાંભર, સત્ર સંચાલક – અધ્યક્ષ વ્યવસ્થા કિશોરભાઈ રાઠોડ, મલ્ટીમીડીયા વ્યવસ્થા હરેશભાઈ કાનાણી, રજીસ્ટ્રેશન વ્યવસ્થા દર્શન કાછડીયા, અમીત ગણાત્રા, ગૌરવ અમીપરા, ઓનલાઈન કિવઝ વ્યવસ્થા ટીમ શ્યામભાઈ ડાભી, નિખીલભાઈ રાઠોડ, કીટ તૈયાર કરનાર ટીમ તરીકે કાર્યાલય ટીમ-હિતેષભાઈ ઢોલરીયા, શૈલેષભાઈ દવે, નલહરિ પંડિત, ચેતન રાવલ, ભાવીન ધોળકીયા, અજય સંભાળી રહ્યા છે. આ પ્રશિક્ષણ વર્ગની પ્રદર્શની તૈયાર કરનાર ટીમમાં વિજયભાઇ પાડલીયા, તેમજ આંતરીક તથા બાહ્ય સજાવટ પરિમલભાઈ પરડવા, વિડીયો / ફોટોગ્રાફી માટે અનુરાગ વાગડીયા, શરદ વાગડીયા, તેમજ સ્વચ્છતા વ્યવસ્થા મહેશભાઈ રાઠોડ, મીડીયા પ્રબંધનમાં હાર્દિકભાઈ બોરડ, વક્તા પ્રબંધનમાં રાજદિપસિંહ જાડેજા, વર્ગ ગીત, વંદે માતરમ્ ગાનમાં કાથડભાઈ ડાંગર, પર્યવેક્ષકમાં મનસુખભાઈ વેકરીયા, અને ભોજન – અલ્પાહાર વ્યવસ્થામાં વિક્રમભાઈ પુજારા, અશ્વિનભાઈ પાંભર સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.


