જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તાવા પ્રસાદ યોજાયો
જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ
સમિતિ દ્વારા રથયાત્રા સુરક્ષા સંયોજકોની નિમણૂક
અગ્ર ગુજરાત, રાજકોટ
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભવ્ય તાવા પ્રસાદ તથા સન્માન સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. પરમ પૂજ્ય અપૂર્વમુની સ્વામી ની ઉપસ્થિતિ હોવા ઉપરાંત માર્ગદર્શક સમિતિના માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા ઉપરાંત સમીતીના અધ્યક્ષ રાજાભાઇ (વાવડી), ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા ઉપરાંત સંકલન સમિતિના પુ. રાધેશ્યામ બાપુ, લલીતભાઇ વડેરીયા (કાળુમામા), અશ્વિનભાઇ ગોસાઇ, ક્રુણાલભાઇ વ્યાસ, ડો. માધવ દવે, યોગેંદ્રસિહ જાડેજા, વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, જયેશભાઇ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ), ગૌતમભાઇ ધમસાણીયા, ચમનભાઇ સિંધવ, રાજુભાઇ પિલ્લાઇ, વિક્રમસિંહ પરમાર, મંગેશભાઇ દેસાઇ, નિલેશભાઇ ગોલ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મા. પરેશભાઈ પીપળીયા, વિજયભાઈ વાંક, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, ગુણવંતભાઈ ડેલાવાળા, રાજકોટ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના રામાણીભાઈ, હિરેનભાઈ, કિશોરભાઈ, દુર્ગેશભાઈ સાકરીયા, સામાજિક અગ્રણીઓ વિજયભાઈ કારીયા, જયંતીભાઈ ખૂટ ઉપરાંત વિહિપ, બજરંગ દળ, દુર્ગાવાહીની અને માત્રુશક્તીના કાર્યકર્તાઓ ઉપરાંત શહેરના વિવિધ મંડળોના કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી. અપૂર્વમુની સ્વામીના હસ્તે જન્માષ્ટમી “સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ”નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સમગ્ર સ્થાન હજારો લોકોના જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ ના ઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. નશામુક્ત સમાજના નિર્માણનો સંદેશ આપતી આ થીમ દ્વારા યુવાનો અને સમગ્ર સમાજમાં નશામુક્તિ અંગે જનજાગૃતિ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ગત જન્માષ્ટમી મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓ અને આયોજનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૫૦ થી વધુ મંડળોને શીલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમિતિ દ્વારા મંડળોના કાર્યકર્તાઓની મહેનત અને ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો.
| આ વર્ષે પણ રાજકોટ શહેરના તમામ ઉત્સાહી મંડળો અને યુવાનોને જન્માષ્ટમી કાર્યાલયે (નાગર બોર્ડીંગ, ટાગોર રોડ) લતા સુશોભન અને ફ્લોટ સુશોભનની મોટા પ્રમાણમા તુરંત નોંધણી કરાવવા કાર્યાલય મંત્રી દિલિપભાઇ દવે દ્વારા આહવાન કરવામા આવ્યુ હતુ. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ શહેરના તમામ મંડળોને ફ્લોટ સુશોભન માટે નિ:શુલ્ક વાહનોની વ્યવસ્થા કરી આપવામા આવી રહી છે. |
આ પ્રસંગે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આગામી રથયાત્રાના સુચારુ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાના સંકલન માટે સુરક્ષા સંયોજકો ની નિમણૂક પણ કરવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન વ્યવસ્થા, સંકલન અને સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે નિમણૂક કરાયેલા સંયોજકો હર્ષ મુથ્રેજા, વિનિત જાયસ્વાલ, જિતેંદ્રભાઇ કેશુર, સંજયરાજ સોલંકી, અલ્પેશ મોરડિયા, મનોજ કદમ, વિકાસસિંહ ઠાકુર, ડો. ગુરુભાઇ રાવલ, યોગિભાઇ ત્રિવેદી, હિતેશભાઇ વાણીયા, જીગ્નેશભાઇ સોલંકી, લોકેન્દ્રભાઇ વિશ્વકર્મા વગેરે બધા મહત્વની જવાબદારી નિભાવશે તેમ સમીતીના સહ ઇનચાર્જ કૌશીકભાઇ સરધારાએ જણાવ્યુ હતુ.


