- એક તાલીમ મિશન દરમિયાન પૂર્વ ભૂમધ્ય સમુદ્ર પર લશ્કરી વિમાન ક્રેશ
- વિમાન એરિયલ રિફ્યુઅલિંગ ઓપરેશન દરમિયાન ક્રેશ થયું હોવાનું વિગત
- કયા કારણોસર દુર્ઘટના થઇ તે અંગે તપાસ હાથ ધરી
એક તાલીમ મિશન દરમિયાન પૂર્વ ભૂમધ્ય સમુદ્ર પર લશ્કરી વિમાન ક્રેશ થતા 5 અમેરિકી સેવા કર્મચારીઓ માર્યા ગયા હતા. US યુરોપિયન કમાન્ડે રવિવારે જણાવ્યું હતું. શુક્રવારે સાંજે પ્લેન ક્રેશ થયું હતું. સેનાએ સૌપ્રથમ શનિવારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, કયા કારણે દુર્ઘટના થઇ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
જો કે આ ઘટનામાં કોઈ પ્રતિકૂળ પ્રવૃત્તિ હોવાની શક્યતા નકારી કાઢવામાં આવી છે. સૈન્યએ જણાવ્યું હતું કે સૈન્ય તાલીમના ભાગ રૂપે વિમાન એરિયલ રિફ્યુઅલિંગ ઓપરેશન દરમિયાન ક્રેશ થયું હતું, જેમાં તમામ પાંચ ક્રૂ સભ્યોના મોત થયા હતા. તેણે રવિવારે જણાવ્યું હતું કે નજીકના યુએસ લશ્કરી વિમાનો અને જહાજો તરત જ શોધ અને બચાવ પ્રયાસના ભાગરૂપે તૈનાત કરવામાં આવ્યા હતા.


