કેન્દ્રીય વિદ્યાલયમાં ‘કલા ઉત્સવ માં ૧૯૫ વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતાના રંગો પૂર્યા
મોમેન્ટો આપી છાત્રોનું સન્માન કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા રાજકોટ ખાતે ‘કલા ઉત્સવ ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ, પોરબંદર, ભાવનગર અને જૂનાગઢ સહિત ગુજરાત પ્રદેશની વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોના કુલ ૧૯૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કલા ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ગ્રુપ ડાન્સ, ગ્રુપ સોંગ, 2 ડી તથા 3 ડી ચિત્રકળા અને મૂર્તિકળા સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક પ્રતિભા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
કાર્યક્રમમાં છ કેન્દ્રીય વિદ્યાલયોના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય વિદ્યાલયના પ્રભારી તરીકે જેતપુર કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય દિપક ગુર્જરે કાર્યક્રમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા રમેશચંદ્ર ટાંકે સંભાળી હતી અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કલા ઉત્સવના માધ્યમથી વિદ્યાર્થીઓને પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરવાની સાથે ભારતીય કલા અને સંસ્કૃતિ પ્રત્યેનો રસ વિકસાવવાની તક મળી હતી.


