- ભારતની દીકરીઓ દેશને સતત અપાવી રહી છે ગર્વ
- જમ્મુ કાશ્મીરના અનંતનાગની દિકરીઓએ જીત્યો ગોલ્ડ મેડલ
- મિક્સ્ડ નેટબોલ ચેમ્પિયનશિપમાં નેપાલને હરાવ્યું
ભારતની દીકરીઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતને સતત ગૌરવ અપાવી રહી છે. તેની નવીનતમ ઝલક જમ્મુ અને કાશ્મીરના અનંતનાગથી આવી રહી છે, જ્યાં જુનિયર નેટબોલ ટીમના ખેલાડીઓ, જમ્મુ અને કાશ્મીરની દીકરીઓ સુવર્ણ ચંદ્રક વિજેતા તરીકે પરત ફર્યા છે. તેમણે ઈન્ડો-નેપાળ મિક્સ્ડ નેટબોલ ચેમ્પિયનશિપ-2023માં નેપાળની ટીમને હરાવીને આ મેડલ જીત્યો હતો.
આ શાનદાર જીત બાદ સમગ્ર અનંતનાગમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને દરેક લોકો ગર્વ સાથે તેમનું સ્વાગત કરવા આતુર છે. સુવર્ણ ચંદ્રક જીતીને ટુર્નામેન્ટમાંથી પરત ફરતી વખતે તેમના પરિવારજનોએ યુવતીઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.


