By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: સરકાર આવશે ઘર આંગણે, સેવાસેતુનો પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

સરકાર આવશે ઘર આંગણે, સેવાસેતુનો પ્રારંભ

Editor
Last updated: 2026/08/07 at 5:07 PM
21 minutes ago
Share
સરકાર આવશે ઘર આંગણે, સેવાસેતુનો પ્રારંભ
SHARE

સરકાર આવશે ઘર આંગણે, સેવાસેતુનો પ્રારંભ

અરજદારોને કચેરીના ધક્કાથી મુકિત મળશે, આધાર, રેશન, આવકના દાખલા, કેવાયસી, જન આરોગ્ય યોજના સહિતની કામગીરી એક જ છત નીચે થશે

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

સરકારી કામ કરાવવું એટલે લાંબી લાઈનો, કાગળોનો ડગલો અને કચેરીઓના ચક્કર કાપવા-સામાન્ય નાગરિક માટે આ એક મોટો માથાનો દુખાવો હોય છે. પરંતુ જો સરકાર પોતે ચાલીને તમારા ગામ કે સોસાયટી સુધી આવે અને સ્થળ પર જ તમારા બધા કાગળિયાં ઓકે કરી આપે તો? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે “Government to Citizen” (G2C) અભિગમ અપનાવીને નાગરિકો માટે એક મોટો નિર્ણય લીધો છે.

સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા રાજ્યભરમાં ‘સેવાસેતુ’ કાર્યક્રમનો નવો આક્રમક તબક્કો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ‘સેવાસેતુ 2.1’ અને શહેરી વિસ્તારોમાં ૧૨મો તબક્કો શરૂ કરીને સરકાર દરેક પાત્ર નાગરિક સુધી યોજનાઓનો ૧૦૦% લાભ (સેચ્યુરેશન) પહોંચાડવા માંગે છે.

સેવાસેતુ શિબિર એટલે નાગરિકો માટે સરકારી સેવાઓનો વન-સ્ટોપ સોલ્યુશન! આ શિબિરોમાં અરજી કરવા માટે ક્યાંય દોડાદોડી કરવાની જરૂર નથી. કલેક્ટર કચેરી કે મામલતદાર કચેરીના અધિકારીઓ સ્થળ પર હાજર રહીને કામ કરશે.

જેવી રીતે ગામડાઓમાં શિબિરો યોજાશે, તે જ રીતે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પણ ૨૧ સપ્ટેમ્બરથી ૯ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન સેવાસેતુનો ૧૨મો તબક્કો યોજાશે. શહેરોમાં વોર્ડ વાઈઝ ક્લસ્ટર બનાવીને શિબિરો ગોઠવવામાં આવશે. શહેરીજનોને પોતાની સોસાયટી કે વોર્ડ નજીક જ આ સુવિધા મળશે. અધિકારીઓ મોટાભાગના કેસોનો નિકાલ એ જ દિવસે સ્થળ પર જ કરી દેશે. જો કોઈ કિસ્સામાં વિશિષ્ટ તપાસની જરૂર હશે, તો વધુમાં વધુ ૭ દિવસની અંદર અરજીનો નિકાલ કરવાનો આદેશ અપાયો છે.

આ વખતનો સેવાસેતુ માત્ર કાગળો સ્વીકારવા પૂરતો સીમિત નથી. શિબિરમાં આવતા લોકોને ડિજિટલ સેવાઓ, BHIM એપ અને UPI ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરવા તેની તાલીમ પણ આપવામાં આવશે, જેથી ભવિષ્યમાં તેઓ જાતે ઓનલાઈન કામ કરી શકે. આ ઉપરાંત, મંડપમાં વરિષ્ઠ નાગરિકો (સીનિયર સિટીઝન), દિવ્યાંગ ભાઈ-બહેનો અને મહિલાઓ માટે અલગ બેસવાની અને કામ કરાવવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે જેથી તેમણે લાંબી લાઈનમાં ઊભા રહેવું ન પડે.

બે તબક્કામાં આયોજન

આ વખતે ગ્રામ્ય વિસ્તારમાં સેવાસેતુનું આયોજન બહુ જ વ્યવસ્થિત અને પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ વ્યક્તિ કાગળોના અભાવે રહી ન જાય.

પ્રથમ તબક્કો (૬ ઑગસ્ટથી ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬): આ સમયગાળા દરમિયાન ગામડે-ગામડે જઈને સર્વે અને પૂર્વ તૈયારી કરવામાં આવશે. આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા, બેંક ખાતાં, e-KYC અને પ્રધાનમંત્રી જન આરોગ્ય (PMJAY) યોજના માટે જરૂરી દસ્તાવેજો એકઠા કરાશે અને લાભાર્થીઓની યાદી તૈયાર થશે.

બીજો તબક્કો (૨૧ સપ્ટેમ્બરથી ૯ ઑક્ટોબર, 2026): આ દિવસોમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખાસ શિબિરો યોજાશે. પ્રથમ તબક્કામાં તૈયાર થયેલી યાદી મુજબ સ્થળ પર જ લોકોને સરકારી યોજનાઓના મંજૂરી પત્રો અને દાખલાઓ હાથોહાથ આપી દેવાશે.

આ બે તબક્કાની નીતિને કારણે શિબિરમાં કોઈ ધમાલ કે ભીડ નહીં થાય અને ગતિશીલતા સાથે ૧૦૦ ટકા કામ પૂર્ણ થશે.

શિબિરમાં મળનારી મુખ્ય સેવાઓ:

ઓળખ અને કાગળો: આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, સીનિયર સિટીઝન કાર્ડ.

જમીન-સંપત્તિ: વારસાઈ નોંધ, સ્વામિત્વ યોજના.

આરોગ્ય અને નાણાકીય: પ્રધાનમંત્રી જન આરોગ્ય (PMJAY) કાર્ડ, જનધન બેંક ખાતા, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC).

ખેડૂત અને મહિલા સહાય: કિસાન સન્માન નિધિ, માતૃશક્તિ યોજના, ગંગાસ્વરૂપા (વિધવા) આર્થિક સહાય.

સમાજ કલ્યાણ: અનુસૂચિત જાતિ/જનજાતિના જાતિ પ્રમાણપત્રો અને અન્ય પેન્શન યોજનાઓ.

You Might Also Like

એનાલોગ પનીર વેંચતા ૧3૪ એકમ પર રાજયવ્યાપી દરોડા, ૨૯ સેમ્પલ લેવાયા

ખાતરના ડિલરો પર ગાળીયો કસતી રાજ્ય સરકાર

શાળાઓનું મુલ્યાંકન ૬ ક્ષેત્રના ૨૧૧ માપદંડના આધારે થશે

ધો.૫ સુધીના છાત્રોના બેઝલાઈન સર્વેનો પ્રારંભ

ગુજરાત વિધાનસભાનું તા.૮થી ૧૦ સપ્ટેમ્બર યોજાશે ચોમાસુ સત્ર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
૧૨ ઓગસ્ટના ખગ્રાસ સૂર્યગ્રહણ,  ભારતમાં દેખાશે નહિ
અમદાવાદ

૧૨ ઓગસ્ટના ખગ્રાસ સૂર્યગ્રહણ,  ભારતમાં દેખાશે નહિ

Editor By Editor 6 days ago
વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો
સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ
ખાનગી શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન જ એકમાત્ર શક્તિ સંચાલકોનો સૂર
ધોરાજી સરકારી હોસ્પિટલમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો: દૈનિક OPD ૧,૦૦૦ને પાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?