રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા-૨ ગામે આવેલ સુપ્રસિદ્ધ ધામ વૃંદાવન બાગ ખાતે પૂજ્ય રામ કથાકાર મોરારીબાપુએ ખાસ મુલાકાત લીધી હતી. મોરારીબાપુના ઉપસ્થિત મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનોએ પૂજ્ય બાપુના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ તકે વૃંદાવન બાગના મહંતશ્રી અને અખીલ ભારતીય પંચ નિર્મોહી અખાડાના અધ્યક્ષ રાજેન્દ્રદાસબાપુ, સ્થાનીક અગ્રણી લાલાભાઇ વાઘ તેમજ ગામના આગેવાનો, વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ગ્રામજનો દ્વારા પૂજ્ય બાપુનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.


