- બ્રિટિશના રાજકારણમાં ગૃહમંત્રી પદને લઇ ખડભડાટ
- બ્રિટિશના નવા ગૃહમંત્રી તરીકે જેમ્સ ક્લેવર્લીની પસંદગી
- સૂનકને સુએલા બ્રેવરમેનને ગૃહમંત્રી પદેથી બરતરફ કર્યા
બ્રિટનના ગૃહ સચિવ પદેથી સુએલા બ્રેવરમેનને બરતરફ કર્યા બાદ રિશી સુનાકે સોમવારે જેમ્સ ક્લેવર્લીને હોમ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા હતા. તે પહેલાં સૂનકને સુએલા બ્રેવરમેનને ગૃહમંત્રી પદેથી બરતરફ કર્યા હતા. 54 વર્ષીય બ્રેવરમેને લગભગ એક વર્ષ સુધી ગૃહમંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો.
રોઇટર્સના અહેવાલ મુજબ, બ્રેવરમેને પોલીસ પર પેલેસ્ટાઇન તરફી વિરોધીઓ પ્રત્યે ખૂબ જ હળવા હોવાનો આરોપ મૂક્યો હતો. તેણે ગાઝામાં યુદ્ધવિરામની માગણી કરી રહેલા પેલેસ્ટાઈન તરફી વિરોધ કરનારાઓની ભીડને નફરતની કૂચ ગણાવી હતી. જે બાદ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પર બ્રેવરમેનને બરતરફ કરવાનું દબાણ વધી રહ્યું હતું.
ડાઉનિંગ સ્ટ્રીટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીને બ્રિટનના નવા ગૃહ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે ડાઉનિંગ સ્ટ્રીટે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનને નવા વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે બ્રેવરમેને યુકે સ્થિત અખબારમાં એક લેખ લખ્યો હતો, જેમાં તેણે લંડન મેટ્રોપોલિટન પોલીસ પર આરોપ મૂક્યો હતો કે તેઓ લંડનમાં તેમની કૂચ દરમિયાન પેલેસ્ટાઈન તરફી કાર્યકરો દ્વારા સર્જાયેલી અરાજકતાને અવગણી રહ્યા છે. તેમના લેખને લઈને હોબાળો વધતો ગયો. જે બાદ PMએ સોમવારે તેમને તેમના પદ પરથી બરતરફ કરી દીધા હતા.


